SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૬૫ ત્યાં આવ્યો અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા, ચળક્તા મણિવાળા ફૂંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, કર આકૃતિવાળા અને વિસ્તૃત કણાવાળા મોટા સર્પનું રૂપ બનાવીને કીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આ ભયંકર સર્પ જોઈ ભયભીત બનેલા બધા કુમારે રમત ગમત પડતી મૂકી નાસી છૂટયા. પરંતુ મહાપરાક્રમી ધર્મશાળી શ્રી વર્ધમાનકુમારે જરાપણ ભય પામ્યા વિના પિતે ત્યાં તેની પાસે જઈ, સપને હાથથી પકડી દૂર ફેંકી દીધે. સર્ષ દૂર પડ્યું એટલે નિર્ભય બનેલા કુમારે પાછા એકઠા થઈ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી. (૨) હવે કુમારોએ વૃક્ષની રમત પડતી મૂકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમારપધારી દેવ શ્રીવર્ધમાનકુમાર સાથે રમના હારી ગયો. તેણે કહ્યું: “ભાઈ, હું હાર્યો અને આ વર્ધમાનકુમાર જીત્યા માટે એમને મારા ખભા ઉપર બેસવા દો.' શ્રી વર્ધમાન ખભા ઉપર બેઠા એટલે દેવે તક સાધી તેમને બીવરાવવાનો પ્રપંચ કર્યો. તેણે પિતાની દેવશક્તિથી સાન તાડ જેટલું પિતાનું ઉચું શરીર બનાવ્યું. પ્રભુ તેને પ્રપંચ અવધિનાનના બળથી જાણી ગયા. તેમણે વજ જેવી કદર મુષ્ટિથી તેની પીઠ પર એ તે પ્રહાર કર્યો કે તે ચીને પાડવા લાગ્યો અને પીડા પામવાથી મચ્છરની જેમ સંકેચાઈ ગયો. પ્રભુનું પરાક્રમ તથા ધર્મ પ્રત્યક્ષ અનુભવી ઇન્દ્રના સત્ય વચનને તેણે મનમા સ્વીકાર કર્યો અને પાનાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યો. તે વખતે ઇને ઘેર્યશાળી પ્રભુનું વાર એવું ગુગુનિ પન્ન નામ પાડ્યું. ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુકુટ તથા કાનમાં કુડળ વગેરે આભૂષણે પહેરેલા છે અને વબા હાથે ઝાડને વીટાઈ વળેલા સર્પને મોં આગળથી પકડેલો છે. વર્ધમાનકુમારની પાછળ બે તથા ઉપરના ભાગમાં ત્રણ બીજા ઠાકરાઓ ચીતરેલા છે. નીચેના ભાગમાં બે બાજુ બે ઝાડ ચીતરેલાં છે. વચમાં મહાવીર દેવના ઉપર બેઠેલા અને તેમના જમણા હાથની મુદિને પ્રહાર સહન નહિ થવાથી દેવ કમ્મરમાંથી વળી જઈને ઘડા જેવો બની ગએલો ચીતરેલા છે. વળી નજીકમાં એક વ્યક્તિ ઉભેલી છે જે જમણો હાથ ઊંચે કરીને કોઈને બોલાવીને મહાવીરનાં આ પરાક્રમનો બગ બતાવતી હોય એમ લાગે છે. આ પ્રસંગની સાથે સરખાવે કૃષ્ણની બાળક્રીડાને એક પ્રસંગ. (૧) કૃષ્ણ જ્યારે બીજા ગેપ બાળકો સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કંસે મારવા મોકલે અઘ નામને અસુર એક જન જેટલું સર્પપ ધારણ કરી માર્ગ વચ્ચે પડ્યો અને કૃણુ સુદ્ધાં બધાં બાળકોને ગળી ગયો. આ જોઈ કૃણે એ સર્પના ગળાને એવી રીતે સધી નાખ્યું કે જેથી તે સર્પ અધાસુરનું ભસ્મક ફાટી શ્વાસ નીકળી ગયું અને તે મરી ગયો. તેના મુખમાંથી બાળકે બધા સંકુશળ બહાર આવ્યા–ભાગવત દશમસ્કન્ધ, અ. ૧૨ લો.૧૨-૩૫ પૃ.૮૮. (૨) એકબીજાને અરસપરસ ઘેડ બનાવી જ્યારે ગોપ બાળ સાથે કૃષ્ણ અને બળભદ્ર રમતા હતા તે વખતે કંસે મોકલેલો પ્રલમ્બ નામનો અસુર તે રમતમાં દાખલ થયો. તે કૃષ્ણ અને બળભદ્રને ઉપાડી જવા ઈચ્છતો હતો. એણે બળભદ્રના ઘેડ બની તેમને દૂર લઈ જઈ એક
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy