SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જન એમણુસંસ્કૃતિ અને લેખનકળા ૧૧૫ કે મજબૂત બંધાએલાં પુસ્તકોમાં શરદી દાખલ થવા ન પામે. અધ્યયન-વાચન આદિ માટે બહાર રાખેલાં પુસ્તકનાં આવશ્યકીય પાનાં બહાર રાખી બાકીના પુસ્તકને રીતસર બાંધીને જ રાખવું જોઈએ અને બહાર રાખેલાં પાનાને પણ હવા ન લાગે એ માટે કાળજી રાખવી જોઈએ. ચોમાસાની ઋતુમાં ખાસ કારણ સિવાય જેન જ્ઞાનભંડારે એકાએક ઉઘાડવામાં નથી આવતા તેનું કારણ માત્ર એ જ છે કે પુસ્તકને ભેજવાળી હવા ન લાગે. એંટી જતાં પુસ્તક માટે કેટલાંક હસ્તલિખિત પુસ્તકની શાહીમાં–શાહી બનાવનારની અણસમજ અથવા બિનકાળજીને લીધે,–ગુંદર વધારે પ્રમાણમાં પડી જવાથી જરા માત્ર શરદી લાગતાં તેના એંટી જવાને ભય રહે છે. આ પ્રસંગે એવા પુસ્તકના દરેક પાના ઉપર ગુલાલ છાટી દેવો-ભભરાવે, જેથી તે ચોંટશે નહિ. ચેટી ગએલાં પુસ્તક માટે કેટલાંક પુસ્તકોને વધારે પ્રમાણમાં શરદી લાગી જવાથી એ ચડીને રોટલા જેવાં થઈ જાય છે. તેવાં પુસ્તકને ઉખેડવા માટે પાણઆરામાંની હવાવાળી સુકી જગ્યામાં અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલી ભીનાશ વિનાની છતાં પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવાં. આ હવા લાગ્યા પછી એંટી ગએલા પુસ્તકનાં પાનને ધીરેધીરે ઉખેડવાં. જે પુસ્તક વધારે પડતું ચેટી ગયું હોય તો તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખેડવું, પણ ઉખેડવા માટે ઉતાવળ કરવી નહિ. આ સિવાય એક ઉપાય એ પણ છે કે ત્યારે એમાસાની ઋતુમાં પુષ્કળ વરસાદ વરસતે હેય ત્યારે ચાંદી ગએલા પુસ્તકને ભેજ લાગે તેમ મકાનમા ખુલે મૂકી દેવું અને ભેજ લાગ્યા પછી ઉપરની જેમ ઉખેડવું. ઉખેળ્યા પછી પાછું ફરીથી તે ચોંટી ન જાય તે માટે તેના દરેક પાના પર ગુલાલ છાટી દેવો. આ ઉપાય કાગળના પુસ્તકે મારે છે. તાડપત્રીય પુસ્તક એંટી ગયું હોય તે એક કપડાને નીતરે તેમ પાણીથી ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવું. જેમજેમ પાનાં હવાતાં જાય તેમ તેમ તેને ઉખેડતા જવું. તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હેઈ તેની આસપાસ પાણી નીતરતું કપડું વીંટવાથી તેના અક્ષરો ભૂંસાઈ જવાને કે ખરાબ થવાનો ભય હોતું નથી. માત્ર ઈરાદાપૂર્વક અક્ષર ઉપર ભીનું કપડું ઘસવું જોઈએ નહિ. આ પાનાં ઉખેડતા તેની સ્લણ ત્વચા એકબીજા પાના સાથે ચૂંટીને તૂટી ન જય એ માટે કાળજી રાખવી. તાડપત્રીય પુસ્તક ઉખેડવા માટે આ ઉપાય અજમાવવાથી એ પુસ્તકનું સત્વ ઊડી જાય છે અને એ તદ્દન અલ્પાયુ થઈ જાય છે. અમારા અનુભવ પ્રમાણે આ રીતે ઉખેડેલું તાડપત્રીય પુસ્તક પચીસ પચાસ વર્ષથી વધારે ટકી શકે એવો સંભવ નથી. પુસ્તકની રક્ષા અને લેખકો પુસ્તકોનું શાથી શાથી રક્ષણ કરવું એ માટે કેટલાક લેખકોએ હસ્તલિખિત પુસ્તકોના અંતમાં જુદી જુદી જાતના સંસ્કૃત શ્લોક લખેલા હોય છે, જે ઉપયોગી હોઈ અહીં આપવામાં આવે છે
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy