SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧લ્ડ સુગ્રીવ નામના નગરને વિષે બળભદ્ર નામના રાજા હતા, જેને મૃગાવતી નામે પટરાણી હતા —૧.. માતાપિતાને વલભ અને યુવરાજ એ બલશ્રી નામને એક કુમાર હતા જે દમિતેન્દ્રિમાં શ્રેષ્ઠ અને મૃગાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયો હતે.–૨. એક સંયમી મુનિને જેવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં પિતાના માતાપિતા પાસે તેણે દીક્ષા લેવાની અનુમતિ માગી. તે વખતે પિતાના પૂર્વ ભવમાં જે જે જાતનાં દુખ વેઠયાં હતાં તેનું વર્ણન કરતાં નરકનિમાં કઈકઈ જાતનાં દુઃખો ભોગવ્યા હતાં તે પ્રસંગને અનુલક્ષીને કરેલા વર્ણન ઉપરથી આ ચિત્ર દોરેલું છે. કંદુ નામની કુભીઓમાં આજંદ કરતાં કરતાં ઊંચા પગે અને નીચા મસ્તકે રહેલે હું (દેવકૃત) બળતા અગ્નિમાં પૂર્વ ઘણુવાર પકાવાયો છું; આ પ્રસંગને દર્શાવવા ચિત્રકારે ત્રીજી લાઈનની ડાબી બાજુએ કેબીની અંદર ઊંચા પગે અને નીચા મસ્તકે રહેલી એક આકૃતિ ચીતરી છે. કુભીની નજીકમાં સળગતી મશાલ લઈને પરમાધામી ઊભેલો છે. પાપકર્મના પરિણામે હું પૂર્વકાળે (પિતાના જ કર્મથી) મેટા યંત્રમાં શેરડીની માફક અતિ ભયંકર અવાજ કરતો કરતો ખૂબ પીલાયો છું. આ પ્રસંગને બતાવવા ચિત્રકારે પહેલી લાઇનની ડાબી બાજુના ચિત્રમાં કોલની અંદર ઊંધે મસ્તકે પીલાતી એક માનવ આકૃતિ ચીતરેલી છે. તાપથી પીડાતાં અસિ (તલવાર) પત્ર નામના વનમાં ગયો જ્યાં ઝાડ ઉપરથી તલવારની ધાર જેવાં તીક્ષ્ણ પ પડવાથી અનંતવાર છેદાયો હતો. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે બીજી લાઈનમાં એક વૃક્ષ નીચે એક પુરુષ બેઠેલો અને તેના ઉપર ઝાડનાં પાદડાં પડતા તેના અંગોપાંગ છેદાનાં ચારેલાં છે. ચિતાઓમાં પાડાઓને જેમ બાળે છે તેમ પાપકર્મોથી ઘેરાએલા મને પરાધીનપણે જાજ્વલ્યમાન અગ્નિમાં (પરમાધામીઓએ) શેડ્યો હતો અને બાળીને ભસ્મ કર્યો હતો. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે બીજી લાઈનની ડાબી બાજુએ એક માણસને ચિનામાં બળાતે બનાવીને અગ્નિમા શેકાયાને પ્રસંગ ચીતરેલો છે. આ ઉપરાંત ઉપરના પહેલી લાઈનના પહેલા ચિત્રમાં નીચે રહેલા લોખંડના તીક્ષ્ણ ખીલાથી વિધાતો અને ત્રીજી લાઈનના પહેલા ચિત્રમાં શળાથી છેદાતિ એમ બે પ્રસંગો નરક યાતનાના આ ચિત્રમાં વધારે ચીતરેલા છે. ચિત્ર ૨૬ ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮ મા અધ્યયનને જ બીજો એક ચિત્રપ્રસંગ. આ પ્રમાણે નરક તથા પશુ યોનિનું ઘણાવણ પ્રકારનું દુઃખ વર્ણવી માતાપિતાની આજ્ઞા ભાગી. પુત્રના આવી રીતના દઢ વૈરાગ્યને જાણું માતાપિતાનાં કઠેર હદય પીગળી ગયાં અને તેમણે કહ્યું “હે પુત્ર! જેમ તને સુખ ઉપજે તેમ તું ખુશીથી કર.”-૮૮ ચિત્રમાં લાકડાના બજેટ ઉપર બળભદ્ર રાજા અને તેમની સન્મુખ પટરાણું મૃગાવતી બેઠેલા છે. તેઓ બંનેના ચહેરાઓ તથા વસ્ત્રાભૂષણે પ્રાચીન રીતિરિવાજોનુ દિગદર્શન કરાવે છે
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy