SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ જેન ચિત્રકલ્પદ્રુમ કરી જગ્યાઓ (જુઓ ચિત્ર નં. ૫-૬) રાખતા આવ્યા છે. માત્ર આપણું ચાલુ વીસમી સદીમાં જ આ રિવાજ ગૌણ તેમજ લગભગ અદશ્ય થઈ ગયો છે. “લિખિત કાગળની પ્રતિઓના મધ્યભાગમાં જે ખાલી કરી જગ્યા જોવામાં આવે છે એ તાડપત્રીય પુસ્તકોને દોરાથી પરાવી રાખવાના રિવાજની યાદગારી ૫ છે.” ગ્રંથિ તાડપત્રીય પુસ્તકમાં દોરો પરોવ્યા પછી તેના બે છેડાની ગાઠ પુસ્તકના કાણામાંથી નીકળી ન જાય, તેમજ પુસ્તકની ઉપર-નીચે લાકડાની પાટીએ ન હોય તો પણ તાડપત્રીય પ્રતિને દોરાને કાપ ન પડે તથા પુસ્તકનાં કાણું કે પાનાં ખરાબ ન થાય તે માટે તેની બંને બાજુએ હાથીદાંત, છીપ, નાળાઅરની કાચલી, લાકડા વગેરેની બનાવેલી ગાળ ચપટી કુદડીએ તેની સાથેના દોરામાં પરવવામાં આવતી. આ ફૂદડીઓને “ગ્રંથિ' અથવા “ગાઠ કહેવામાં આવે છે. અત્યારે મળતાં મધ્યમ કદની લંબાઇના તાડપત્રીય પુસ્તકો પૈકી કેટલાકની સાથે આ ગ્રંથિ જોવામાં આવે છે. (જુઓ ચિત્ર નં. ૨ માં આકૃતિ નં. ૫-૬-૭ અને ચિત્ર નં. ૩ મા આકૃતિ નં. ૨ ના વચમાં). લિપ્યાસન જેને આપણે ખડીઓ કહીએ છીએ તેનું સૂત્રકારે લિપ્યાસન' એ નામ આપ્યું છે. લિપ્પાસનને સીધે અર્થ “લિપિનું આસન, એટલે કે જેના ઉપર લિપિ બેસી શકે એટલો થઈ શકે. આ અર્થ મુજબ “લિયાસનને અર્થ તાડપત્ર, કાગળ કે પડું આદિ થાય, જેના ઉપર લિપિ લખાય છે; પરંતુ આચાર્ય મલયગિરિએ ટીકામાં ચિકન નાગરિચર્થ એમ જ ગુવ્યું છે એટલે આપણે લિપિનું અર્થત લિપિને દશ્ય રૂપ ધારણ કરવા માટેના મુખ્ય સાધન શાહીનું આસન' એમ કરીશું તે “લિપ્પાસનને અર્થ ખડીઓ થવામાં બાધ નહિ આવે, જે આ સ્થળે વાસ્તવિક રીતે ઘટમાન છે. છંદણ અને સાંકળ ખડીઓ ઉપરના ઢાંકણને સત્રકારે દણુ-છાદ-ઢાંકણ એ નામથી જણાવેલ છે. ખડીઆને લઇ જવા લાવવામાં કે તે ઠોકરે ન ચડે એ માટે તેને ઊંચે લટકાવવામાં સગવડ રહે એ સારૂ તેના ગળામાં સાંકળ બાંધવામાં આવતી. આના સ્થાનમાં અત્યારે આપણે કેટલાક લહીઓ અને બાળનિશાળીઆઓને ખડીઆના ગળામાં દોરો બાંધતા જોઈએ છીએ. મણી જે સાધનથી લિપિઅરે દસ્ય રૂપ ધારણ કરે તેનું નામ “મણી’ છે. મપી એટલે શાહી મષી–મેસ-કાજળ એ શબ્દ પિતે જ એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે આપણે ત્યાં પુસ્તક લખવાના કામમાં કાળી શાહીને જ ઉપયોગ થતો હતો. સૂત્રકારે મિર નથી, મિયા મારે એ ઠેકાણે શાહી અને અક્ષરને રિઝરત્નમય જણાવેલ છે, એ રિઝરત્ન કાળું હોય છે એટલે આ વિશેષણ જોતાં પણ ઉપરોક્ત હકીકતને ટેકો મળે છે.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy