SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શમણુસંસ્કૃતિ અને લેખનકળા ૧૦૩ નોંધવામાં આવતા. આ નંબરે ઘણું કરીને ૧,૨,૩,૪ વગેરે સંખ્યામાં જ લખાતા હતા; તેમ છતાં કેટલીક વાર એ દાબડાઓ ઉપર જૈન ચોવીસ તીર્થંકરો, વીસ વિહરમાન તીર્થકરો, ભગવાન મહાવીરના અગિયાર ગણધરે (મુખ્ય શિષ્યો) આદિનાં નામે પણ નિર્દેશ કરવામાં આવતા હત. દા.ત. જેને વીસ તીર્થંકરોનાં નામ અનુક્રમે ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ વગેરે છે. જેને જ્ઞાનભંડારોમાંના દાબડાઓ ઉપર નંબર કરવા હોય ત્યારે એક, બે આદિને બદલે પહેલા દાબડા ઉપર ઋષભદેવ, બીજા ઉપર અજિતનાથ, ત્રીજા ઉપર સંભવનાથ થાવત્ ચોવીસમા દાબડા ઉપર ચોવીસમા જૈન તીર્થંકર મહાવીરનું નામ લખવામાં આવતું. આથી વધારદાબડાઓ હોય ત્યારે વીસવિહરમાન તીર્થકરોનાં નામોને ઉલ્લેખ કરવામાં આવતું. આ પ્રમાણે, દાબડા ઉપર સંખ્યા લખવાને બદલે આવાં તીર્થંકર આદિન વિશેષ નામો પણ લખવામાં આવતાં. પેટી પટારા ભંડકિયાં વગેરે ઉપર અમે જે પિથીઓ અને દાબડાઓને નિર્દેશ કરી ગયા એ બધાને ઉંદર આદિથી સુરક્ષિત રાખવા માટે લોઢાના કે પિત્તળના ચાપડાવાળી મેટી મેટી મજબૂત પેટીઓ અને પટારાઓ બનાવવામાં આવતા અને તેમાં એ પથીદાબાઓને સુરક્ષિત રીતે રાખવામાં આવતાં હતાં. કેટલેક ઠેકાણે આને માટે મજબૂત કબાટો અથવા ખાનાંવાળા ભંડકિયા બનાવવામાં આવતા હતા. પુસ્તક રાખવા માટે તેમજ કાઢવા માટે પેટી પટારા કરતાં આ કબાટો અને બંડકિયાં વધારે અનુકુળ રહેતાં. પાટણ વગેરે કેટલા એ સ્થળના પ્રાચીન સંપાને પટારામાં રાખવામાં આવતા હતા અને કેટલાંયે સ્થળોના ભંડારને કબાટ તેમજ ભંડકિયામાં રાખવામાં આવતા હતા. આજકાલ ઘણેખરે સ્થળે આ પરિપાટી બદલાવા છતાં હજુ પણ ઘણે સ્થળે જ્ઞાનભંડારો રાખવા માટે પેટી પટારા ભંડકિયાં વગેરે વાપરવામાં આવે છે. પેટીને આકાર અને તેનું માપ નાનું હોય છે જ્યારે પટારાનું માપ મેટુ હોય છે. પટારાને “પટારા” અને “મજૂસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસાને ભેજ વગેરે પુસ્તકને ન લાગે તેવી સુરક્ષિત રીતે ભીંતમાં કરેલાં ઊંડાં કબાટોને ‘ભંડકિયાં કહેવામાં આવે છે. જ્ઞાનભંડારની ટીપ પ્રાચીન સમયમાં જ્ઞાનભંડારાની ટીપે એટલે કે પુસ્તકોની યાદી કેવા રૂપમાં થતી હશે એ જાણવાનું આપણી પાસે ખાસ કશું જ સાધન નથી; તેમ છતાં લગભગ બસે-ત્રણ વર્ષ પહેલાની જે પ્રાચીન ટીપ જોવામાં આવી છે એ ઉપરથી એટલું અનુમાન થઈ શકે છે કે આજકાલ જેવી વિશદ ટી થાય છે–અર્થાત એમાં જેમ દાબડાને નંબર, પ્રતને નંબર, ગ્રંથનામ, પત્રસંખ્યા, ભાષા, કર્તા, રચનાવત, લેખનસંવત, વિષય, ગ્રંથની લંબાઈ-પહોળાઈ વગેરેની માહિતી આપવામાં આવે છે, તેવી નહતી જ થતી. એ ટીપામાં માત્ર દાબડે, પ્રતનો નંબર, ગ્રંથનામ, પત્રસંખ્યા અને કેઈકોઈ વાર ગ્રંથકારનું નામ એટલું જ નેંધવામાં આવતું. અહીં એક વાત સ્પષ્ટ કરવી ઉચિત જણાય છે કે આજકાલ જેવી વિશદ રીપો થાય છે તેવી ટીપ જૂના જમાનામાં નહિ જ થતી હોય અથવા આ જાતને કોઈને સર્વથા ખ્યાલ સરખોયે નહિ હોય એમ માનવાને
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy