SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જન શમણુસંસ્કૃતિ અને લેખનકળા ૨૧ લેખણ જેનાથી પુસ્તક લખી શકાય છે તે સાધનનું નામ લેખણ છે. લેખણ એ સર્વત્ર પ્રસિદ્ધ હસ્ત છે. આથી એક વસ્તુ ઉપર પ્રકાશ પડે છે કે તે યુગમાં પુસ્તક લખવા માટે કલમનો જ ઉપયોગ કરવામાં આવ્યો હશે. બર્મીઝ આદિ લિપિ લખવા માટે લોઢાના સયા વગેરેને ઉપયોગ કરવામાં આવે છે તેવા કોઈ સાધનને ઉપયોગ કરાય નહિ હેય; કારણકે જન સંસ્કૃતિએ માત્ર નાગરીને અનુકૂળ બ્રાહ્મી લિપિમાં જ પુસ્તકો લખાવ્યાં હોઈ એના મરેડને લેખણ સિવાય બીજું કોઈ સાધન માફક જ ન આવી શકે. જેના ઉપર પુસ્તકો લખાયાં હતાં જૈન સંસ્કૃતિએ પુસ્તકલેખનને આરંભ કર્યો ત્યારે શાના ઉપર કર્યો હશે એને લગતે સ્પષ્ટ ઉલ્લેખ ક્યાં યે જોવામાં નથી આવતો, પણ અનુયોજૂિ , નિરીયqf૨૨ વગેરેમાં આવતા ઉલ્લેખને અનુસારે કલ્પી શકાય છે કે ત્યારે પુસ્તકો લખવા માટે મુખ્યત્વે કરીને તાડપત્રને જ ઉપયોગ થયે છે. કપડાનો કે લાકડાની પાટી વગેરેને પુસ્તંક લખવા માટે કેટલીક વાર ઉપયોગ થતો હશે, પરંતુ તે કરતાં યે અમે આગળ ઉપર જણાવીશું તેમ ટિપ્પણ, ચિત્રપટ, ભાંગા, યંત્રો વગેરે લખવા માટે જ તેને ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હે જોઈએ. આજે પણ જૈન જ્ઞાનભંડારેમાં પુસ્તકો કરતા ટિપ્પણ, ચિત્રપટ, યંત્રો વગેરે જ વધારે પ્રમાણમાં મળે છે. ભાજપત્રને ઉપયોગ પુસ્તક લખવા માટે જૈન સંસ્કૃનિએ કર્યો હોય તેવો સંભવ નથી. તેમ છતાં કવચિત એને ઉપયોગ થયો હોય તે અશક્ય પણ નથી. હિમત થેરાજજી પૃ. ૧૧માં ભોજપત્ર અને બીજાં ઝાડની છાલ ઉપર કલિગાધિપતિ રાજ ખારવેલે જૈન પુસ્તકો લખાવ્યાની વાત જણાવી છે, પરંતુ આ થેરાવલી અને તેમાંની હકીકતો વિશ્વાસપાત્ર નથી મનાતી એટલે એના ઉપર અમે ભાર મૂકતા નથી. २६ (क) 'वरितं इम-तालिमादिपत्तलिहितं, ते चेव तालिमादिपत्ता पोत्थकता तेसु लिहितं, वत्थे वा लिहितं ।'-अनुयोगद्वारचूणी पत्र १५-१. (૩) “ત્રણ રસ્તારિસન, તરંપારિજાતુ પુસ્ત, વસ્ત્રાપાને જે ' -अनुयोगद्वारसूत्र हारिभद्री टीका पत्र २१. (1) “પુસ્તપુ વજે રા યં–નિશીથવૂળ ૩૦ ૨. () કુમારિકા સંપુટનિશીયfી. (ड) 'शरीरभव्यशरीरव्यतिरिको द्रव्यव्यवहारः खल्वेष एव ग्रन्थः पुस्तकपत्र लिखितः, आदिशब्दात् काष्ठसम्पुट फलक-पटिकादिपरिग्रहः, तत्राप्येतद्ग्रन्थस्य लेखनसम्भवात् ।' -व्यवहारपीठिका गा. टीकायाम् पत्र ५. (च) 'पूर्वाचार्योपदेशलिखितपटकादिचित्रबलेन तु सर्वा एव देव्यो न निषीदन्ति ।' -आवश्यक हारिभद्री टीका पत्र २३३.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy