SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ગંજ ૩ ] समराइच्च कहानी प्रस्तावना [ ૨૮૭ કુટુંબની વંશાવળામાં મળી આવે છે. કારણ કે કલ્યાણવિજયજીના કહેવા મુજબ હરિભદ્ર પિરવાની (પોરવાડ, પ્રાગ્વાટ) જાતિને સંગઠિત કરી, અને એમને જૈન બનાવ્યા. હવે, નિમિનારદરિયં૧૩માંથી આપણને એમ જાણવા મળે છે કે પિોરવાલ જાતિ પ્રથમ ૧૪ શ્રીમાલમાં ઉત્પન્ન થઈ હતી, અને એ જાતિના નિમય નામના એક સૈનિક માણસને વનરાજે (ઈ. સ. ૭૪૬-૮૦૬) પિતાની નવી રાજ્યધાની અણહિલપાટણમાં વસવા માટે આમંતર્યો અને ત્યાં તેણે વિદ્યાધરછ માટે ઋષભદેવનું મંદિર બંધાવ્યું. પોરવાલની જાતિને સંગઠિત કરનાર હરિભદ્ર વિદ્યાધર ગચ્છના જ૧૫ હતા એટલે સંભવ છે કે એ જાતિ આ ગછ તરફ કઇક પ્રકારની વફાદારી ધરાવતી હોય, અને નેમિનારિયની એ હકીકત આ બાબતની સાબીતી પૂરી પાડતી હોય તેમ લાગે છે. જો કે હરિભદ્ર જીવનના મોટા ભાગમાં ગુજરાતમાં અને તેની બાજુના રાજપૂતાનાના પ્રદેશમાં રહ્યા હોય, પરંતુ એક સાધુ તરીકે તેઓ હિંદુસ્તાનના દૂર દેશાવરોમાં પણ જરૂર ફર્યા હશે. સમરાઈકહામાંથી એમના હિંદુસ્તાનના જ્ઞાન બાબત કેટલીક હકીકત મેળવી શકાય તેમ છે. આ બાબતમાં ખાસ વિચારવા જેવું એ છે કે તેઓ પોતાની કોઈપણ કથાની ઘટનાનું ક્ષેત્ર ડેક્કન યા દક્ષિણ હિંદુસ્તાનના એકાદ જાણીતા શહેરમાં ક૫તા નથી. પરંતુ જે જે શહેર જાણી શકાય તેવા છે૧૭ તે બધા ઉત્તર હિંદુસ્તાનમાં હસ્તિનાપુરથી તામ્રલિપ્ત સુધીમાં આવેલા છે. અયોધ્યા અને ચંપા વચ્ચેના પૂર્વ હિંદુસ્તાનથી તેઓ વિશેષ પરિચિત દેખાય છે; આ પ્રદેશમાં ત્યારે બૌદ્ધધર્મ પ્રચલિત હતો, અને તેથી એ સંભવ છે કે હરિભદ્રે ત્યાં બૌદ્ધધર્મ વિષે ચોક્કસ જ્ઞાન મેળવ્યું હોય, જો કે ખાસ કરીને તે દિનાગ અને ધર્મકીર્તિએ જે પ્રતિપાદન કરેલું છે તેને જ આધારે તેઓએ એ વિષયનું જ્ઞાન મેળવેલું લાગે છે. ૫ માં એમ બતાવવામાં આવ્યું છે કે હરિભદ્ર જાતે બ્રાહ્મણ હતા,૧૮ અને ૩ માં પણ એ જ વાત કહેલી છે. ત્યાં એમ કહ્યું છે કે તેઓ રાજા જિતારિના ૯ પુહિત હતા, જે કે ૧ અને ૨ માં આવું કંઈ નથી, પરંતુ મને આના સાચાપણુ વિષે કંઈ શંકા નથી લાગતી. હરિભદ્રનું જૈનધર્મ બાબતનું બહુવ્યાપી જ્ઞાન આપણે બાજુએ મૂકીએ તોપણ એમનું અન્યાન્ય વિષયનું જ્ઞાન એવા પ્રકારનું છે કે જે બ્રાહ્મણને જ સ્વાભાવિક હોય છે. પરંતુ જૈનસાહિત્યને બ્રાહ્મણવિદ્યાની એક નવીન પ્રેરણા મળી તે પહેલાં ૧૩ જુઓ Abhandlungen der Bayerischen Akademie der Wissenschaften,Munchen 1921 માની સનતકુમાર ચરિતની મારી આવૃત્તિ પૃ. ૧૫૨, ૮ ૯, અને એજ ગ્રંથને પૃ. ૬ઠ્ઠાની વધારાની નોંધ. ૧૪ મારવાડની અત્યંત દક્ષિણે આવેલું આધુનિક ભીન્નાલ ઉઘાતનસૂરિ 1. c, એ નગરનું નામ સિરિભિામાલ હોવાનું જણાવે છે. પ્રથમ ચાપાકટ વ ચાવડા રાજા વનરાજે અનહિલ્લ પાટકની સ્થાપના કરી તે પહેલાં એ ગુજરાતનું પાટનગર હતું. ૧૫ કારણ, એ પિતાના ગુરુ જિનદત્તને વિધાધર ગ9નું એક ભૂષણ કહે છે, હવનંદનગણિ (૧૯૧૬ ઈ. સ.)ને કહેવા પ્રમાણે એ વૃદ્ગછીય હતા. જુઓ કલ્યાણવિજય 1. c., પૃ. ૧૧ b, ૧૬ દક્ષિણભારત વિષેના પરિચયની એમની ઉણપનું કારણ, કદાચ, એ હતું કે એમના સમયમાં તાપીની દક્ષિણે જે “વેતાંબર સમાજ કોઈ ઠેકાણે વસતો હશે તો તેની સંખ્યા નહિં જેવી જ હશે. ૧૭ કથાનકવર્ણિત અપર વિદેહના દેશોમાંનાં નગરે સાથે, અલબત્ત આપણે કંઈ લેવાદેવા નથી. ૧૮ 1. c., પૃ. ૫ a નેધ કલ્યાણવિજય. ૧૯ સ્પષ્ટ રીતે, જેની અસંખ્ય આખ્યાયિકાઓ અને કથાઓમાં આવતા જિતશત્ર નામના રાજાનું બનાવટી નામ. આ રાજા, હું જાણું છું ત્યાં સુધી કોઈપણું ઐતિહાસિક દસ્તાવેજ, લેખપત્ર ઈત્યાદિમાં કદિ લેવામાં આવેલ નથી. મેવાડના ગુહિલ રાજાઓની યાદીમાં પણ આ નામ આવતું નથી. જુઓ બેબેલ ડફની કોલેજ ઓફ એશન્ટ ઈન્ડીઆ, પૃ. ૨૮૨. Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy