SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ जैन साहित्य संशोधक [खंड ३ = = = = = કેાઈ ચુસ્ત બ્રાહ્મણીય સંઘ અસ્તિત્વમાં હતું કે નહિ એ મુશ્કેલી બાજુ ઉપર મુકીએ તો પણ શાસનમાં તો બ્રાહ્મણ વિષે કથન છે. એ શબ્દનો અર્થ “કોક રીતે બ્રાહ્મણવાદ સાથે જોડાયેલો પુરુષ એ નથી થતું. એ શબ્દ તે બ્રાહ્મણવર્ણનો પુરુષ એવો અર્થ લક્ષીભૂત કરે છે. અને શાસનને પૂર્વાપર સંબંધ જોતાં એને અર્થ “બ્રાહ્મણ તપસ્વી” અર્થાત્ ચેથા બ્રાહ્માણીય શ્રમને સ્વીકાર કરનાર બ્રાહ્મણ વર્ણને મનુષ્ય એવો થાય છે. આવો મનુષ્ય પરિવ્રાજક સન્યાસી તરીકેનું ઘરબાર વગરનું જીવન ગુજારવાનું વ્રત લેતો. ભટ્ટામ્પલના લખાણનું પ્રમાણ લેવાની વાત, કયારનું જણાવાઈ ચુકયું છે એ પ્રમાણે નિરર્થક ૧૧૧ છે. વૈષ્ણવ વા શૈવ સન્યાસી ગમે તે વાતનો હોઈ શકે (વા ખરૂં પૂછો તો પૂર્વાશ્રમમાં એ ગમે તે ન્યાતનો ભલે હોય) ૧૧૭ બ્રાહ્મણીય દેવના ભકતો હોવાનું માન્ય કરતા હોવાથી આ માણસોને બ્રાહ્મણીય તપસ્વીઓ ભલે કહેવાય પરંતુ કોઈ પણ હિંદી એમને “બ્રાહ્મણે” નહિ કહે, “ બ્રાહ્મણ” એ શબ્દ ત્રાહ્મ શબ્દથી જુદો તદ્દન વિદેશીય એ પાશ્ચાત્ય ખ્યાલ વ્યક્ત કરે છે. આજીવિકાના ઇતિહાસનો સંક્ષેપમાં નીચે મુજબ સાર અપાય ગોસાલે પિતાનું તપસ્વી જીવન મખલી વા મરિન તરીકે અર્થાત વાંસદંડ રાખતા વિશિષ્ટ અને સુપ્રસિદ્ધ પ્રાચીન પરિવાજક તરીકે શરૂ કર્યું. કેટલાક કાળ પછી એણે મહાવીર જે પાર્શ્વનાથના અનુયાયીઓ એવા નિષ્ણન્થ વા વર્ષના બંધનથી નિર્મુક્ત, નામના અન્ય પરિવ્રાજક વર્ષના હતા તેમની ઓળખાણ કરી. તાપસિક ધર્મોની (સત્રના મુદ્દાવિષેની ) કડકાઈ પરત્વે સમાન વિચારો ધરાવનાર આ બે પુરુષો ભેગા મળ્યા અને એક સામાન્ય પદ્ધતિ ઘડી કાઢી, જેમાં, એમ છતા, ગોસાલે પોતાની કેટલીક વિગત ઉમેરી, મના અનુયાયીઓમાં બન્નેને પોતપોતાના પક્ષકારો હતા. અને ગોસાલનો પક્ષ પરિવ્રાજકના આગીય | પર પોતાના આગેવાનોના ખાસ અભિપ્રાય ધરાવતો હોઈ, આજીવિક “ધંધાથ' તરીકે ઓળખાતા. કાળના વહેવા સાથે ગોસાલમાં નીતિ વિરુદ્ધની વૃત્તિઓને પ્રાદુર્ભાવ થયો, અને આથી એ બે સહચારીઓ વચ્ચે મારી લાગણીઓ ઉત્પન્ન થઈ. અંતે એનું પરિણામ સંપૂર્ણ મૈત્રીભંગમાં આવ્યું. ગેસાલ, આજીવિક પક્ષના જે માણસો પિતા પ્રત્યે સક્રય સહાનુભૂતિ ધરાવતા હતા તેમને લઈને દૂર થયે. આમ જુદા પડનારાઓનો સમૂહ મોટો હતો અથવા તે સમૂહ તરીકે એઓ એમના નેતા ગેસલના અવસાન પછી જીવન્ત રહ્યા એમ માનવાને કંઈ કારણ નથી. ગેસાલના નીતિવિરુદ્ધના આચારવિચારોના ભાગીદાર નહોતા એવા આજીવિકપક્ષના અન્ય માણસો નિગ્રન્થ સંઘમાં જ રહ્યા, પરંતુ સંપૂર્ણ નગ્નતા, ભિક્ષાપાત્રનો ત્યાગ, અહિંસા વિષેની અપર્ણ કાળજી. દંડની વિશિષ્ટ સંજ્ઞા અને સંભવત: અન્ય બાબતો વિષેના પોતાના વિચારો તેઓ રાખી બે ભેદને કારણે આવક પક્ષ અને બાકીના નિમ્નન્ય સમાજ વચ્ચે નિઃશંકપણે અમુક પ્રમાણમાં સંઘર્ષણ તો હતું જ. ખાસ કરીને ભદ્રબાહુ, જે ખરૂં પૂછે તે આજીવિકા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવાનું જણાય છે, તેના સમયમાં એ બહાર આવ્યું. પરંતુ એ સંઘર્ષણ ઈ. સ. પૂર્વેના માત્ર ત્રીજા સૈકાના પૂર્વતર ભાગમાં જ પરાકાષ્ટાએ પહોંચ્યું અને તેરાસિયા (ઐરાશિક) તરીકે ઓળખાતા પક્ષ નિશ્ચિતપણે અને છેવટને માટે જુદો પડ્યો તથા એને વિશિષ્ટ સંઘ રચાયો, જે અત્યારે દિગંબર તરીકે ઓળખાય છે. દિગબર અને શ્વેતાંબર એવા જૈન વિભાગના મૂળને ઉમે આમ જૈનધર્મની છેક શરૂઆત સુધીમાં જણાય છે. કારણ એનું અસ્તિત્વ, પરોક્ષ રીતે, બે પરસ્પર વિરોધી વિભાગના પ્રતિનિધિરૂ૫ મહાવીર અને ગેસલ નામના બે સહચારી અગ્રેસરના વૈમનસ્યને આભારી છે. હવે, બૌદ્ધ ધર્મશાસ્ત્રોમાં અને અન્ય સ્થળે આવતા આજીવિક સાધુઓ વિષેના પણ માત્ર છૂટા ૧૧૬, પૃ. ૪૮, ૧૧૭. વી. કે. હિં, પૃ. ૫૯ ff ૮૩, [f. Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy