SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ जैन साहित्य संशोधक કવિ દીપવિજયજી લિખિત મહાનિશીથ મહાનિશીથ સૂત્ર જૈન આગમા પૈકી એક વિશિષ્ટ સૂત્ર છે. એની ગણના છેદ સૂત્રામાં થાય છે. નંદિસૂત્ર અને પાક્ષિકસૂત્રમાં આ સુત્રનું નામ આવે છે. પણ આ સૂત્રની માન્યતાના સંબંધમાં કેટલાક ગચ્છેવાળાના માટેા મતભેદ છે. તપાગચ્છ, ખરતરગચ્છ આદિ ગચ્છાનુયાયીએ આ સૂત્રને, અન્ય સૂત્રેાની માફક જ પૂર્ણ પ્રમાણભૂત ગણે છે ત્યારે અંચલગચ્છ વગેરે ગચ્છાવાળા એને પૂર્ણ પ્રમાણભૂત માનતા નથી. નંદિસૂત્રમાં આને નિર્દેશ કરેલો હોવા છતાં, સ્થાનકવાસી સંપ્રદાયવાળા એને સર્વથા માન્ય કરતા નથી. એ સંપ્રદાયને ન માનવાનું કારણ એ છે કે એમાં જિનચૈત્ય અને જિનપ્રતિમાની પૂજા વગેરે કરવા સંબંધે સ્પષ્ટ ઉલ્લેખા થએલા છે. માટે, મૂર્તિપૂજાને ન સ્વીકારનાર એ સંપ્રદાયને, આ સૂત્ર, નંદિસ્ત્રમાં જેના નિર્દેશ છે તે જ આ, અસલ સૂત્ર છે એ રીતે માન્ય નથી. એ સંપ્રદાયનું કહેવું છે કે મૂળ મહાનિશીથ સૂત્ર વ્યુચ્છિન્ન થઇ ગયું છે અને તેના ઠેકાણે ચૈત્યવાસિએએ આ નવું સૂત્ર રચી કાઢયું છે. અંચળગચ્છાદિવાળાએ મૂર્તિપૂજક હાવાથી તેમને એ દૃષ્ટિએ તે એમાંની આ હકીકતમાં વાંધે! લેવા જેવું નથી; પણ, યતિઓએ ગૃહસ્થાને ઉપધાન વગેરે કરાવવાની બાબતમાં એ ગવાળાઓના મતવરાધ છે, અને એ સૂત્રમાં એ ઉપધાનાદિના પણ ઉલ્લેખ છે તેથી તેઓ એ દૃષ્ટિએ એને અસલરૂપે ન માનતાં પાછળથી કાઇ આચાર્યદ્વારાં પરિવર્તિત થએલું માને છે. આમ આ સૂત્રની માન્યતાના સંબંધમાં ખાસ મતભેદો છે. વળી, આ મતભેદોને પુષ્ટિ આપે એવી કેટલીક ઐતિહાસિક ભાસતી પંક્તિએ પણ આ સૂત્રની ઉપલબ્ધ સર્વ પ્રતિઓમાં મળી આવે છે જેથી ઐતિહાસિક દ્રષ્ટિએ પણ એની કૃતિના વિષયમાં કેટલીક વિરાધાત્મક વાતા નજરે પડે છે. ૨૬૨ ] વણમાં 키 Aho ! Shrutgyanam પરિચય. આમ છતાં, આ ગ્રંથ બહુ મહત્ત્વના છે એમાં તે સંશય નથી. આમાં જે વિષયે વર્ણવ્યા છે તે વિશિષ્ટ પ્રકારના હોવાથી, તેમ જ કેટલીક અન્યત્ર અલભ્ય એવી વાતા આવતી હેાવાથી, વિદ્વાનેાની દૃષ્ટિએ એ એક અભ્યસનીય ગ્રંથ જેવા થઇ પડેલા છે. જર્મનીના વાલ્ટેર શીંગ નામના એક કાલરે એ સ્ત્રને ખૂબ બારીકાઈથી અભ્યાસ કર્યો છે અને તેના પિરણામ રૂપે ડર્ મહાનિસીહસુત્તમ્' એ નામે જર્મન ભાષામાં ધણું મહત્ત્વનું પુસ્તક લખ્યું છે. જૈન સાધુઓમાં, આજે આ સૂત્રને સમજી શકે એવા કાઈ ભાગ્યે જ હશે. એ સૂત્રમાં શા શા વિષયો આવેલા છે એની પણ કાઇને ખબર નહિ હાય. લગભગ એક સૈકા પહેલાં વડાદરામાં દીવિજય નામના એક વિદ્વાન કૃતિ થઇ ગયા છે. તેઓ સારા કવિ અને પંડિત હતા. વડેાદરાના રાજ્યમાં તેમને સારું માન મળતું હતું. ખંડેરાવ મહારાજાએ તેમને “ કવિઘ્નહાદુર ”ના ઇલ્કાબ આપ્યા હતા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના બહુ સારા અભ્યાસી હતા. તેમને વડેદરાના જ્ઞાનરસિક શ્રાવક ગાંધી ૬લ્લભદાસ ઝવેરચંદ, સા. ઝવેરચંદ દેવચંદ, સા. કહાનદાસ નરસીદાસ, નાથુ ગાવિંદજી વગેરે મળીને મહાનિશીથ સૂત્રના વિષયમાં કેટલાક પ્રશ્નો પૂછ્યા અને ટુંકમાં આ આખા સૂત્રમાં શા શા વિયા આવેલા છે તે જાણવાની જિજ્ઞાસા બતાવી. આથી એ કવિરાજે સંવત્ ૧૮૯૦ની સાલમાં આ નીચે આપેલા એ આખા સૂત્રને સંક્ષિપ્ત પરિચય લખી કાઢ્યા. વડાદરાના જ્ઞાનભંડારમાંથી આ પરિચયની પ્રત મળી આવી હતી જે ઉપરથી તત્ નકલ ઉતારીને આ પરિચય અહિં આપવામાં આવ્યા છે. ભાષા, અને જોડણી વગેરેમાં પણ કૈાઇ જાતને ફેરફાર કર્યા વગર અસલરૂપે જ એ અહિં છાપવામાં આવ્યા છે. આશા છે કે એ સૂત્રના વિષયમાં આ પરિચયમાંથી જિજ્ઞાસુઓને સારૂં જ્ઞાન મળશે. [ ફંડ રૂ
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy