SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ જૈન ચિત્રક૫મ મણિલાલ બોરભાઈ વ્યાસે મારા ઉપર ઉતારીને એકલી હતી, તેને પણ સંશોધનમાં ઉપયોગ કર્યો છે.' તેઓશ્રીનું આ કથન પણ મારી માન્યતાને વધારે પુષ્ટિક્ત છે, કારણકે સંશોધનકાર્યમાં જે બે પિથીઓને ઉપગ કરવામાં આવ્યો તે બે પથી પણ જૈન પિથાઓ જ હતી અને તેથી આ કાવ્યને કર્તા મૂળે જૈન અને તેને પ્રચાર પણ જેમાં વધારે હોવાની મારી અટકળ સાચી ઠરે છે. લખાણની તારીખ ભાદરવા સુદ ૫ ને મહામાંગલ્ય પંચમી તરીકે ઓળખાવી છે. ભાદરવા સુદ ૫ ને આજે પણ મહામાંગલ્ય પંચમી તરીકે જેમાં ગણવામાં આવે છે, તેનું કારણ એ છે કે જૈન સંપ્રદાયનાં મહામંગલકારી પર્યુષણ પર્વની સમાપ્તિ ભાદરવા સુદ ૫ ના રોજ પહેલા થતી હતી, પરંતુ કાલકાચાર્યએ પંચમીની ચતુથી કરી ત્યારથી તેની પૂર્ણાહુતિ ભાદરવા સુદ ૪ના રોજ થાય છે, જે પ્રથા આજે પણ ચાલુ છે. પરંતુ પ્રથાની યાદગીરી નિમિતે ભાદરવા સુદ ૫ ના દિવસને મહામાંગલ્ય પંચમી તરીકે જૈન સંપ્રદાયમાં સાધવામાં આવે છે, જ્યારે વૈદિક સંપ્રદાયમાં તેને ઋષિપંચમી તરીકે ઓળખવામાં આવે છે. કાવ્યના લેખક પણ એક જૈન આચાર્ય છે, સામાન્ય સાધુ નહિ. આચાર્યની પાસે ઘણા શિષ્ય સાધુઓ હોય છે. શિષ્ય વગરના સાધુને આચાર્ય જેવી જોખમદાર પદવી જૈન સંપ્રદાયમાં કદાપિ આપવામાં આવતી ન હતી. આ બધાં ઉપલબ્ધ સાધન ઉપરથી મારી માન્યતા એવી છે કે આ કાવ્યના લેખક આચાર્ય રત્નાગર પોતે જ આ કાવ્યના બનાવનાર લેવા જોઈએ. મુનિમહારાજ શ્રીપુણ્યવિજયજીના “ભારતીય જન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળાના લેખમાં જણાવાઈ ગયા મુજબ આચાર્યો તથા વિદ્વાન સાધુઓ ઘણુ વખત પિતાની ખાસ કૃતિઓ પોતાના હાથે જ લખતા. વળી “ઉપદેશતરંગિણું” વગેરેના સમકાલીન અવતરણ ઉપરથી એમ પણું અનુમાન થઈ શકે છે કે આચાર્ય રત્નાગરની આ કૃતિ તે વખતે જન સમાજમાં બહુ પ્રચલિત હશે. આ સિવાય તેને લખાવનાર ચંદ્રપાલ પણ ન હોવાના પુરાવાઓ મારી પાસે છે, પરંતુ તે વિસ્તારભયથી અત્રે ન આપતાં આટલા જ પુરાવા આપીને સંતોષ માનું છું. દિલગીરી માત્ર એટલો જ છે કે આ ઐતિહાસિક કલાકૃતિ ગમે તે રીતે આજે વૈશિંગ્ટનના Freer Galley of Arમાં પહોંચી ગઈ છે, અને ત્યાં સુરક્ષિત છે. ગુજરાતનાં લાકડા ઉપરનાં જૈનાશ્રિત ચિત્રકામ તથા કતરકામ આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં જ લાકડાં ઉપરના ચિત્રકામ પણ મળી આવે છે. મળી આવેલાં લાકડાં ઉપરનાં જેન ચિત્રકામ, સૌથી જૂનામાં જૂનાં વિ. સં. ૧૪૨૫ના તાડપત્રની માલધારી શ્રી હેમચન્દ્રસૂરિવિરચિત ઉપદેશમાલાની “પુષ્પમાલા વૃત્તિની પ્રતની ઉપર નીચેની લાકડાની બે પાટલીએ ઉપર છે. દરેક પાટલીની લંબાઈ ૩૭ ઈચ અને પહોળાઇ ૩ ઈંચ છે. આ બંને પાટલીઓ ઉપર ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના પૂર્વના દસ ભ તથા પંચકલ્યાણકના પ્રસંગે બહુ જ બારીક
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy