SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪] जैन साहित्य संशोधक [खंड ३ = = सत्यपुरीय श्रीमहावीर उत्साह परिचय 7ન સાહિત્ય સંશોધકના વાચકને આજે અમે પરમાહર્ત મહાકવિ ધનપાલની બે અલભ્ય કૃતિઓની જ અપૂર્વ ભેટ આપીએ છીએ. એમની પ્રાપ્તિથી દરેક શ્રદ્ધાળુ જૈનને અતિઆનંદ થવા યોગ્ય છે. સાચે જ મહાબ્રાહ્મણ કવિ ધનપાલની આ બે કૃતિઓ અપૂર્વ છે. એમાં પ્રભુ મહાવીરની અતિભક્તિ ભરેલી ગંભીર અને આલ્હાદક સ્તુતિ કરવામાં આવી છે જે દરેક જૈનને કંઠે કરવા લાયક અને નિત્ય પાઠ કરવા લાયક છે. મહાકવિ ધનપાલ જૈન સાહિત્યકાશને એક મહાતેજસ્વી અને અક્ષીણુપ્રકાશી નક્ષત્ર છે. એના પ્રતિભા પ્રકાશે જૈન વાયના શરીરપિંડને અનેરું ઓપ આપ્યું છે. જૈન સાહિત્યસંપત્તિના વિશાળ ભંડારમાં એક અણમોલ અને અદ્વિતીય રત્ન સમપી એણે આહંત મતાનુયાયીઓના પાંડિત્યાભિમાનને અતિ ઉન્નત બનાવ્યું છે. એનું એ રત્ન તે તિલકજરી કથા છે. આખા સંસ્કૃત સાહિત્યના અનંત ગ્રંથ સંગ્રહમાં બાણની કાદંબરી સિવાય એ કથાની તુલનામાં આવી શકે એવી બીજી કઈ કૃતિ વિદ્યમાન નથી. અલબત્ત, બાણ ધનપાલને પુરોગામી હોઈ તે એના ગુસ્થાને છે; કાદંબરીની અનુપમ રચનાયે જ ધનપાલને તિલકમંજરી રચવા પ્રેર્યો છે એ નિઃશંસય છે; છતાં ધનપાલ પ્રતિભાની સ્પર્ધામાં બાણથી જે ચઢે નહિ તે ઉતરે તેમ પણ નથી જએથી કાલકૃત ભેટ-લઘુ-સંબંધવાળા હોવા છતાં ગુણધર્મથી તો ગિર્વાણગિરાના એ બંને ગામહાકવિઓ સમાન આસને જ બેસનારા છે; અને તેથી ધનપાલનું કવિજીવન એ બાણને જેટલું જ ગૌરવશાલી છે, એમ કહેવામાં આવે છે તે કમિપિ અયુક્તિવાળું નથી. આવા મહાકવિની અદ્યાપિ અપ્રસિદ્ધ એવી બે કૃતિઓ પ્રસ્તુતઅંકમાં પ્રથમ જ પ્રકાશમાં આવે છે. આમાંની (૧) એક કૃતિ અપભ્રંશમાં છે અને એક પ્રાકૃતમાં છે. પ્રાકૃત કૃતિને પરિચય જૂદ તે સાથે આપવામાં આવ્યો છે. અહિં, પ્રથમ આપેલી અપભ્રંશકૃતિને પરિચય કરાવવામાં આવે છે. આ કૃતિ પાટણના ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. સંવત ૧૩૫૭-૫૮ માં લખેલી એક પ્રત, જેમાં આવાં અનેક સ્તુતિ. રસ્તોત્રી એકત્ર લખેલાં છે તેમાંથી આ સ્તુતિ ઉતારી લીધેલી છે. આ સ્તુતિને વર્ણ-વિષય સત્યપુરસ્થ મહાવીરને ચમત્કારિક પ્રભાવ છે. તેથી અહિં પ્રથમ ડેક એ સ્થળને પરિચય આપવો આવશ્યક છે. મારવાડના જોધપુર રાજ્યના દક્ષિણ ભાગમાં સાર કરીને એક ગામ છે. એ ગામનું અસલ સંસ્કૃત નામ સાપુર છે, એને પ્રાકૃત ઉચ્ચાર હજાર થઈ અપભ્રષ્ટ રૂપાન્તર સાચાર બન્યું છે. એ સ્થાન ઘણું જૂનું છે. ત્યાં આગળ ભગવાન શ્રી મહાવીર સ્વામિનું પ્રાચીન, તીર્થભૂત, પવિત્ર જૈન ધામ છે. જેન કોમમાં એ એક તીર્થસ્થળ ગણાય છે. “ જગચિતામણી’ નામના એક બહુ જૂના કહેવાતા સ્તોત્રમાં જs વીર શરિન એવા શબ્દોથી એ સ્થળનો નમસ્કરણીય ઉલ્લેખ કરેલો છે અને દરેક વેતાંબર-મૂર્તિપૂજક જૈન એ તેત્રને પ્રતિદિન પાઠ કરે છે. - જૈન તીર્થસંરક્ષક આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ પોતાના સમયના જૈન ધર્મના વિવિધ તીર્થોની હકીકત આપનારો જે વિવિધ સંસ્થા નામને મહત્તવનો ગ્રંથ લખ્યો છે તેમાં એ સત્યપુરને પણ ખાસ કલ્પ લખે છે. એ કલ્પના અનુસાર, મહાવીર નિર્વાણ પછી લગભગ ૬૦૦ વર્ષ થએલા નાહડ નામના રાજાએ. શ્રીજજ જગસૂરિ નામના આચાર્યના ઉપદેશથી, એ સ્થાનમાં ભગવાન મહાવીરદેવનું મંદિર બાંધ્યું અને તેમાં પિત્તલની પ્રભુપ્રતિમા સ્થાપિત કરી. બ્રહ્મશાંતિ નામને યક્ષ એ સ્થાનને અધિષ્ઠાયક બન્યો અને તેથી એનું મહાતમ્ય અતિશય વધ્યું. Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy