SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જેન ચિત્રકલ્પમ મંદિરમાં સ્વર્ગસ્થ શાંતમૂર્તિ મુનિ મહારાજ શ્રી હંસવિજયજીના સંગ્રહમાંની કલ્પસૂત્રની પાનાં ૮૬ વાળી હસ્તપ્રત કે જે સેનેરી શાહીથી લખેલી છે તે આવે; જેમાંનાં આઠ ચિત્રો તથા અપ્રતિમ કારીગરીવાળી સુંદર ૭૪ કિનારો (ચિત્ર.ન. ૧૭૯, ૧૯૯, ૨૩૦, ૨૩૧, ૨૩ર અને ર૫૫માં છ પેટ તરીકે) પ્રસ્તુત ગ્રંથમાં છાપવામાં આવ્યાં છે. એ સ્પષ્ટ બતાવી આપે છે કે ગુજરાતમાં મુગલ રાજ્યની સ્થાપના થયા પહેલા ગુજરાતના ચિત્રકારો કેટલી સુંદર કિનારોનું સર્જન કરી શકતા હતા. ત્યાર પછી અમદાવાદના દેવાના પાડા મથેના સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રી દયાવિમલજીશાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતને વારો આવે છે. એ મનના ચિત્રકામની બરાબરી કરી શકે તેવી એક પણ પ્રત ભારતભરના બીજા કોઈ પણ જૈન ભંડારમાં નથી. એ પ્રત લાટ દેશમાં આવેલા ગાંધાર બંદરના રહેવાસી એકિ શાણુ અને જૂઠાના વંશજોએ ચીતરાવેલી હેવાની સાક્ષી તેના છેલ્લા પૃષ્ઠ પરની પ્રશસ્તિ પૂરે છે. આ પ્રતની ખાસ વિશિષ્ટતા તે એ છે કે તેમાં રાગ, રાગિણીઓ, મૂઈના, તાન વગેરે સંગીતશાસ્ત્રનાં તથા આકાશચારી, પાદચારી, ભચારી વગેરે ભરતનાટયશાસ્ત્રમાં વર્ણવેલા નાટયશારપનાં રૂપે, દરેક ચિત્રના મથાળે નામ સાથે, પાનાની બંને બાજુના હાંસીઆમાં ચીતરેલાં છે. મારી જાણમાં છે ત્યાં સુધી, મુગલ સમય પહેલાના ગુજરાતી ચિત્રકારોએ ચીતરેલાં નાટયશાસ્ત્ર તથા સંગીતશાસ્ત્રનાં આટલા બધાં રૂપ ભારતમાંના અગર હિદ બહારના દેશોમાંના સંગ્રહમાં હોવાનું જણાયું નથી. યથા અવસરે અને યથા સાધને એ આખી યે પ્રત છપાવીને કલાવિશારદ સન્મુખ જાહેરની જાણ માટે મૂકવાનો મારો ઇરાદો છે. આના પછી ન્યાયાભાનિધિ વિજયાનંદ સુરીશ્વરજીના સંવાડાના ઉપાધ્યાયજી શ્રી સોહનવિજયજીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રતનાં ચાળીસ ચિત્રા પૈકી ચાદ ચિત્રો અત્રે રજુ કરેલા છે. આ પ્રતનાં ચિત્રની કળાને બરાબર મળતી જ સુંદર ચિત્રાવાળી કલ્પસૂત્રની એક પ્રત શ્રીયુત જિનવિજ્યજીના સંગ્રહમાં છે, જે સંવત ૧૫૨ ના વિશાખ સુદી ૩ ના રોજ લખાવવામાં આવી છે. તેના પછી સંવત ૧૫૨૯માં લખાએલી માડવગઢના સંધવી મંડનના સંગ્રહની ઉત્તરાધ્યયન સૂત્રની સુવર્ણાક્ષરી શાહીથી લખાએલી પ્રતને વારો આવે છે. શ્રીયુત જિનવિજયજીના સંગ્રહમાંની તથા આ “ઉત્તરાધ્યયન સૂત્રની પ્રતનાં ચિત્રા સમયના અભાવે હું આ ગ્રંથમાં રજુ કરી શક્યો નથી. ત્યાર પછી આવતી, વવદ્ધ શરૂદેવ પ્રવર્તક શ્રીકાતિવિજયજીના સંગ્રહની વડોદરાના શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિરમાં આવેલી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત પૈકીના પિસતાલીસ ચિત્રોમાંના ત્રીસ ચિત્ર, તેમજ સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રી હવિજયજીના સંગ્રહમાંની કલ્પસૂત્રની તારીખ વગરની એક પ્રત (જે લગભગ પંદરમા સૈકાની શરૂઆતમાં લખાએલી હશે તેવું મારું માનવું છે તે)માંથી પણ પાંચ ચિત્રો તથા એક રંગમાં બોરો, પ્રસ્તુત ગ્રંથમાં છાપવામાં આવ્યાં છે. વળી તેમના જ સંગ્રહમાંની “ઉત્તરાધ્યયન સૂત્ર'ની પદરમા સૈકાની તારીખ વગરની એક પ્રતિમાંના તેત્રીસ ચિત્રો પૈકીનું એક ત્રિરંગી ચિત્ર (જુઓ ને. ૨૫૬) પણ અત્રે રજુ કરવામાં આવ્યું છે. ત્યાર પછી મારા મિત્ર શ્રીયુત ભેગીલાલ સાંડેસરાના સંગ્રહમાંની વૈષ્ણવ સંપ્રદાયની બાલગોપાલ સ્તુતિની પ્રતમાંથી ચાર ચિત્રો (ચિત્ર ન. ૨૫૧ થી ૨૫૪) તથા વડેદરા પ્રાચ્યવિદ્યામંદિરના ભાષાંતરખાતાના મદદનીશ શ્રીયુત મંજુલાલ મજમુદારના સંગ્રહમાંની સપ્તશતીની એક પ્રતિમાંનાં બાર ચિત્રામાંથી એક
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy