SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ] जैन साहित्य संशोधक [खंड ३ છે ઉપર્યુક્ત આગમકારોના કથન ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે કે સર્વ જીવોને પોતાની તનો પાસ કરવામાં ને વિકાસ કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર અવકાશ છે. નગેદિક વો વિકાસને ન પામે તેમ નથી, ને સ્વર્ગીય વૈમાનિક છે હાસને ન પામે તેમ પણ નથી. હાસને વિકાસને આરંભ તેઓની પ્રવૃત્તિ ઉપર આધાર રાખે છે. વિચારક આ ઉપર સારી રીતે વિચાર કરશે ને આ કરતાં વિશેષ મૂલ-આગમ સ્પર્શી ખુલાસો બહાર મૂકશે -શ્રીહર્ષચંદ્રજી સ્વામી (૩) કેટલાક વિચારવા લાયક પ્રશ્નો જૈન વિદ્વાને માટે ખરી ચર્ચાનું મેદાન - ૧. અંગ્રેજો પૃથ્વીને પરિધ એટલે ઘેરા લગભગ પચીસ હજાર મેલ બતાવે છે એ વાત રદ કરવા કઈ જૈન વિદ્વાન સ્પષ્ટ પ્રમાણે આપી શકે છે? ૨. અહીં ત્યારે સૂર્ય આથમે છે ત્યારે અમેરિકામાં ઉદય થાય છે. ત્યાં આથમે છે ત્યારે અહીં ઉદય થાય છે. અને તે વાત તારથી પણ લોકોએ સિદ્ધ કરી છે. ત્યારે અમેરીકા ખંડને કયા ક્ષેત્રમાં ગણવો? કુ. અમેરિકા જવું હોય તે પશ્ચિમના માગે એટલે મુંબઈથી હિંદી મહાસાગરના રસ્તે કેપગુડહાપ વટાવી. આટલાંટિક મહાસાગર એલંઘી ને પણ અમેરિકા જઈ શકાય છે. અને પૂર્વના માર્ગ એટલે મદ્રાસથી મહાસાગરના પૂર્વ ભાગમાંથી સિંગાપોર, ચીન, જાપાન થઈને પાસિફિક મહાસાગર પસાર કરીને પણ અમેરિકા પહોંચી શકાય છે. એમ એકથી ઉલટી દિશાએ અમેરિકા-ચિકા જેવા શહેરમાં લોકો પહોંચી શકયા છે. તે પૃથ્વી દડા જેવી ગેળ હોય તો જ બને એમ અંગ્રેજો કહે છે. તે વાતને કોઈ જૈન તોડી નાખવા સમર્થ છે? Y. સર્વે માગશર પાપમાં જ્યારે છેક દક્ષિણાયન થાય છે ત્યારે ઠેઠ લવણું સમુદ્રમાં ૧૧૯ માંડલા કરે છે. વારૂ ત્યારે છેક દક્ષિણાયન વેલા જે સૂર્યપરથી સમશ્રેણીની સીધી લીટી લઈએ તો તે લવણમાં પડે. તે એ સમ અલીટીથી જે દક્ષિણમાં દેશ હોય તે જંબુદ્વીપમાં ગણવો કે લવણમાં? તેમ છેક ઉતરાયણ થાય છે ત્યારે ઠેઠ નિષધ પર્વત ઉપર હોય ત્યારે તેથી ઉતરના દેશને શું મહાવિદેહમાં ગણવા ? ઉપરના પ્રશ્નો ઉપરથી એ શંકા થાય છે કે લવણ સમદ્રની ગતી કેમ ઉલંગી દક્ષિણમાં જવાય ? અને વતાયાદિ પર્વત ઉલંગીને ઉત્તરમાં કેમ જવાય ? અને હિંદુસ્તાનના લોકે ઉત્તર અને દક્ષિણમાં ઉપલી હદ-એટલે મકરવૃત્ત અને કર્કવૃત્તની આગલી જાય છે આવે છે તેનું શું કારણ? આવનાર અને જનારને સાશ્વતી પ્રતીમાઓ, જુગલીઆના ક્ષેત્રાદિ વચમાં આવતા નથી તે કેમ ? ઉપરના ૪ પ્રશ્નો કચ્છ-કેડાયના પ્રોફેસર રવજી દેવરાજના છે. હવે નીચેના પ્રશ્નો હું લખું છું. ૧. સૂર્યના ૧૮૪ માંડળાના યોજન ૩૬૮ થાય. તે હમણાના ભૂગોળનાં નકશામાં મકરવૃત્ત અને કર્કવૃત્તની લીટીઓ સપ્રમાણ દેખાડી દીધી છે. તેના મૈલ પણ ચોકસ છે. તો આપણે જે જન કેટલા ગાઉનું માનવું? ૨. અસલનાં વિમાને ૧૭ હજાર જેજન ઉચે ચડીને પછે જ્યાં જવું હોય ત્યાં જતા. ત્યારે હમણાના વિમાને અઢીગાઉ (પાંચ મૈલથી) વધારે ઉંચે (ઠંડીના કારણથી) નથી જઈ શકતા, તેની કેમ સમાધાની કરવી ? Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy