SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જેનાશ્રિત કળા અને તેને ઇતિહાસ ૫૩ અમદાવાદમાં મુસલમાની સુલનાનો લાવ્યા. હિંદુ સત્તાના અંત અને મુસલમાનોની ચડતીના એ વખતે, ખાસ કરીને ચૌદમા અને પંદરમા શતક લગભગમાં, એક પ્રજાકીય ઉત્થાન થયું જે જીવનના દરેક પ્રદેશને સ્પર્શી વળ્યું. તેનું મહત્ત્વ હજુ પણ પૂર્ણ રીતે સમજાયું નથી, કારણકે સામાજિક તેમજ ભૌગોલિક બંને દૃષ્ટિએ તેના પ્રત્યાઘાતો ભારતના દરેક પ્રદેશ ઉપર વિસ્તૃતપણે વેરાયા હતા. મહાકાવ્યોના દિવસે જતા રહ્યા હતા. સાહિત્ય સામ્રાજ્યમાં એ પંડિતાઈને જમાનો હતો. અલાઉદ્દીન ખિલજીના સરદારએ ગુજરાતના હિંદુ રાજ્યને પાયમાલ કર્યું ત્યાર પછી ચાલેલી અંધાધુંધીમાં નાસભાગ કરના બ્રાહ્મણોએ તે શારદાસેવન તજી દીધું; પણ મંદિર, પ્રતિમાઓ આદિની આશાતના થવા છતાં જૈન સાધુઓ પિતાના અભ્યાસમાં આમત રહ્યા અને શારદાદેવીને અપૂજ ન થવા દીધી. ભભકભર્યાં શિલ્પ અને પ્રયાસજનિત ભિત્તિચિત્રો માટે તે સમય ન હતો. તે સમય પ્રજાકીય ઉત્થાન અને સંસ્કૃતિના પ્રજાવાદને હાઈ પ્રાથમિક સર્જન કરતાં વિગતેની ઝીણવટને એ જમાને હતો. બેલૂર, આબુ, ખજૂરાહો અને ભુવનેશ્વર આ બધાં જ તે સમયમાં પ્રવર્તી રહેલા આ સામાન્ય તત્વની સાક્ષી પૂરે છે. નાના છબિચિત્રોના વિષયોના વિકાસને ઉદ્ભવ માત્ર અકસ્માત રૂપે જ નહ, કિંતુ તે વખતની ભાષા–અપભ્રંશ ભાષા પણ તે સર્વ દેશમાં લગભગ એકસરખી વપરાતી હતી. એમાં સર્વગમ્ય હતી તે ભાષાનાં તે તે દેશમાં અલગ અલગ રૂપાંતર થયા. અને આ સર્વગત ભાષા આપણું ગૂર્જરદેશમાં રહીને વિકાસને પામી ગુજરાતી દેશી ભાષાનું રૂપ લેવા લાગી તે પણુ આ જ સમયથી નર્મદ કવિ ગુજરાતી ભાષાને પ્રથમ યુગ આ સમયથી જ પાડે છે. તે કહે છે કે સંવત ૧૫૬ પછી મુસલમાની હાકેમીમાં ગુજરાતની તે ગુજરાતી, એવી રીતે ગુજરાતી ભાષા પ્રસિદ્ધિમાં આવી. તેવી જ રીતે પ્રજામાં ફેલાતી સંસ્કૃતિના અવશ્ય પરિણામ રૂપે જ આ કળાનો ઉદ્દભવ થયે છે. અતિ ભવ્ય કલ્પસૂત્રાના અને બીજાં સચવાઈ રહેલાં ચિત્રો ઉપરથી આ સ્પષ્ટ થાય છે. મોગલના અને પાછળથી હિંદુ રાજાઓના રાજ્યાશ્રય નીચે આવતાં - ધી મોગલ સમય પહેલાંનાં નાના છબિચિત્રાના સુદરમાં સુદર નમૂનાઓ આપણને આ ગુજરાનની નાશ્રિત કળા સિવાય બીજે ક્યાંય પણ મળી આવતાં નથી. કાગળ ઉપર ચિત્રકામવાળી પ્રતિમા સૌથી જૂનામાં જૂની કલ્પસૂત્રની તારીખવાળી પ્રત રાવ બહાદુર . હીરાનન્દ શાસ્ત્રીના સંગ્રહમાં છે, જેના ઉપર સંવત ૧૧રપમાં તે લખાયાની નોંધ છે. પરંતુ આપણે અગાઉ જાણી ગયા તે મુજબ તેનાં ચિત્રો પંદરમા સૈકાથી પ્રાચીન નથી જ. વિ.સ. ૧૪છરની સાલની કલ્પસૂત્રની એક પ્રન રૉયલ એશિયાટિક સોસાએટીની મુંબઈની શાખાની લાયબ્રેરીમાં છે, અને તે જ સંવતની એક મન લીમડીના શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સંગ્રહમાં (લિસ્ટ. નં. ૫૭ની) છે, તેના પછી કપસૂત્રની એક પ્રત વિ.સં. ૧૮૮૪ (ઈ.સ. ૧૪૨૭)ની, લંડનની ઇડિયા સિમાં, ૧૧૩ પાનાની, રૂપેરી શાહીથી લખેલી છે. તે પછી વિ.સં. ૧૪૮લ્માં લખાએલી વયાગ્રહ આચાર્ય શ્રી જયસુરીશ્વરજીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રતને વારે આવે છે, જેમાનાં એકવીસ ચિત્રા પૈકીનાં બે ચિત્રા નમૂના તરીકે અને ચિત્ર. નં. ૧૮૪-૧૯૫મા) રજુ કર્યા છે. ત્યાર પછી સંવત ૧૫રરમાં યવનપુર (હાલના જોનપુર)માં લખાએલી, વડોદરાના નરસિંહની પિોળના નાન
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy