SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩] जैन तत्त्वचर्चा [ ૩૬૭ (૫) આ પ્રમાણે આ અવ્યવહાર ને વ્યવહાર રાશિઘટક ઘટના જૈનદર્શનમાં જણાય છે. આ ઘટના ગમે તે પુસ્તક ઉપરથી ઉપસ્થિત થઈ હોય, વા, ગમે તે પરંપરા પરિચિત વિચારો ઉપરથી થઈ હોય. આ આગમ સમ્મત છે કે કેમ એ તપાસીએ તે પહેલા કોઈપણ ઈસમ એમ પ્રશ્ન કરશે કે આ અવ્યવહાર ને વ્યવહારરાશિ ઘટને શા આધારે થઈ ? એમ હવામાં શું પ્રમાણ છે? એવો શે નિયમ જીવ કેદી કેદખાનામાં પોતાની શિક્ષા પૂરી કર્યા પછી પણ કેદખાનામાંથી ન જ છકી શકે? એટલે કે પ્રકૃતિબંધ, રસબંધ વિગેરે બંધસ્વરૂપને-બદલામાં દુઃખરૂપ સંપૂર્ણ ફલને-વેદ્યા પછી શાને વિકાસ (ઉન્નત કેટિ)માં ન આવી શકે ? (૬) મતલબ એ છે કે કેઈપણ જૈનદર્શનના સારામાં સારા અભ્યાસીને આ વાર્તા વિચાર કરતાં બંખલાબદ્ધ છે એમ તો નહિ જ લાગે. ત્યારે એમ કહેવામાં આવશે કે ભવ્ય ને અભિવ્યની ઘટના જેમ ઘટાડવામાં આવી છે તેમ આ પણ છે. ઉત્તર એ થશે કે તે ઘટના આગમસિદ્ધ છે, પણ આગમ વિરૂદ્ધ નથી. પણ આ ઘટના આગમોક્ત હોય તેમ જણાતી નથી. ઉલટી આગમ વિરૂદ્ધ છે એમ આગમ વિચારતાં લાગશે. આગમમાં અવ્યવહાર ને વ્યવહાર રાશિ એવા શબ્દો જણાતા નથી. તેમ આ ઘટના જે બતાવી, તે પણ જણાતી નથી. (૭) આગમ (શાસ્ત્ર)કારે ઉપર્યુક્ત વિચારથી તદ્દન જુદા પડી જાય છે. કારણ એ છે કે, છે પિતાની ક્રિયાથી જ ઉપર જાય છે, ને નીચે આવે છે. જે ક્રિયાના બલથી જીવ જે સ્થાન (ગતિ)માં જાય છે, ત્યાં તે ક્રિયાનું બલ (ભોગવવારૂપ ફલ) પૂર્ણ થતાં તે ત્યાંથી છૂટી જાય છે. અર્થાત નિગદ કે એવી એક પણ કોઈ ગતિ નથી, કે જે જીવનું અનાદિવ કે અનંતત્વ રાખી શકતી હોય, સંસારસ્થિતિએ અવને ભલે અનાદિત્ય ઠરતું હોય, પણ કેાઈ ગતિ-સ્થિતિએ જીવનું અનાદિત સાબિત થતું નથી. આમ જે ન માનીએ તે જુઓ પ્રજ્ઞાપના સૂત્ર ( ઉપાંગ પૈકી ચોથું ઉપાંગ). (૮) ૧૮માં કાયસ્થિતિપદમાં તે સૂત્ર કહે છે કે-જીવ, સૂક્ષ્મ નિગોદમાં જધન્યમાં જધન્ય (ઓછામાં ઓછો રહે તે એક અંતર્મત, ને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્સર્પિણી ને અવસર્પિણી રહે છે. પછી જરૂર નિકલી છવ સ્થાનાંતર કરે છે. એમ નહિ તો જુઓ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (આગમેદય સમિતિ ) શતક ૧૨ મું, ઉદ્દેશ છમ. સૂત્ર *૪૫૭-૫૮, પત્ર ૫૭૯-૫૮૦ “ આખા આ વિશાલ લોકમાં એક પરમાણુ પુદગલ માત્ર રહી શકે તેવો એક સૂક્ષ્મ પ્રદેશ ખાલી રહી શક્યો નથી કે જેમાં આ જીવે જન્મ ને મૃત્યુની પ્રવૃત્તિ ન કરી હોય. વાડામાં રહેલું ઘેટાનું ટોળું જેમ વાડાના નાનામાં નાના દરેક ભાગને પિતાના શરીરના દરેકે દરેક અશુચિ પદાર્થોથી, ને દરેકે દરેક શરીરના અવયવોથી સ્પર્યા વિના બાકી રાખતું નથી, તેમ આ જીવે લેકના કોઈપણ પ્રદેશને સ્પર્યા વિના બાકી રાખ્યો નથી.' ( સૂત્ર ૪૫૭) વળી, જુઓ “રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લક્ષ નરકાવાસ છે. તેમાં દરેકમાં પૃથ્વીપણે યાવત વનસ્પતિપણે ને નૈરયિકપણે આ જીવ અસકૃત (અનેક વખત ) અથવા અનંત વખત ઉત્પન્ન થયો છે. એમ જ સાતે નરકમાં, તિર્યંચ નિમાં, મનુષ્યની સર્વ યોનિમાં, અસુર કુમારના ભવનમાં, તેમ ત્યાં રહેલા શયન આસન ઉપકરણ વગેરેમાં ને ત્યાં જે દેવ દેવી હોય તે સર્વમાં, આ જીવ અનેક વખત વા અનંત વખત જઈ આવ્યો છે. એ જ પ્રમાણે સર્વ વ્યંતર, સર્વ જ્યોતિષી ને સર્વ વૈમાનિકના સ્થલમાં પૃથ્વી જય વનસ્પતિમાં શયનાસનમાં ને અનુત્તરોપપાતિક દેવ સિવાય સર્વ દેવદેવીમાં આ જીવ અનેક વખત વા અનંત વખત જઈ આવ્યા છે. એમ સર્વ જીવો સર્વ સ્થલે અનુકૂળ પ્રતિકૂલ સર્વ સંબંધપણે જઈ આવ્યા છે.' ( સૂત્ર ૪૫૮ ) * મૂલ સૂત્ર વિસ્તીર્ણ હોવાથી દાખલ કર્યો નથી. Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy