SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ રલ છે. આરતા, ૧૧ ચાંડાલ ૨૫૪ જૈન તત્વ પ્રકાશ છQામાં વિદ્યાવંત અવિદ્યાવંતનું લક્ષણ, ૭મામાં બોકડાનું દષ્ટાંત આપી રસલપી ન થવાને બેધ, ૮મામાં કપિલ કેવળીએ તૃષ્ણા ત્યાગ કરવા વગેરે બાબતેને અમૂલ્ય ઉપદેશ કરેલ છે. ૯મામાં નમિ રાજષિ અને શકેંદ્રને સંવાદ, ૧૦મામ આયુષ્યની અસ્થિરતા, ૧૧મામાં વિનીત અવિનીતનાં લક્ષણ અને બહુસૂત્રીની ૧૬ ઉપમા, ૧રમામાં ચાંડાલ જાતિમાં ઊપજેલા હરિકેશી અણગારના તપનું મહત્વ અને બ્રાહ્મણોથી સંવાદ તથા જાતિથી નહિ પણ ગુણકર્મથી મહાન થવાય છે, વગેરે હકીકત છે. ૧૩મામાં ચિત્ત મુનિ અને બ્રહ્મદત્ત ચકવતીના છ ભવના સંબંધનું અને ચિત્ત મુનિએ કરેલા ઉપદેશનું વર્ણન છે. ૧૪મામાં ઈક્ષકાર રાજા, કમળાવતી રાણી, ભૃગુ પુરોહિત, તેની ભાર્યા અને બે પુત્રો મળી છે જેને અધિકાર છે. ૧૫મામાં સાધુનું કર્તવ્ય, ૧૬મામાં બ્રહ્મચર્યની ૯ વાડ અને ૧૦ મો કે તેનું સ્વરૂપ, ૧૭મામાં પાપશ્રમણકુસાધુનાં લક્ષણ, ૧૮મામાં સંયતિ રાજા શિકારે ગમે ત્યાં ગર્દભાલી મુનિને ભેટો થયે, ગર્દભાલીના ઉપદેશથી રાજા બોધ પામે, દક્ષિત થયે, સંયતી અને ક્ષત્રિય રાજષિને સંવાદ, તેમ જ ચકવત બલદેવ આદિ રાજાઓનાં ગુણકથન છે. ૧૯ભામાં મૃગાપુત્રને માતાપિતાથી સંવાદ છે. તેમાં સંયમની દુષ્કરતા તેમ જ દુર્ગતિનાં દુઃખોનું હૃદયદ્રાવક વર્ણન છે. ૨૦મામાં અનાથી મુક્તિ અને શ્રેણિક રાજાને સંવાદ, ૨૧મામાં પાલિત શ્રાવકના પુત્ર સમુદ્રપાલજીને વૈરાગ્ય અને આચારનું વર્ણન છે. બાવીસમામાં નેમિનાથ ભગવાને પ્રાણુરક્ષા માટે રાજુલ જેવી સ્ત્રીને છેડી, રાજુલે રથનેમિ સાધુને સંયમમાં દઢ કર્યા, વગેરે વર્ણન છે. ૨૩મામ પાર્શ્વનાથના સંતાનિક કેશિકુમાર શ્રમણ અને ગૌતમ ગણધરને સંવાદ, ૨૪મામાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું વર્ણન, ૨પમામાં જયઘોષ દ્રષિ, વિશેષ બ્રાહ્મણને યજ્ઞની હિંસાથી બચાવે છે તેનું વન, ૨૬મામાં સાધુની ૧૦ સમાચારી અને પ્રતિક્રમણની વિધિ, ૨૭મામાં ગર્ગાચાર્યો દુષ્ટ શિષ્યને પરિત્યાગ કર્યો તે, ૨૮મામાં દ્રવ્ય, ગુણ, પર્યાયનું સ્વરૂપ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ મોક્ષને માર્ગ, ૨૯મામાં ૭૩ પ્રશ્નોતર દ્વારા ધર્મકૃત્યનું ફળ બતાવ્યું છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy