SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ] जैन साहित्य संशोधक [ खंड ३ વિગેરેને અપવાદ તરીકે ગણાવે છે. સમરાદિત્ય કથાને અપવાદરૂપ ગણવી કે કેમ તે શંકાસ્પદ છે, કારણ કે ત્રણ પ્રતમાં “વિરહ” શબ્દ છેલ્લા લોકમાં છે. કિંવદંતી પ્રમાણે આ “વિરહ' ચિન્હનું કારણ હરિભદ્રના ભાણેજ અને શિષ્યો હંસ અને પરમહંસનું મરણ છે; જો કે આ બાબત એમના પિતાના કોઈ લખાણમાં જોવામાં આવતી નથી. આ વાતમાં વખતે કંઈક સત્ય પણ હોય, પરંતુ આને જે એક બનેલી હકીકત કહી શકતા હોઈએ તે આ સામાન્ય બાબતમાંથી એક વિચિત્ર બનાવોથી ભરપૂર એવી એક લાંબી કથા ઉદ્દભવી, અને તેણે હરિભદ્રના જીવનને લગતી ચાલતી વાતમાં એક મોટો ભાગ ભજવ્યો છે. પ્રભાવચરિતમાં આપ્યું છે તે મુજબ એમને એક ભાગ અહિંયા હું ટાંકુ છું. એમની બહેનના પુત્રો હંસ અને પરમહંસે કંટાળીને પિતાના બાપનું ઘર છોડ્યું, અને એમના શિષ્યો થઈ એમની પાસે પ્રમાણવિદ્યા શીખવા લાગ્યા. તેઓ બૌદ્ધોના કે શહેરમાં એ લોકોના શાસ્ત્ર શીખવા ઇચ્છતા હતા, પરંતુ હરિભદ્રને એમાં આપત્તિ દેખાવાથી એમને ન જવા સમજાવ્યું. છતાં પણ તેઓએ હઠ પકડી અને વેશ બદલી ત્યાં ગયા અને કેાઈ બૌદ્ધ ભિક્ષુ પાસે અભ્યાસ કર્યો. જૈન ધર્મ સામેના બૌદ્ધ ધર્મના વાંધાઓ બરાબર સમજી લઈ તેઓએ કેટલાક પાનાઓ ઉપર બધાનું ખંડન લખ્યું. પવનના ઝપાટાથી એ પાનાં પેલા ભિક્ષુ પાસે ઉડીને ગયાં, તેથી એને લાગ્યું કે પોતાના શિખ્યામાં કોઈ જૈન યતિ છે. આ શોધી કાઢવા માટે તેણે દરવાજાની વચમાં જિનની એક મૂર્તિ મૂકાવી કે જેથી દરેકને તેના ઉપર થઈને ચાલવું પડે, પરંતુ પેલા બે ભાઈઓએ મૂર્તિની છાતી ઉપર ચાકવડે યજ્ઞોપવીત ચીતર્યું એટલે પછી એના ઉપર પગ મૂકવાનો એમને કંઈ વાંધો ન રહ્યો. હવે બૌદ્ધ ભિક્ષુએ બીજી યુક્તિ કરી. ઉપરના કોઈ એરડામાં એણે બધાય શિષ્યને પુરી એમની પાસે ચોકીયાત ગેઠવ્યા, અને ત્યારે બધા સુઇ ગયા ત્યારે તેમણે મકાનની ઉપરના ભાગ ઉપરથી માટીના ઘડા ગગડાવવા માંડ્યા. ઉઘતા શિષ્યો ભયમાં એકદમ ઝબકી ઊડ્યા, અને પોતપોતાના ઈષ્ટ દેવતાઓની પ્રાર્થના કરવા લાગ્યા. આ પ્રમાણે જિનની પ્રાર્થના કરતા પેલા બે ભાઈઓ પકડાઈ ગયા, પરંતુ તે બંનેએ બે છત્રીઓ લીધી અને બારીમાંથી બહાર કુદી પડ્યા. બીલકુલ ઈજા વગર તેઓ નીચે આવ્યા, અને ત્યાંથી જેસભેર નાઠા. બૌદ્ધ સૈનિકો એમની પાછળ પડ્યા, અને જ્યારે નજદીકમાં આવ્યા ત્યારે હંસે પિતાના ભાઈને પાસેના શહેરના સુરપાલ રાજાનું રક્ષણ લેવાની સૂચના કરી, કે જે તેને રક્ષણ આપે તેમ હતું. એ પછી હંસે પિતાના શત્રુ સાથે લઢી, ઘણુઓનો સંહાર કર્યો, અને છેવટે મરણ પામ્યો. પરમહંસ સુરપાલ પાસે રક્ષણ માટે પહેઓ કે થોડા વખતમાં પાછળ પડેલા સીનકા ત્યાં આવી લાગ્યા, અને સુરપાલ પાસે એની માગણી કરી. પરંતુ રાજાએ પિતાને આધ્યે આવેલાને સેંપવાનો ઇન્કાર કર્યો. અને કહ્યું કે એક વાર ગોઠવો જોઈએ, અને એમાં એ જે હારી જાય તો પછી એ સ્થિતિમાં મને જેમ યોગ્ય લાગશે તેમ હું એની સાથે વર્તીશ. બૌદ્ધો કબુલ થયા, પરંતુ એક શરતે કે એમની સામીવાળાએ પડદા પાછળ રહેવું કે જેથી એવા હલકા માણસનું મુખ એમને જોવું ન પડે. જે વાદવિવાદ ચાલ્યો તેમાં બૌદ્ધો તરફથી એમની શાસનદેવતા હતી, કે જે અદશ્ય હતી, પરંતુ કોઈ ઘડાના મુખમાંથી બોલતી હતી. ત્યારે વિવાદ આમ થોડા દિવસ ચાલ્યો ત્યારે પરમહંસ કંટાળ્યો અને એના ગણની શાસનદેવી અમ્બાને પ્રાર્થના કરી. તેણીએ તેની સામે કોણ હતું તે કહ્યું અને વિવાદ કેમ આગળ ચલાવવો તે સમજાવ્યું. આ પ્રમાણે પરમહંસે પિતાના વિરોધીઓને હરાવ્યા, અને પછી પડદો ઉંચો કરી ઘડાના ચૂરેચૂરા કરી નાંખી બૌદ્ધ ઉપર કપટાઈ ભર્યા વર્તનનું આળ પણ મૂકયું. રાજા બૌદ્ધોની દુષ્ટ વૃત્તિ સમજી ગયો હતો, એટલે એણે કહ્યું કે જે એને હરાવ્યા પછી પકડશે તે તેમ વગર વાંધે કરી શકશે. પછી તેણે પરમહંસને ઈશારો કર્યો, અને એ એને અર્થ સમજી તુર્ત ત્યાંથી જેમ બને Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy