SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ રૂ ] मूर्तिपूजा- माहात्म्य [२५९ * * * નાગા ઉનના કટલા, કાન અને તનવતાના હાવા છત. ધાર્મિક પ્રશ્ન અહિં ચર્ચવા માગતા નથી. હાલના હિંદુ ધર્મમાં મૂર્તિપૂજા ચોક્કસ માન્ય છે અને ઈશ્વરપ્રણિધાનની દષ્ટિએ તે યોગ્ય રીતે માન્ય છે એમ કહી શકાય. પણ મૂર્તિપૂજાને લીધે કેટલીક ભ્રમણાઓ. મનુષ્યના મનમાં રૂઢ થઈ જાય છે. ખાસ કરીને મતિમાં જ તે દેવની શક્તિ રહેલી છે આવી ભૂલભરેલી માન્યતા થઈ જાય છે. આ વાત હિંદુઓને જ લાગૂ થાય છે એમ નથી પણ એક પ્રાચીનકાળથી જ્યાં જ્યાં મૂર્તિપૂજા ચાલુ હતી ત્યાં ત્યાં આ વાત હતી જ. બૌદ્ધ ધર્મ, પ્રારંભમાં તો, ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહિ એ વિષયસુધામાં મૌન હતું. પણ પછી તે ભયંકર રીતે મર્તિપૂજાને માનનાર બને અને ચારે બાજુએ બુદ્ધની જ મૂતિઓ પૂજાવા લાગી. બહેનસાંગ કેટલોયે તેને બુદ્ધના શરીરાવશેષમાં અથવા બુદ્ધની મૂર્તિમાં ચમત્કારિક સામર્થ્ય હતું એમ માનતે જોઇને આપણને આશ્ચર્ય થાય છે. હિંદુ લેકમાં મૂર્તિપૂજા પ્રથમથી જ થોડી ઘણી રૂઢ હતી તે બૌદ્ધ ધર્મને ઉછેદ થયા પછી તેના અનુકરણરૂપે ખૂબજ અધિક વધી ગઈ. મૂર્તિની પવિત્રતા અને તેનામાં રહેલું અદભુત સામર્થ્ય એ વિષયની ભ્રાંત ક૯૫ના એટલી બધી વધી પડી કે કનોજના પ્રતિહાર સમ્રા, મુસલમાને પાસેથી મુલતાન પડાવી લેવા સુસમર્થ હોવા છતાં જ્યારે જ્યારે તેઓ મુલતાન સર કરવા જતા ત્યારે ત્યારે ત્યાંના મુસલમાન અધિકારીઓ “તમે જે આગળ વધશે તે સૂર્યની અહિં જે પ્રસિદ્ધ મૂર્તિ છે તે અમે તેડી નાંખીશું' એવી ધમકીઓ આપતા અને તેથી તેઓ પાછી ચાલ્યા આવતા. પશ્ચિમના દેશમાંયે, રોમન અને ગ્રીક લોકો, ઈતર લોકોની અપેક્ષાએ તત્વજ્ઞાનમાં આગળ વધેલા હતા છતાં તેમને પણ કેટલીક મૂર્તિઓના અદ્ભુત સામર્થ્ય પર વિશ્વાસ હતો. ખ્રિીસ્તી ધર્મમાં, શઆતમાં નિરાકાર દેવને ઉપદેશ કરવામાં આવ્યો અને તેનો પ્રસાર મૂર્તિપૂજક રોમન અને ગ્રીક લેકે માં જે થયો તે મૂર્તિમાં કશું સામર્થ્ય નથી એમ સિદ્ધ કરવાથી જ થયું. તેમનાથના પૂજારીઓની, મૂર્તિજક મહમૂદને નાશ કરવા માટે, સોમનાથની મૂર્તિ આગળ કરાએલી નિરર્થક વીનવણીની પ્રાર્થના વાંચીને, તે પૂર્વ છો. વર્ષે થએલા અલેકઝેક્રિયા શહેરમાં એ જ પ્રકારના દેખાવનું જે આબેહુબ વર્ણન ગિલને કર્યું છે, તેની આપણને સ્મૃતિ થઈ આવે છે. થિઓડેશિયસ બાદશાહ (ઇ. સ. ૩૮૯)ના હુકમથી અલેકઝેફિયામાંની સિપિસની વિખ્યાત મૂર્તિ તોડી નાંખવામાં આવી તે વખતના વૃત્તાંતનું વર્ણન કરતાં ગિબન લખે છે કે – “અલેકઝેઝિયા શહર સિૉપિસની દેવતાની મૂર્તિના સંરક્ષણ નીચે સુરક્ષિત છે એવી માન્યતા હોવાથી તે શહેરને સિપિસના શહર તરીકે ઓળખાવવામાં તે નગરને માન લાગતું. તેનું મંદિર, રોમના કૅપિટલ ભાગમાં આવેલી ઇમારત કરતાં વિસ્તીર્ણ અને વૈભવશાલી હતું. શહેરની સપાટીથી સો ફુટ ઉંચા બનાવેલા એક કૃત્રિમ પણ પ્રશસ્ત ટેકરા પર એ મંદિર બાંધવામાં આવ્યું હતું. થિઓડેશિયસ બાદશાહે મૂર્તિપૂજકની પૂજાવિધિ સર્વત્ર બંધ કરી દીધી હોવા છતાં પણ સિપિસન શહેરમાં અને મંદિરમાં તે ચાલ હતી. કારણ, આવી ભેળપણની બુદ્ધી ખ્રીસ્તી લેકેમાંયે હતી કે–જે આ વિધિ બંધ કરી દેવામાં આવશે તે નાઇલ નદીમાં પૂર આવશે નહિ, ઈજિપ્તમાં પાક થશે નહિ અને કૅન્સેન્ટિનોપલ રાજધાનીને ખાવાનું મળશે નહિ. પણ છેવટે સિરેપિસનું મંદિર અને તેમાંની મૂર્તિ તોડી નાંખવા માટે બાદશાહને સખ્ત હુકમ આવ્યા. જુદી જુદી જાતની ધાતુઓનાં અનેક પતરાં એક સાથે ભેગાં જડીને સિરેપિસની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવી હતી. તે એટલી મોટી હતી કે ગભારાની બંને ભીંતોને તે અડકી ગએલી હતી. તેના જમણા હાથમાં, રાક્ષસી સ્વરૂપવાળા એક સર્ષનું માથું અને ધડ હતું, જેની પૂંછડીને ત્રણ ફાંટા હોઈ તેમને અંતે સિહ, સિયાળ અને કુતરાનાં ડકાં લટકેલાં હતાં. આ મૂર્તિને ઉપર્ક કરવા જે કોઈ હાથ ઉઠાવશે તો તરત જ આકાશ અને પૃથ્વી એક થઈને સૃષ્ટિના આરંભકાળ જેવું તોફાન ઊઠ આ બધાનો વિશ્વાસ હતો. એક કડી છાતીવાળા સિપાહી હાથમાં કુહાડો લઈ નીસરણી માંડી ઉપર Aho Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy