SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જનશ્ચિત કળા અને તેને ઈતિહાસ નામ જ રાખવાનું તેના રચનારે યોગ્ય ધાર્યું હશે એમ સહેજે કલ્પના થઈ શકે તેમ છે. તેઓશ્રીની ત્રીજી કલ્પના એ છે કે “સમગ્ર કાવ્યમાં કોઈપણ સ્થળે જન ધર્મને સુવાસ જુરતો નથી, તેથી એ જેનેતર એટલે વૈદિક કવિ હેય. આખા કાવ્યમાં જેને ધર્મને કોઈપણ સ્થળે સુવાસ સૂરતો નથી એટલે એને કર્તા જેનેતર કવિ હોય તેમ માનવાની કોઈ પણ જરૂર નથી, કારણ કે તેમાં જેમ જેને ધર્મને સુવાસ ફરતે નથી તેમ વૈદિક ધર્મને નામનિર્દેશ પણ સમગ્ર કાવ્યમાં મળી આવતા નથી. વળી તેઓશ્રી ઠેઠ સત્તરમા સૈકામાં થએલા જૈનેતર કવિકૃત દ્વાદશ માસ, ફાગણ, કડી ૩ માંની નીચે મુજબની છાયા માત્ર ઉપર આપણું ધ્યાન ખેંચીને આ શૃંગારિક કાવ્યના કર્તા જેનેતર હેવાની એક ચેથી કલ્પના કરે છે - કેસુ કુસુમની પાંખડી (વાંકડી થઈ પેર). જાણે મન્મથ આંકડી રાંકડીને કરે કેર.” પરંતુ જૈન સાધુ રનમંદિરગણિ કૃત “ઉપદેશતરંગિણી' કે જેની એક પ્રત પૂનાના ડેક્કન કોલેજના સરકારી સંગ્રહમાં (એટલેકે આ “વસંતવિલાસ' કાવ્ય લખાયા પછી અગીઆરમે વર્ષે જ લખાએલી) સંવત ૧૫૧૯ના ચૈત્ર સુદ ૨ ના દિવસે લખાએલીજી છે તેમાં આ કાવ્યની ૭૮મી ટ્રક સખિ! અલિ ચરણ ન ચાંપઈ ચાંપઈ લિઈ નવિ ગબ્ધ, રૂડઈ દેહગ લાગઈ આગઈ ઈસુ નિબધુ. ૭૮ થોડા નજીવા ફેરફાર તથા કાવ્યના નામ સાથે અવતરણ તરીકે પાના ૨૬૮ ઉપર લીધેલી છે? बसन्तविलासेऽपि અલિયુગ! ચરણ ન ચાંપએ, ચાંપએ અતિ હિ સુગન્ધ રૂડએ દેહગ લાગએ આગએ એહ નિબ. ૫ | પ્રસ્તુત સમકાલીન અવતરણ ઉપરથી તેઓશ્રીની આ કલ્પના પણ નિર્મળ કરે છે અને આ શૃંગારિક કાવ્યના કર્તા તરીકે જૈન જ હેવાની આપણું દલીલોમા એક વધારે દલીલ મળી આવે છે. વળી તેઓશ્રી જાતે જ “પ્રાચીન ગુર્જર કાવ્યની પ્રસ્તાવનાના પાના ૧૩ ઉપર જણાવે છે કે “પ્રસ્તુત પ્રતમાં આરભની છ તકની નાશ પામી હેવાથી તથા બચેલી તક્તીમાંથી કેટલીક દુર્વાચ્ય નીવડવાથી “વસંતવિલાસની બીજી હાથપ્રત મેં પૂનાના સરકારી સંગ્રહમાંથી મેળવી હતી. તે પ્રત પિથીના આકારમાં હતી. એમાં કુલ પત્ર આઠ, પૃષ્ઠ વાર લીટી અગિયાર અને દરેક લીટીમાં અક્ષર અડતાળીસ હતા. ગ્રંથમાન બસે પચીસ હેક આપ્યું હતું. પ્રત જૈન દેવનાગરી લિપિમાં ઉતારેલી હતી. તે સુવાચ્ય હતી, પણ બહુ શુદ્ધ ન હતી. ઓળીઆની અને પિથીની ગુજરાતી તકે લગભગ સમાન હતી. .... આ બે પ્રનો ઉપરાંત સુરતના સાહિત્ય પ્રદર્શનમાં રજુ થએલી એક જૈન પિવીમાંથી ‘વસંતવિલાસની કેટલીક ગુજરાતી કડીઓ જૂની ગુજરાતીના રસિયા સદગત ૪૩ ‘ઉપદેશતરંગણી' પ્રતાવના પાનું ૨.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy