SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ समराइच्च कहानी प्रस्तावना [ ૨૧ પારિભાષિક અર્થમાં જોઈએ તો આપણે ખાસ કહેવું જોઈએ કે હરિભદ્ર પ્રકરણના જ કર્તા છે. પદ્ધતિસર શાસ્ત્રીય રૂપમાં જે ગોઠવાયેલું હોય તે પ્રકરણ કહેવાય છે. ગમે તેમ લખાયેલા અને આડી અવળી કથાઓથી ભરપૂર એવા આગમોથી આ તદ્દન નિરાળી વસ્તુ છે. આ પ્રમાણે લખવાની પદ્ધતિ મૂળ તો બ્રાહ્મણોથી શરૂ થઈ અને એમનું આવું કેટલુંક જૂનું સાહિત્ય જોવામાં આવે છે. ઉમાસ્વાતિનું યા ઉમાસ્વામિનું તત્ત્વાર્થાધિગમ સૂત્ર એ જૈન સાહિત્યમાં આ પ્રકારનો પહેલો દાખલો છે, અને તાંબર તેમ જ દિગંબર બંને આ ગ્રંથ પિતાનો હોવાનો દાવો કરે છે. દિગંબરે કે જેઓ સિદ્ધાંતને માનતા નથી તેઓનું જૂનું સાહિત્ય બહુધા સંસ્કૃત તેમ જ પ્રાકૃતમાં લખાયેલાં પ્રકરણોનું જ બનેલું છે, પરંતુ તાંબરોમાં આપણે પ્રકરણોના પહેલા લેખક તરીકે સિદ્ધસેન દિવાકરને નિઃશંકપણે ગણાવી શકીએ. હરિભદ્ર કે જેઓ એમનાથી, ઉપર બતાવ્યું તેમ, વધારેમાં વધારે બે ત્રણે જમાનાજ દૂર કહી શકાય તેમણે તાંબરના સાહિત્યને પૂર્ણતાની ઉંચી ટોચે પહોંચાડયું, જો કે એમના ગ્રંથમાંના કેટલાક પ્રાકતમાં છે, પરંતુ ઘણા ખરા તો સંસ્કૃતમાં જ છે. આમાં જૈન સંપ્રદાયના પદાર્થવર્ણન ઉપરાંત વિરોધી મતવાળા બ્રાહ્મણે તેમ જ બૌદ્ધના સાંપ્રદાયિક ધોરણે બાબત એક ટુંકે ખ્યાલ, અને કેટલીક ચર્ચા તથા એનાં ખંડને પણ છે. આ જાતના ગ્રંથમાં હરિભદ્રની દિગ્ગાગના ન્યાયપ્રવેશ ઉપરની ટીકા, જે કે તે એક પ્રકરણ નથી, બહુ ઉપયોગી અને મહત્ત્વની છે. જેનોને પ્રમાણનિરૂપણનો કોઈ ગ્રંથ પુરો પાડવાના ઇરાદાથી સિદ્ધસેન દિવાકર ન્યાયાવતાર નામનો ગ્રંથ કે જે બાહ્યરૂપે પ્રાયઃ ધર્મકીર્તિના ન્યાયબિન્દુની છાયા જણાય છે, તે રચ્યો હતો. જો કે ધર્મકીર્તિના ઉક્ત સર્વોત્કૃષ્ટ ગ્રંથની જગ્યા લેવા તે રચાયો હતો, પરંતુ નિઃસંદેહ તે તેનાથી તે ઉતરતી કક્ષાને છે. પ્રમાણુની બાબતમાં પણ જૈન સિદ્ધાંત સ્થાપવાને બદલે હરિભદ્ર દિગ્ગાગ ઉપર ટીકા લખીને જૈનને બૌદ્ધ પ્રમાણુ શાસ્ત્રીઓના ગ્રંથોનું અધ્યયન કરવાની પ્રેરણા કરી. આ રીતે દેખાવમાં તો એમણે એ લોકોની ભારે મહત્તા સ્વિકારી, પરંતુ પોતાના અનેકાંતજયપતાકા ગ્રંથમાં ધર્મકીર્તિના પ્રમાણ વિષેના કેટલાક સિદ્ધાંતોનું સારું ખંડન પણ કર્યું. એમના પછી ઘણા વર્ષો સુધી જૈનોને બૌદ્ધોના પ્રમાણ નિરૂપણમાં રસ રહ્યો હતો. અને એને લીધે જ અત્યારે આપણે ધર્મકીર્તિનું ન્યાયબિન્દુ અને ધર્મોત્તરની ન્યાયબિન્દુ ટીકા ઉપલબ્ધ કરી શક્યા છીએ. કારણ કે આ ગ્રંથોની જૂનામાં જૂની પ્રત અને બીજા ગ્રંથ ઉપરની ટીકાનો અમુક ભાગ આપણને જૈન ભંડારોમાંથી જ મળેલા છે. સિદ્ધસેન દિવાકર તથા હરિભદ્ર જેવા મહાન આચાર્યોના, હિંદુસ્તાનની બૌદ્ધિક સંસ્કૃતિની ઉંચી પાયરીએ શ્વેતાંબર સાહિત્યને લાવવાના પ્રયત્નનો ઉત્કર્ષક પર્યવસાન હેમચંદ્રના જીવનથી થયું. હેમચંદ્ર પિતાના ધર્મને લગતા ખાસ ગ્રંથો તૈયાર કરવા ઉપરાંત ભારતીય મુખ્ય મુખ્ય શાસ્ત્રોને લગતા બીજા પણ કેટલાક પ્રશંસનીય ગ્રંથો રચીને તૈયાર કર્યા. આ પ્રમાણે વેતાંબરો કે જે બીજાઓની સાથે સરખાવતાં અત્યાર સુધી એકલવાયા તરીકે અંધારામાં હતા તે સાતમી સદીમાં બહાર આવ્યા, અને છેવટે ગૂજરાત તથા તેના બાજુના પ્રદેશોમાં તેઓ એક જબરી લાગવગવાળી ધાર્મિક કોમ તરીકે જાહેર થયા, અને તે એટલે સુધી કે કુમારપાલના વખતમાં એક રાજ્યધર્મ તરીકે જૈનધર્મ સ્વીકારાયો. વળી, હરિભદ્રના ગ્રંથ તરફ નજર નાંખતા આપણે જોઈ શકીએ છીએ કે તેઓ દરેકના છેલ્લા લોકમાં “વિરહ” શબ્દ વાપરે છે, જે એમના એક ચિન્હ તરીકે જાણીતું છે. જ્યાં જ્યાં આ ચિહને ઉપયોગ થયો છે તે તે વિભાગો કલ્યાણવિજયે પુરેપુરા ટાંકયા છે. તેઓ દશવૈકાલિક, આવશ્યક તથા પ્રજ્ઞાપન વિગેરે સૂની ટીકાઓને, અને સમરાદિય કથા, પ્રદર્શન સમુચ્ચય તથા લોકતસ્વનિર્ણય Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy