SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] जैन साहित्य संशोधक [ રવં રૂ એ તો વગર કહે સમજાય તેમ છે કે હરિભદ્રના સમકાલીન લોકે તેમના વિષે ઉપરની છ બાબતેમાં જે લખ્યું છે તેના કરતાં ઘણું વધારે જાણતા હોવા જોઈએ; પરંતુ તેની સાથે એ પણ એટલું જ સાચું છે કે એતિહાસિક વિગત ધીમે ધીમે દંતકથાઓની વાર્તાનું રૂપ લઈ લે છે, અને કાળાંતરે સાચી તેમ જ બનાવટી બાબતનો એક વિચિત્ર શંભુમેળો થઈ જાય છે કે જેથી એમાંથી અમુક જ વિગત, મર્યાદિત સત્યની દૃષ્ટિએ એકમેકથી જુદી પાડવી સરલ હોઈ શકે છે. બાકી કેટલીએ ચાલી આવતી બાબતો બીસ્કુલ બનાવટી અને એના મૂળનાયકથી તદ્દન અસંબદ્ધ જેવી હોય છે. આ પ્રમાણે જોતાં હરિભદ્રને લગતી જે ૪થી બાબત છે તે વિષે લોકોને કાંઈક સહજ કુતૂહલ થયું હશે અને તેથી તેને સંતોષવા જતાં હરિભદ્રના જીવનને લગતી કેટલીક અમૂલક વાતમાં ઘણી વિચિત્ર અને સાવ પાયાવગરની હકીકતનો ઉમેરો થયો હશે. એમના જીવન વિષેની બીજી બધી વાત કરતાં આ બાબતનો ઉમેરો જ વધુ વધી જાય છે, કે જેનો જુના ગ્રંથમાં કંઈયે નિર્દેશ નથી મળતું. હરિભદ્ર વિષેની કિંવદંતીઓનું પૃથકકરણ કરું તે પહેલાં એના મૂળભૂત સાધનને ઉલ્લેખ કરવા ઇચ્છું છું. (૧) હરિભદ્રના ઉપદેશપદની મુનિચંદ્રની ટીકાના અંતનો એક નાને પારેગ્રાફ. આ ટીકા વિક્રમ સંવત ૧૧૭૪ એટલે ઈ. સ. ૧૧૧૮ માં પુરી થઈ હતી, આ ભાગ કલ્યાણવિજય અને જિનવિજયે છાપ્યો છે. (૨) સંવત ૧૧૬૯ અને ૧૨૧૧ અથવા ઈ. સ. ૧૧૧૨ અને ૧૧૫૪ ની વચમાં લખાયેલા જિનદત્તના ગણધરસાદ્ધશતકની આઠ ગાથાઓ (પર-૫૯) મૂળ ગ્રંથ A. Weber ની Verzeichniss der Sanskrit und Prakit Handschriften I p. 982 માં છપાયો છે. (૩) સંવત ૧૩૩૪ યા ઈ. સ. ૧૨૭૮ માં પ્રભાચંદે રચેલા પ્રભાવક ચરિતને નવમો શૃંગ. (૧૯૦૯ ની એન. એસ આવૃત્તિમાં ગ્રંથકર્તાનું નામ ભૂલથી ચંદ્રપ્રભ આપ્યું છે) (૪) સંવત ૧૪૦૫ થી ઈ. સ. ૧૩૪૯ માં લખાએલો રાજશેખરનો પ્રબંધકોશ. કલ્યાણવિજયે આમાંના થોડા ફકરા આપ્યાનું હું જાણું છું. (૫) સંવત ૧ર૯૫ યા ઈ. સ. ૧૨૩૯ માં પૂર્ણ થએલ સુમતિગણિની ગણધર સાર્ધ શતકની વૃત્તિ. (જુઓ ૨) સુમતિગણિની હકીકત સર્વરાજગણિની લઘુવૃત્તિમાં ટુંકાણમાં આપી છે. (૬) ભદેશ્વરની કથાવલી, સમય હજુ જણાયો નથી; જિનવિજયજીના લખાણો ઉપરથી આ વાત હું જાણી શકો છું, બીજી રીતે મને તેની ખબર નથી. હવે હું હરિભદ્રના જીવનને લગતી કેટલીક કિંવદત્તીઓ કે જે ખરેખર સાચી પણ માની શકાય, તે બાબત ચર્ચા કરીશ. - ૧, ૩, ૪ અને ૫ મા લખ્યા મુજબ હરિભદ્રનું જન્મસ્થાન ચિત્રકૂટ એટલે હાલનું ચિતડ હતું, લગભગ 9 મી સદીથી માંડીને ૧૫૬ ૮ સુધી આ પર્વતના શિખર૧ ઉપરના જુના કિલ્લામાં મેવાડની રાજધાની હતી, અને ત્યારબાદ ઉદેપુર એ રાજ્યનું મુખ્ય મથક થયું. પોતે દીક્ષા લીધી ત્યાંસુધી હરિભદ્ર ઘણું કરીને ચિતોડમાં હતા, પરંતુ ત્યાર પછી સાધુ તરીકેનું એમનું જીવન ઘણુંખરૂં રાજપૂતાનાના આસપાસના સ્થળોમાં અને ગુજરાતના પ્રદેશમાં પસાર થયું હોય તેમ લાગે છે. કારણ, એ પ્રદેશમાં વસતા ઉઘતનના તેઓ ગુરૂ થતા હતા.૧૨ હરિભદ્રના ગુજરાતના કાર્યપ્રદેશની બીજી સાબીતી જન | માની હક્તિ અથત શ્રી ત્રિકૂટાનવાનો સ્પષ્ટતયા પર્વત ઉપરના એ પ્રાચીન નગરને ઉદેશીને છે, ૧૨ કુવલયમાલામાંથી શ્રી જિનવિજયજીએ (1. c., પૃ. ૫૫) ટાંકેલા ફકરાની થી અને છઠ્ઠી કડીઓ સાબીત કરે છે કે ઉદ્યતન ગુજરાતમાં પાંગરેલી યતિ પરંપરામાં હતા. Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy