SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ अंक ४ ] आजीविक संप्रदाय [૨૨૭ સૂત્રના ફકરા સિવાય, કયાંય જોવામાં આવ્યા નથી અને હું અનુમાન કરવાનું સાહસ કરૂં છું કે એ પ્રાસ ઉપજાવી કાઢેલા જ છે. તદુપરાંત અનુમાનાશ્રિત એ મંત્ત્વ શબ્દને અર્થે જુના ટીકાકારને નિશ્ચિતપણે નાત ન હતા. આમ, અભયદેવ (આશરે ૧૦૫૦ ઈ. સ. ) ભગવતીસૂત્ર ઉપરની પેાતાની ટીકામાં એને અર્થ ‘ જ્યાં ત્યાં, પેાતાની સાથે રાખેલા ( કીનાખેાર ) દેવાનાં ચિત્રા બતાવી લેાકેાની પાસેથી દાન પડાવતા ભીખારી' એવા કરે છે, ત્યારે હેમચંદ્ર ( આશરે ૧૧૪૦ ઈ. સ.) અભિધાત ચિંતામણિ ઉપરની પેાતાની ટીકામાં કહે છે કે એ સુપ્રસિદ્ધ શબ્દ માગધ–બંદીજન–ને પર્યાય શબ્દ છે. સત્ય, નિઃશંકપણે, એ છે કે જ્ઞાયપુત્ત, ‘નાયવંશનો માણસ' ( મહાવીરનું વિશેષણ ) એ શબ્દની જેમ મંખલીપુત્ત એ પણ સાધિત શબ્દ (Formation) છે. એ એમ વર્ણવે છે કે ગેાસાલ, મૂળ, મંખલી વા મરિન નામના ભિક્ષુવર્ગના માણસ હતા. ભારતમાં આ ભિક્ષુર્ગનું ઘણું પૂર્વકાલીન અસ્તિત્વ એ હકીકતથી સાબીત થાય છે કે સુવિખ્યાત વૈયાકરણ પાણિનિ ( આશરે ૩૫૦ ઇ. સ. પૂર્વે) પેાતાના વ્યાકરણમાં (, ૧, ૧૫૪) આ નામ કેમ પડયું તે સમજાવે છે. એના કહેવા પ્રમાણે મસ્કરિન નામ પડવાનું કારણ એ હતું કે એ લેાક પેાતાના હાથમાં વાંસદંડ ( મRT ) રાખતા. દંડ રાખવાના આ અભ્યાસને લીધે એ પતંહિન તરીકે પણ ઓળખાતા હતા. પાણિનિના લખાણુ ઉપરના પેાતાના ભાષ્યમાં પતંજલિ આગળ સમજાવે છે કે આ પ્રકારના પરિવ્રાજક મસ્કેરિન કહેવાતા એનું કારણ વિશેષે કરીને એ હતું કે એણે સર્વ પ્રવૃત્તિઓને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરેલી હતી, નહિ કે એ દંડ રાખતા. આ લખાણામાંથી એક હકીકત તરી આવે છે અને તે એ કે આ મસ્કરીના વા એકદંડીએના એ પ્રકારા હતા. ઉતરતી શ્રેણિના તપસ્વી ભિક્ષાપાત્ર અને કટિબંધન ઉપરાંત સાથે એક યથાર્થ દંડ રાખતા જ્યારે પરમહંસની ઉચ્ચતર શ્રેણિમાં એ આ ત્રણે વસ્તુના અધિકારના ત્યાગ કરતા અને નિતાન્ત ત્યાગ રૂપી દંડના જ૧૦ આશ્રય લેવાના દાવા રાખતે. પ્રાચીન ભારતમાં ધરબાર વિનાના પરિવ્રાજક તપસ્વીનું જીવન અંગીકાર કરવાનું વલણ એક સમયે ઘણું પ્રચલિત હેાવાનું જણાય છે. ઘણી વાર આ જીવન સાચા ધાર્મિક હેતુએથી ગ્રહણ કરવામાં આવતું; પરંતુ સંભવતઃ એટલી જ વાર કેવળ રખડેલપણાના શેખને લીધે અને પ્રામાણિક કામ કરવાની અનિચ્છાને લીધે પણ એમ કરવામાં આવતું. કાઇ અમુક વર્ગના લેાકામાં જ એમ હતું એવું નથી; પરંતુ સંભવતઃ નીચલા વર્ગોમાં એને વિશેષ પ્રચાર હતા. ઉપલા વર્ગોમાં ( કહેવાતા દ્વિજોમાં ) બ્રાહ્મણ સ્મૃતિકારાએ આનું નિયમન કરવાના પ્રયત્ન કરેલે. એમણે એવા ધારા બાંધેલે કે ઉગતી અવસ્થાના વર્ષોં વિદ્યાસેવનાર્થે અર્પણ કરવાં, વચલી અવસ્થાનાં વર્ષોં કુટુંબપાલન અને વ્યવસાય સેવનાથૅ ખર્ચવાં અને તપસ્વીજીવનાર્થે કેવળ ઉતરતી અવસ્થાનાં વષૅ સમર્પણ કરવાં. પરંતુ આ પૃથ્ય નિયમનને ભારતીય સમાજમાં કયારે પણ ઝાઝા અમલ થતા હતા એ તે રાંકાસ્પદ જ ગણાય; કારણ પરિત્રજ્યાથે સમગ્ર જીવન સમર્પણ કરવાની વૃત્તિ લેાકેામાં અતિ પ્રખળ હતી. નિયમ તરીકે મસ્કરીન એકાંત જીવન ગુજારતે. આ પ્રકારનું જીવન અંગીકાર કરવાના ઘણા ગંભીર દુરૂપયેાગા થવાના ભય હતેા. એથી કરીને પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા માણસેાએ તપસ્વી જીવન પ્રત્યેના વલણનું શાસન કરવાના કાર્યને વિચાર કર્યાં–એને પ્રતિબંધ કરીને વા એ માટે જીવનની અમુક કાલમર્યાદાનું બંધન મુકીને હિ, પરંતુ વર્તનના કડક નિયમેાના શાસનવાળા સંધેામાં પરિવ્રાજકાનું સંગઠન કરીને. આવા લેાકેા તે બૌદ્ધ અને જૈન ધર્મના સંસ્થાપકેા. બધા અહેવાલા જોતાં ગેાસાલ ભાગ્યેજ એ પ્રકારના આદમી હતા. પ્રકૃતિથી જ એ પરિવ્રાજકપણાના મ્હાને સ્વચ્છંદી જીવન ગુજારતા ઉતરતા પ્રકારના ૮. એ. અને યુ. ૭૯૫ મું ૫૬. ૯ કી. મ. ૩, ૯૬. ૧૦. વે. ઇ. સ્ટુ. ૨. ૧૭૪-૧૭૫. ૩ Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy