SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ] जैन साहित्य संशोधक [ खंड ३ નિસંદેહ જેવું છે કે આમાં એ મહાન હરિભદ્રનો જ ઉલ્લેખ કર્યો છે. આ ફકરો તેમ જ એમાં રહેલી સમયને લગતી બાબત જે કોઈ પ્રથમ બરાબર સમજયા હોય તો તે મુનિરાજ શ્રીજિનવિજય છે. તેમણે ૧૯૧૯ ના નવેંબરમાં, પૂનામાં ભરાએલી પ્રથમ એરિયન્ટલ કોન્ફરન્સમાં વાંચેલા અને જૈન સાહિત્ય સંશોધક ગ્રંથમાલા, પૂના, એમાં “શ્રી દ્યુમિકાવાર્થવ સમનિવ” એ મથાળા હેઠળ છપાયેલા, “હરિભદ્રને સમય” એ નામના પિતાના લેખમાં આ આખો પ્રશ્ન સારી પેઠે ચર્યો છે, પુરાવા તપાસ્યા છે, અને તદ્દન સ્પષ્ટ રીતે પિતાની બાબત રજુ કરી છે. નીચેની હકીકત, ઘણું કરીને, એમના એ નિબંધને આધારે જ આપેલી છે. જ્યારે ઉદ્યતને પિતાને ગ્રંથ લખે ત્યારે હરિભક જીવતા હતા કે નહિ તે આપણે એને કહેવા ઉપરથી કળી શકતા નથી, પરંતુ એટલું તે ખરૂં કે એની પહેલાં વીશ કે ત્રીશ વર્ષ ઉપર તે એઓ ઉદ્યતનના ગુરૂ હશે જ. આ ઉપરથી આપણે એ સમય, અગર ઈ. સ. ૭૫૦ કે તે પછી સમય એમના સાક્ષરજીવન તરીકે લઈ શકીએ; અને સંખ્યાબંધ પ્રકરણે જે એમણે તૈયાર કર્યા તે ઉપરથી આ સમય ઓછામાં ઓછો વીશ કરતાં વધારે વર્ષને જરૂર મૂકી શકીએ. પોતાના ગ્રંથમાં એ ઘણુ બ્રાહ્મણ, બૌદ્ધ તથા જૈન ગ્રંથકારોને ઉલ્લેખ કરે છે. જિનવિજયજીએ એમાંના ત્રીસ નામની એક યાદી તારવી કાઢી છે એમાંથી દિગ્ગાગ, ધર્મકીર્તિ, ભર્તુહરી (વાક્ય પદયના કર્તા, આશરે ઇ. સ. ૬૫૦) અને કુમારિકને આપણે કાળક્રમની દ્રષ્ટિએ મહત્ત્વના ગણું શકીએ. હરિભદ્ર પોતાના નદીસૂત્રના વિવરણમાં, જિનદાસ ગણિ મહારનું નામ આપ્યા સિવાય તેમની કરેલી એ સૂત્રની ચૂણિમાંથી કેટલાક ભાગોને ઉતારો કરે છે. એ ચણિ શક વર્ષ પ૯૮ માં એટલે ઇ. સ. ૬૭૭ માં તૈયાર થઈ હતી. વળી સિદ્ધસેન દિવાકર કે જેમને ઉલેખ હદિભદ્ર કરે છે તે પણ લગભગ આજ અરસામાં થએલા હતા. કારણ કે, જો કે તેઓ ધમકીર્તિનું નામ સ્પષ્ટ રીતે નથી આપતા, પરંતુ એના વિચારોનો તેઓ ઉપયોગ કરે છે. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે હરિભદે પાતાથી આગલી સદીમાં થએલા કેટલાએ પ્રસિદ્ધ વિદ્વાનોને ૬ ઇદ દર્શાવે છે એમ હરિભદ્રના ઉલ્લેખવાળે ફકર ભ્રષ્ટ પાઠવાળે છે. ડેક્કન કોલેજની હસ્તપ્રત જેના સિવાય અન્ય કોઈ પ્રત પ્રાપ્ય હોય એમ જણાતું નથી તેમાં એ આમ છે: રાં સિઝંતર ઘમાળનાઇન નt રમો | ચંદુમાંથસૌથવિરપીસત્યા | મુનિરાજ જિનવિજયે આ પાઠ સંતોષકારક રીતે સુધાર્યો છે અને ખૂટતા અક્ષરે નીચે મુજબ પૂર્યા છે: તો સિદ્ધાન્તમ ગુe: પ્રમાળના ચગક્ષ મદ્દો | ચંદુન્યસનથવિયરષદમતમુરઘો || પ્રથમ પાદ, ઉતનના ગુરુ વીરભદ્રની પ્રસંસા કરતી આગલી કડી સાથે સંબંધ ધરાવે છે અને આની પછીની કડીમાં તેના પિતાનું નામ વટેશ્વર હોવાનું જણાવેલું છે. વટેશ્વર ક્ષત્રિય જાતિને હત અને ક્ષમાશ્રમણ બન્યા હતા ૭ ધમકીતિ માત્ર પ્રત્યક્ષને જ અભ્રાંત કહે છે ( અને ધર્મોત્તર સ્પષ્ટ કહે છે પ્રાન્ત દ્િ વનમાનમ) જ્યારે સિદ્ધસેન દિવાકર ન્યાયાવતારમાં (s f) પ્રત્યક્ષ તેમ જ અનુમાન બનેને અબ્રાંત કહેવાને દાવો કરે છે; એ જ પ્રમાણે એ સ્વાર્થ અને પરાર્થને ભેદ જે ખરી રીતે કેવળ અનુમાનને લાગુ પડે છે તેને વિસ્તારીને એ પ્રત્યક્ષને પણ લાગુ પડે છે(તે જ ગ્રંથ ૧૨ f). દેખીતી રીતે, સૂમ ભેદને એક એકન ઉઠાવી આમ સર્વ સામાન્યનું રૂપ આપીને એણે ધમકીર્તિમાં સુધારો કરવાનો વિચાર કરે એ તત્વાર્થવૃત્તિના ર્તા સિદ્ધસેન ગણિથી ભિન્ન વ્યક્તિ છે, કારણ સિદ્ધસેન ગણિ હરિભદ્રની નંદીસૂત્ર ઉ૫રની ટીકામાંથી ઉતારો ઢાંકે છે ad. II,25, જુઓ કલ્યાણવિજય 1. c. S, ૨૯; આથી કરીને હરિભદ્ર બને સિદ્ધ સેના વચ્ચેના ગાળામાં થઇ ગયા. એ પણ નોંધવા જેવું ગણાય કે લધુ સિદ્ધસેન, આર્ય સિદ્ધસેન જે સિદ્ધસેન દિવાકર હોય છે ન પણ હોય, તેની એક કડીને ઉતારે કરે છે. ad. I. 10, Aho I Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy