SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકલ્પમ અને આપણને પુરાવો આપે છે કે વિ.સં. ૧૬૪૭ સુધી તે ગુજરાતની સ્ત્રીઓ માથે સાડી હતી નહેતી અને પુર પણ સ્ત્રીઓની માફક ચોટલા રાખતા હતા. છતની ઉપરના ભાગમાં નાનું છત્ર લટકે છે. મહેલની ઉપર વિજા કરી રહેલી છે. ચિત્રના નીચેના ભાગમાં પાંચ પુરુષાકૃતિઓ હાથમાં કાંઈ વસ્તુઓ લઇને જતી દેખાય છે. Plate LXXXV ચિત્ર ૨૧ ઉત્તરાધ્યયન સુત્રના “મહાનિરંથીય’ નામના ૨૦ અધ્યયનને લગને પ્રસંગ. અપાર સંપત્તિના સ્વામી અને મગધદેશના અધિપતિ શ્રેણિક મહારાજા નંતિ કુક્ષિ નામના ચિંત્ય તરફ વિહાર યાત્રા માટે નીકળ્યા-૨ ત્યાં એક વૃક્ષના મૂળ પાસે બેઠેલા સુખને વ્ય, સુકોમળ અને સંયમી એવા સાધુને જોયા.-૪ ગીશ્વરનું અપૂર્વ રૂપ જોઈને તે નૃપતિ સંયમીને વિષે અત્યંત આશ્ચર્ય પામ્યો. તે મુનિનાં બંને ચરણેને નમીને પ્રદક્ષિણા કરી, અતિ દૂર નહિ કે અતિ પાસે નહિ તેમ હાથ જોડી ઉભો રહી પૂછવા લાગ્યોઃ “હે આર્ય' આવી નJવસ્થામાં ભોગ ભોગવવાનો વખતે પ્રજિત કેમ થયા? આવા ઉપ્રચારિત્રમા આપેશી પ્રેરણાએ અભિનિષ્ક્રમણ કર્યું આ વસ્તુને સાભળવા ઈચ્છું છું.ક.પ-૮ (મુનિ બોલ્યા, “હે મહારાજ' હું અનાથ છું. મારો નાથ (રક્ષક) કોઈ નથી.' આ સાંભળીને ભગધદેશના અધિપતિ શ્રેણિક રાજ હસી પડ્યા અને કહ્યું: “હે સંયમિન ! આપને કેઈ નાથ (સહાયક) ન હોય તે શું થવા તૈયાર છું. મનુષ્ય ભવ ખરે ખર મળવો દુર્લભ છે. મિત્ર અને સ્વજનથી ઘેરાએલા આપ મુખપૂર્વક મારી પાસે છે અને ભોગને ભોગવો.–૯–૧૧. (મુનિ બોલ્યા:) “ મગધેશ્વર શ્રેણિક! તું પોતે જ અનાથ છે. જે પોતે જ અનાથ હોય તે બીજાને નાથ શી રીતે થઈ શકે ?” મુનિનાં આ પ્રમાણેનાં વચન સાંભળી તે ન વિસ્મિત થયો. આવી મનવાંછિત વિપુલ સંપત્તિ હોવા છતા હું અનાથ શી રીતે? હે ભગવન! આપનું કહેવું કદાચ ખોટું તે નહિ હોય ?’–૧૨–૧૫ (મુનિએ કહ્યું, “હે પાર્થિવ! તુ અનાથ કે સનાથના પરમાર્થને જાણી શક્યો નથી. છે નાધિપ! (નથી જ તને સંદેહ થાય છે.) અનાથ કેને કહેવાય છે? મને અનાથતાનું ભાન કયા અને કેવી રીતે થયું અને મેં પ્રત્યા કેમ લીધી તે બધુ સ્વસ્થ ચિત્ત રાખી સાભળ.’ ૧૬-૧૭ પ્રાચીન શહેરમાં સર્વોત્તમ એવી કૌશાંબી નામની નગરી છે, ત્યાં પ્રભૂત-ધનસંચય નામના મારા પિતા રહેતા હતા. એકદા હે રાજન ! તરુણવયમાં મને એકાએક આંખની અતુલ પીડા ઉત્પન્ન થઇ અને તે પીડાથી દાહવર શરૂ થયે; ઈદના વજની પેઠે દાઉજવરની એ દારૂનું વેદના કેડના મધ્યભાગ, મસ્તક અને હૃદયને પીવા લાગી. ૧૮-૨૧. વૈદ્યકશાસ્ત્રમાં નિપુણ એવા વૈદ્યોએ ચાર ઉપાયોથી યુક્ત અને પ્રસિદ્ધ એવી ચિકિત્સા ભારે માટે કરી, પરંતુ તે સમર્થ વૈદ્યો અને તે દુખથી છોડાવી શક્યા નહિ, એજ મારી અનાથતા. ૨૨-૨૩ મારે માટે પિતાશ્રી સર્વ સંપત્તિ આપવા તૈયાર થયા, વાત્સલ્યના સાગર સમી માતા
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy