SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ] जैन साहित्य संशोधक [ રવંત રૂ ચઢયા. જોનારા લોકેાની મેદિનીમાંથી પ્રૌતી લેાકેા સુધાં, આ ઉપમર્દના ભયંકર પરિણામની ભીતિથી ગળગળા થઇ રહ્યા હતા. સિપિસની મૂર્તિના ગાલ પર સીપાહીએ એક ખૂબ જોરથી પ્રહાર કર્યાં અને તે તુટીને જમીન પર પડયું. પણ આકાશ અને પૃથ્વીમાં કશી જ ગડબડ ન થતાં તે સદાની માફ્ક નિશ્ચલ, શાંત અને વ્યવસ્થિત સ્થિતિમાં જ બન્યાં રહ્યાં. કશુંયે કંઈ થયું નહિ એટલા માટે તે સિપાહી વધારે જોરમાં આવ્યું અને અનેક પ્રહારા કરી કરીને તે મૂર્તિના ટુકડે ટુકડા કરી નાંખ્યા. પછી તે ટુકડાઓને અપમાનકારક રીતે અલેકઝેડ્ડિયા શહેરમાં ફેરવવામાં આવ્યા. નાઈલ નદીમાં સદાની માફક જ પાણીનું પૂર આવ્યું અને તેથી ઇજિપ્તના સપાટ પ્રદેશમાં ખૂબ પાક પણ થયા, અને ભાવી ભાખનારાએનું ભયંકર ભવિષ્ય ખાટું પડયું. ધણા લેાકેા, અલેકઝેન્ડ્રિયાની મૂર્તિમાં આ રીતે કશું જ સામર્થ્ય ન જોઈને ખ્રીસ્તી થયા. ار ગિઅને આ ઠેકાણે વિષયાંતર કરીને પણ મૂર્તિના અદ્ભૂત સામર્થ્ય પર ધર્મની સત્યાસત્યતા માનવી કેટલી અયેાગ્ય છે તે બતાવ્યું છે. મૂર્તિ ધાતુ, પત્થર કે લાકડાની જ બનેલી હાવાથી તેમાં અદ્ભુત સામર્થ્ય હાવાનું ક્યાં શક્ય છે ? એવું સામર્થ્ય તે આપણી ભક્તિમાં જ રહેલું છે. અસ્તુ. ખ્રીસ્તી ધર્મ પણ ખૌદ્ધ ધર્મની માફક પછીથી મૂર્તિપૂજામાં મગ્ન થયા, અને જે ભેાળપણના, પ્રારંભમાં તેણે નિષેધ કર્યો તે જ ભેાળપણમાં નિમગ્ન થઈ જિસસ અને મેરીની મૂર્તિ પૂજવા લાગ્યા. એના વિરાધી પરિણામે મુસલમાની ધર્મના ઉદય થયા. આ જ પ્રમાણે, મૂર્તિપૂજાના વિષયમાં રહેલી ભેાળપણની સમજણને દૂર કરવા માટે મહમૂદની ચઢાઇએ થઇ એમ કહી શકાય. ખીયે એક ભેાળપણની સમજ દૂર કરવા માટે આ ચઢાઇ થઇ હતી એમ કહી શકીએ. મંદિર અને મૂર્તિપર અતિશય સેાનું અને ઝવેરાત લાદવું એ ધેલછાને જ એક પ્રકાર છે એમ આ ચઢાઇએએ લેાકેાની દૃષ્ટિમાં આપ્યું. કારણ કે, મૂર્તિભંજાની ધાર્મિક માન્યતાને તે દ્રવિષયક લાભની વધારે સહાયતા મળી. સંપૂર્ણ સેાના-રૂપાની મૂર્તિ બનાવવામાં શે! વધારે લાભ છે ? અગર તેના પર કિંમતી ઝવેરાત ચઢાવવામાં શું વધુ પુણ્ય છે? કેવળ સેનાની પાંચ હાથની મૂર્તિ ઇશ્વર-પ્રણિધાન કરવામાં કાંઈ વધારે સાધનભૂત થતી નથી. હિંદુધર્મના પ્રાચીન આર્ચાયા નાના નાના જૂદી જૂદી સ્થિતિમાં રહેલા પત્થરાને શિવ, વિષ્ણુ, ગણપતિ અને સૂર્યના પ્રતીક માને છે અને વૈદિક ઋષિએ તે પ્રત્યક્ષ સૂર્ય અને વાયુની ઉપાસના કરતા. પરંતુ સુંદર મૂર્તિ બનાવવી એ મનુષ્યના મનને સહેજે પ્રિય લાગે છે, અને તે પર અણુમેલું ઝવેરાત ચઢાવવા પણ ઉત્સુક થઇ જાય છે. શિવપૂજામાંયે મુખ્ય લિંગપૂજા એટલે પત્થરની કાઇ સહજ-આકૃતિની પૂજા પ્રશસ્ત માનવામાં આવી છે, પણ ત્યાંયે વૈભવશાલી રાજાએ સ્વયંભૂત લિંગ ઉપર હીરામાણેકથી જડેલા સેનાના મુગટ ચઢાવે છે, અને તેમ કરી, મૂર્તિભંજક મુસલમાનાને જ નહિ પણ હિંદુ ચારાને, વધારે શું ભાવી લાબી રાજાઓને અને ખુદ્દ પૂજારીઓને પણ, લાભ ઉત્પન્ન કરાવી તે દેવનું અપમાન કરવા પ્રવૃત્ત કરે છે. હિંદુસ્તાનના ઇતિહાસમાં નવીન મંદિરા બાંધીને તેમને ઘણી કીંમતી ભેટા આપવાના અનેક દાખલાએ મળી આવે છે. ખાસ કરીને મથુરા, કાટકાંગડા, સામનાથ અને ઉજયની વગેરે પુણ્યસ્થાનામાં સેંકડ વૈભવશાલી રાજા અને હજારા શ્રીમંતગૃહસ્થાએ આપેલી અમૂલ્ય ભેટથી સંપત્તિ ઉળી રહી હતી. ઇતિહાસકાર અને શાસનશાસ્ત્રવેત્તાએ એમ કહી શકે કે આ સંપત્તિના ઉપયેગ રાજાએએ સમર્થ સૈન્ય જમાવી રાખવામાં અને શ્રીમંત ગૃહસ્થાએ સમાજની સુસ્થિતિ વધારવામાં કરવા જોઇતા હતા. પણ તે તરફ દુર્લક્ષ્ય રહ્યું ને મંદિર અને મૂર્તિ ઉપર અમાપ સંપત્તિ ભેગી થઈ અને તેના લીધે બંને રીતે દેશની અવનતિને મત મળી. એક તરફ તા બહારના વિજેતાએના લેાભ જાગૃત થઇ ને તેમનું આર્થિક સામર્થ્ય વધ્યું અને બીજી બાજુએ આપણા રાજાએ અને લોકેાનું સાંપત્તિક સામર્થ્ય ઓછું થયું. હજીયે આ Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy