SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ એ જીવન જીવી ગયો! રમેશની ઝળહળતી કારકિર્દી પર પ્રકાશ જીવનનું મૂલ્યાંકન માનવી કેટલી લાંબી જીંદગી જીવ્યો તે પર નથી, પણ કેવી રીતે જી, કેના માટે છે અને જેટલું છો તે દરમિયાન એણે શું કર્યું, તે પર જ જીવનનું મૂલ્યાંકન થાય છે. પશુવત જીવન જીવનારા, માત્ર પેટભરા કે પિતાના સ્વાર્થ ખાતર જ જીવનારાઓનો તો તોટો જ નથી. પણ હંમેશા એક વાત યાદ રાખવી કે પરોપકારાય સતા વિભૂતપ: હંમેશા પાપકાર માટે જ સંતા જીવે છે. આગળ કહ્યું એમ લાંબી જિંદગી જીવ્યા કરતાં ટૂંકી પણ સદાય યાદગાર જીંદગી જીવી જનારા જ સંત કહેવાયા છે, મહાપુરૂ કહેવાયા છે જન્મીને પોતાનું કાર્ય પતાવી દઈ સારી વ્યક્તિઓ ઝાઝું જીવતી નથી. એવી જ એક વ્યક્તિની અહીં વાત કરું છું, અને તે બીજી કોઈ વ્યકિત નહિ; એ છે પરોપકારી જીવ રમેશ અમૃતલાલ શાહ મા-બાપના લાડીલા લાલા કુમાર રમેશને જન્મ વઢવાણ શહેરમાં થયો હતોમાતાનું નામ હીરાબહેન ખરેખર હીરાબહેનને એ ઝગમગત હીરે જ હતો. માતાની પરોપકારીવૃત્તિ અને પિતાનું સૌજન્ય. સત-જીવનચરિત્રની એનામાં ઝાંખી થતી હતી. બીજા માટે જીવવાની મા-બાપની વૃત્તિનાં એ બાળકમાં નાનપણથી જ દર્શન થતાં - આવા આદર્શ માતા હીરાબહેન અને પિતા અમૃતલાલ શાહનાં જીવનમાં એ રમેશે ખરેખર અમૃત જ રેડયું હતું. બાળપણ બેરીવલીમાં જ વીત્યુ ગોપાળજી હેમરાજ હાઈસ્કૂલમાંથી એસ. એસસી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી, ઈલેકટ્રીક વાયરમેનનો ડિપ્લેમાં બીજા વર્ગમાં મેળવી, આગળ રેડિયો મીકેનીકનો અભ્યાસ એણે શરૂ કર્યો હતો સાથે સાથે પિતાના જમણા હાય સમો એ બનીને ડબદર રોડ પર આવેલ મહાવીર ઈલેકટ્રીક સ્ટોરમાં પિતાનું બધું કામ એણે સંભાળી લીધુ હતુ પિતાની ગેરહાજરી કેઈને ન સાલે એ રીતે એ કુમાર રમેશ વર્તતે હતો શ્રી અમૃતલાલભાઈ જ જાણે બેઠા હોય તે રીતે સૌની સાથે એ મધુર વાતચીત કરતો અને હું તે સદાય કહેતો કે, એના મોઢામાંથી ફૂલડાં ઝરે છે નાની વયમાં જ અનેક ઈલેકટ્રીકનાં કામે એણે સંભાળ્યા હતા. જયા ટેકિઝમાં તે ઈલેકટ્રીક સુપરવાઈઝર તરીકે હતો માતાપિતાને બધા જ સદ્ગણે એનામાં ખીલી ઊઠયા હતા તે અનેક સેવાકાર્યોમાં આગેવાનીમ ભાગ ભજવતો. માતાની સમસ્કારનો વારસે એણે દીપાવ્યો હતો માતાના દરેક પોપકારી કાર્યમાં રમેશને પૂર્ણ સાથ હતો અનેક સેવાકાર્યોમાં રમેશની દોડાદોડ હોય જ કઈ પણ દુઃખીવાની વહારે એ દેડી જતો હતો. મોટર ડ્રાઈવીંગ જાણતો હતો, એટલે એ કોઈની પણ હારે જવામાં સૌથી મોખરે હોય. રાત-દિવસ જોયા વગર માતાના દરેક કાર્યમાં–પિતાના બધા જ શુભકાર્યોમાં એ મોખરે રહેતા લાયન્સ કલબ બેરીવલી-દહિંસર તરકથી કોલેરાની રસી મૂકવાની ઝુંબેશ ચાલતી હતી ત્યારે પાંચ દિવસ સુધી ખાવાપીવાની પરવા કર્યા વગર એ કામે લાગી ગયે હતો. તબીબે, નર્મો અને કાર્યકરોને કેન્દ્રમાં લઈ જવાના કાર્યમાં. તબીબેને દરદી પાસે લઈ જવામાં રમેશ જ મોખરે હોય * * * * *- — -- ન - ન
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy