SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ જન વિકલહ જતાં દેખાય છે, ઉપરના છતના ભાગમાં ચંદરો બાંધેલો છે, બીજી બે સી ડાબી બાઇએ ઉપરના ભાગમાંથી આવતી દેખાય છે. જેમાંની એક ચામર વીંઝે છે અને બીજીના હાથમાં સુવર્ણ થાળમાં મૂકેલો ત્રિશલાને સ્નાન કરાવવા માટે ક્ષીરાદાથી ભરેલો કળશ છે. આ બંને રીઓ દિકુમારીઓ પૈકીની છે, પલંગની પાસે સ્ત્રી-નોકર ઊભી છે. શિગ મેરુ પર્વત ઉપર સ્નાત્ર મહત્સવ. ઇડરની પ્રતના પાના ૮ ઉપરથી વર્ણન માટે જુઓ ચિત્ર ૬૭નું આ પ્રસંગને લગતું વર્ણન. મહાવીરના મેરૂ પર્વત ઉપરના જન્માભિષેક સમયની એક ઘટના ખાસ ઉલ્લેખનીય હોવાથી અહીં તેને પ્રસંગોપાત ઉલેખ કરી લઇએઃ જ્યારે દેવદેવીઓ શ્રમણ ભગવાન મહાવીરને જન્માભિષેક માટે મેરૂ પર્વત ઉપર લઈ ગયા ત્યારે ઈદ્રને મનમાં શંકા ઉત્પન્ન થઈ કે “લઘુ શરીરવાળા પ્રભુ આટલો બધે જળનો ભાર શી રીતે સહન કરી શકશે? ઈન્દ્રને આ સંશય દૂર કરવા પ્રભુએ પિતાના ડાબા પગના અંગુઠાના અગ્ર ભાગથી મેરૂ પર્વતને સહેજ દબાવ્યો એટલામાં તે પ્રભુના અતુલ બળથી મેરૂ પર્વત કંપી ઊઠયો. આ વર્ણનની સાથે સરખા ભાગવત, દશમસ્ક, અ. ૪૩ બો. ર૬-૨૭માં આવેલું કૃષ્ણની લીલાનું વર્ણન: ઈન્ટે કરેલા ઉપદ્રથી વ્રજવાસીઓને રક્ષણ આપવા તરણ કૃષ્ણ જનપ્રમાણુ ગોવર્ધન પર્વતને સાત દિવસ સુધી ઊંચકી તેજે. ચિત્ર ૧ પ્રભુ મહાવીરના જન્મ મહોત્સવની ઉજવણી. ઇડરની પ્રતના પાના ૨૯ ઉપરથી ચિત્રના મૂળ કદ રફેર ઇચ ઉપરથી સહેજ નાનું કરીને આ ચિત્ર રજુ કરવામા આવ્યું છે. શ્રમણ ભગવાન મહાવીરનો જન્મમહત્સવ મેરૂ પર્વત ઉપર દેએ કર્યો તે આપણે જણાવી ગયા, પછી સિદ્ધાર્થ રાજાએ આ જન્મમહત્સવના દિવસોમાં કોઈ પોતાની ગાડી ન જોડે, હળ ન ખેડે અને ખાંડવા-દળવાનું બંધ રાખે એ બંદોબસ્ત કરવા અને કેદીઓને છોડી મુકવા માટે કૌટુંબિક પુરૂષોને આજ્ઞા કરી અને કૌટુંબિક પુરાએ ખૂબ હ, સંતોષ અને આનંદપૂર્વક નમન કર્યું અને આજ્ઞાનાં વચન વિનયપૂર્વક અંગીકાર કરી, ક્ષત્રિયકુંડ નગરમાં જઈ કેદીઓને છોડી મૂક્યા, સરા અને સાબેલા ઊંચાં મૂકાવી દીધાં અને દરેક કાર્ય સંપૂર્ણ કરી, સિદ્ધાર્થ ક્ષત્રિય પાસે આવી મન કરી “આપની આજ્ઞા મુજબ બધાં કાર્યો થઈ ગયાં છે એ પ્રમાણે નિવેદન કર્યું. ચિત્રના મધ્ય ભાગમાં સિંહાસન ઉપર જમણા હાથમાં ઉઘાડી તલવાર રાખી ડાબા હાથે સિદ્ધાર્થ રાજા કૌટુંબિક પુરુષોને હુકમ ફરમાવતા હોય એમ લાગે છે. તેમની સામે ચિત્રની ડાબી બાજુએ બે હાથની અંજલિ જેડીને બે કૌટુંબિક પુર આશાને સ્વીકાર કરતા દેખાય છે, સિદ્ધાર્થ રાજાના મસ્તક ઉપર રાજ્યચિહ્ન તરીકે છત્ર ચીતરેલું છે,સિંહાસનની પાછળના ભાગમાં સ્ત્રી-પરિચારિકા ડાબા હાથથી ચામર વીંઝતી અને જમવુ હાથે સિંહાસનને અઢેલીને ઊભી છે. છનના ઉપરના ભાગમાં ચંદર બધેલ છે.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy