SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ Plate XXVII મિત્ર ૯૨ સ્વજના અને રાજા સિદ્દાર્થ. ઇડરની પ્રનમાંના પાના ૪૦ પરથી. ચિત્રનું મૂળ કદ ક×I ઈંચ છે. મહાવીરના જન્મમહેાત્સવના બારમા દિવસે અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એમ ચાર પ્રકારના આહારની પુષ્કળ સામગ્રી તૈયાર કરાવી. મિત્રા, જ્ઞાતિજના, પિતરાઇ વગેરે સ્વજના, દાસ-દાસી, નોકર-ચાકર વગેરે પરિજના અને સાત કુળના ક્ષત્રિયાને ભોજનને માટે નિમંત્રણા આપ્યાં. ચિત્રની મધ્યમાં સિદ્ધાર્થ રાજા ખેઠા છે, તેમની પાછળ ઉપરના ભાગમાં જમણી બાજુએ એક સ્ત્રી—ધણું કરીને ત્રિશલા ક્ષત્રિયાણી બેઠાં છે. ચિત્રની ડાબી બાજુએ બબ્બે પુરુષા ચાર લાઈનમાં કુલ મળીને આઠ પુરુષો સિદ્ધાર્થની સામે બેઠેલા છે, તે બધાને સંબોધીને શ્રમણ ભગવાન મહાવીરનું વર્ધમાન એવું ગુણનિપુણ નામ પાડવા માટેના પેાતાના મનેારા દર્શાવે છે. ૧૩૯ ચિત્ર ૯૩ વર્ષીદાન. ઈડરની પ્રતના પત્ર ૪૪ ઉપરથી ચિત્રનું મૂળ કદ રફ઼રફ ઇંચ છે. શ્રમણ ભગવાન મહાવીરને દીક્ષા લેવામા એક વર્ષ બાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું, તેઓ હંમેશાં સૂર્યોદયથી આરંભી પ્રાત:કાળનાં ભેાજન પહેલાં એક કરેડને આઠ લાખ સાનૈયાનું દાન આપવા લાગ્યા. એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ, અઠયાસી કરોડ અને એંશી લાખ સાનૈયા દાનમાં ખર્ચી દીધા. ચિત્રમાં મહાવીર સિંહાસન ઉપર બેઠેલાં છે અને જમણા હાથે સાનૈયાનું દાન આપે છૅ, હાથમાં એક સાનૈયા અંગુઠે અને તર્જની આંગળીથી પકડેલા દેખાય છે. મહાવીરના જમણા પગ સિંહાસન પર છે અને ડાભેા પગ પાદપીડ ઉપર છે, ૐ બતાવે છે કે દાનની સમાપ્તિના રામય થવા આવ્યેા છે, આ ચિત્રમાં મહાવીરને દાઢી તથા મૂળા સહિત ચિત્રકારે ચીતરેલાં છે. મહાવીરની નજીકમાં ત્રણપાયા વાળી ટીપોઈ ઉપર સુવર્ણના થાળ મુકેલા સ્પષ્ટ દેખાય છે, મહાવીરની પાછળ ચિત્રની જમણી બાજુએ ચામરધારિણી શ્રી મહાવીરને ડાબા હાથથી ચાબર વીંઝતી દેખાય છે, ઉપરની છતના ભાગમાં ચંદરવા ખાધા છે, ચિત્રની ડાબી બાજુએ એક યુવાન તથા ચાર ઉમ્મર લાયક માણસે કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાન લેવા આવેલી દેખાય છે. ચિત્ર ૪ દીક્ષા મહોત્સવ, ઈડરની પ્રતના પાના ૪૬ ઉપરથી ચિત્રનું કદ ૨}×રફ ઈંચ છે. વાર્ષિક દાનની ક્રિયા સમાપ્ત થતાં, પોતાના વિલ બંધુ નંદિવર્ધનની અનુમતિ લઈ દેવાએ આણેલા ક્ષીર સમુદ્રના જળથી, સર્વ તીર્થીની માટીથી અને સકલ ઔષિધઓથી નંદવર્ધન રાજાએ પ્રભુને પૂર્વદેિશા સન્મુખ બેસાડી તેમના અભિષેક કર્યાં. પ્રભુને એ રીતે સ્નાન કરાવી, ગંધકાષાયી વવડે શરીરને લૂછી નાખી આખે શરીરે ચંદનનું વિક્ષેપન કર્યું, પ્રભુના આખા શરીર ઉપર સુવર્ણજડિત છેડાવાળું, સ્વચ્છ, ઉજ્વળ અને સક્ષમૂલ્યવાળું શ્વેતવસ્ત્ર શાલવા લાગ્યું, વક્ષઃસ્થળ ઉપર કિંમતી હાર ઝુલવા લાગ્યા, બાજુબંધ અને કડાથી તેમની ભુજાએ અલંકૃત બની અને કુંડલના પ્રકાશથી તેમના મુખમંડળમાં દીપ્તિ આવવા લાગી. આવી રીતે આભૂષણો અને વસ્ત્રોથી અલંકૃત થઇ પ્રભુ પાલખીમાં બિરાજમાન થયા. આ સમયે આખા ક્ષત્રિયકુંડ નગરને ધ્વજા-પતાકા
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy