SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રસિકલાલ મણીલાલ મહેતાની જીવન-ઝરમર મદ્રાસના અગ્રગણ્ય નાગરિક, વિશાળ એવી પ્રજ્ઞા–મેધાથી મંડિત વ્યાપાર ઉદ્યોગપતિ શ્રી રસિકલાલ મણીલાલ મહેતાનું વ્યક્તિત્વ અનેકવિધ ક્ષેત્રમાં સબળતાને વર્યું હતું, અને એટલે જ કદાચ એમની પાસે સ્વાનુભવના અને ધર્યના પ્રસંગેની તે ખાણ હતી. ઉત્તર ગુજરાત-બનાસકાંઠા ધાનેરામાં ૧૯૨૧ ના ૧૫મી નવેમ્બર દિવાળીના દિવસના પૂર્વમાં તેમને જન્મ થયે હતો. પિતાનું નામ મણભાઈ, માતાનું નામ પારૂબેન. પિતાશ્રી મણીભાઈ હીરાના વેપારમાં હતા. તેમના બંધુ ચંદુભાઈની સાથે મણલાલ ચંદુલાલ એન્ડ કુ.” ની સ્થાપના કરી હતી. તેમાંથી છૂટા થયા બાદ હાલની જાણીતી “મણીલાલ એન્ડ સન્સ કુ. ની તેમણે સ્વતંત્ર સ્થાપના કરી હતી. શ્રી રસિકભાઈએ પ્રાથમિક શિક્ષણ મદ્રાસમાજ મેળવ્યું હતું. ૧૯૩૮ માં મેટ્રીકયુલેશન પાસ કર્યા બાદ વ્યાપારમાં જોડાયા હતા. ઉમદા ખ્વાહિશે સાથે વેપારમાં પ્રવેશ કર્યો ત્યારે શી ખબર કે બીજે જ વર્ષે માતાના અવસાન રૂપ વિટંબણું કુટુંબ ઉપર આવી પડશે . ૩૮ વર્ષની વયે પારૂબેનનું અવસાન થયું ત્યારે રસિકભાઈની ઉમ્મર ફક્ત ૧૮ વર્ષની હતી. ૧૮ વર્ષના યુવાનની કર્તવ્ય, સહનશક્તિ અને ધીરજની કસોટી કરવા પર કુદરતે મીટ માંડી હોય તેમ પિતાશ્રીની તબિયત પણ લથડતી ચાલતી હતી. તેમની સેવા, સંભાળ સારવારની જવાબદારી પણ રસિકભાઈની ઉપર આવી પડી એમણે આ જવાબદારીને હિંમત પૂર્વક ઉઠાવી લીધી એટલુંજ નહિ, તે સાથે વ્યાપારી જ્ઞાનાનુભવની પ્રતિમા કચાશ રહેવા ન પામે તે પણ એમણે લક્ષમાં રાખ્યું. લગ્ન ઈ. સ. ૧૯૪૦ મા ધર્મપત્નીનું નામ જયાબેન રસિકભાઈનું દામ્પત્ય જીવન ખૂબજ સુખી હતુ. પતિ પત્ની બને એકમેકના પૂરક થયા. એવું સંતોષી અને આનંદી જીવન ગુજાર્યું. યુદ્ધ સમયે, મદ્રાસ ખાલી થવાના સ જે ઉપસ્થિત થયા એ વેળાએ કેટલેક સમય પાલનપુરમાં ગાળ્યું. એ વખતે મદ્રાસ, કારાકુડી વિ. દક્ષિણ ભારતના સ્થળોએ એમની ધંધાકીય પ્રવૃત્તિ અંગે આવાગમન તે ચાલુજ રહેલું. ૧૯૪પમાં તેમના જયેષ્ઠ પુત્ર શૈલેશનો જન્મ પાલનપુરમા થયા. આ અરસામાં યુદ્ધ પૂરું થતાં મદ્રાસનું રહેઠાણ પુનઃ ચાલુ કર્યું. પિતાશ્રીની માદગી પણ વધુ જોર પકડતી ચાલી. ૧૪૭ માં ૧૫ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. એ વખતે ભાઈશ્રી રસિકભાઈની ઉમર ૨૬ વર્ષની અને નાના ભાઈ રજનીકાંતની ઉમ્મર ૨૩ વર્ષની હતી.
SR No.010389
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages929
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size61 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy