SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ રૂ ૪ ] जैन साहित्य संशोधक. આજીવિક સંપ્રદાય. [ મૂળ લેખક એ. એફ. આર. ડાઅલેં] (અનુવાદક ચુ. પુ. રેટ ) [ खंड ३ [ ડા. એ. એ. આર્ હાઅોઁ એ જાણીતા યુરેાપીયન સ્કોલરમાંના એક છે. તેઓના પરિચય જૈનસાહિત્ય સંશાધક પ્રથમ ખંડના ચોથા અંકમાં થેડે આપવામાં આવેલા છે. તેથી અહિં તેની પુનરુક્તિ આવશ્યક નથી. અહિં માત્ર એટલું જ જણાવવું બસ થશે કે આ ઇંગ્રેજીમાં તેમણે લખેલેા ‘ આજીવક ' વિષયક એક નિબંધ ‘ ઇન્સાઈકલા પીડિયા આફ રિલિજીયન એન્ડ એથિકસ ' ના વે. પહેલાના પૃ. ૨૫૯ ઉપર પ્રસિદ્ધ થએલા છે. જેના ગૂજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે. ' આ નિબંધ અનેક દૃષ્ટિએ ઉપયેાગી છે. તેમાં આવક સંપ્રદાય અને તેના નેતા ગાશાળક વિષે પુષ્કળ માહિતી બૌદ્ધ અને જૈન ગ્રંથા ઉપરથી એકત્ર કરવામાં આવી છે. નિબંધ વાંચતાં જ લેખકના વિશાળ વાચન, મનન અને પૃથક્કરણ કૌશળની છાપ પડયા વિના રહેતી નથી. એમાંની કેટલીક અટકળા કલ્પિત હેાવાનો સંભવ છે. પણ ખરા અભ્યાસીએ સાહિત્ય ઉપરથી તટસ્થભાવે વસ્તુ કેમ તારવવી એના સચેાટ દાખલેા આ નિબંધ પૂરા પાડે છે. પશ્ચિમીય વિદ્વાનાની અભ્યાસપતિ, અને વિચારસરણિથી માહિત થવા ઇચ્છનાર એક મુનિશ્રી માટે મૂળ ઈંગ્રેજી નિબંધને ગૂજરાતી અનુવાદ કરવામાં આવેલા પણુ એ અનુવાદ ખીજા જિજ્ઞાસુઓને પણ ઉપયેાગી થાય એવી ધારણાથી તે મુનિશ્રીની સમ્મતિથી એ અનુવાદ અત્રે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ અનુવાદ કેવળ ભાવાનુવાદ ન હેાતાં મુખ્યપણે શાબ્દિક અનુવાદ છે. મૂળ સાથે મેળવનારને સગવડ પડે એવી દૃષ્ટિથી અનુવાદ કરવામાં આવેલા તેથી ચિત્ ચિત્ વાક્ય રચના ગૂજરાતી ઢબને બંધ ન બેસે તેવી જણાશે છતાં કાળજી પૂર્વક વાંચનારને તેમાંથી અર્થોધ થવામાં કશી જ અડચણ આવે તેમ નથી. આ નિબંધમાં વપરાયેલા પુસ્તકાના સંકેતેાનું સ્પષ્ટીકરણ નિબંધના અંતમાં આપવામાં આવે છે. સંપાદક. ] ૧ ઉપાધાત –બોધેાના અને જૈતાના, બન્નેના પવિત્ર ગ્રંથા ઉપરથી આપણે જાણીએ છીએ કે છ. સ. પૂર્વે છઠ્ઠા સૈકાના પ્રાયઃ અંત ભાગમાં બૌદ્ધ અને જૈન ધર્મની સ્થાપના સમયે આવિક નામના એક સમકાલીન ભિક્ષુસમૂહ હસ્તી ધરાવતા હતા. અમુક જૈન શાસ્ત્રામાં આપણને વિશેષ માહિતી મળે છે કે આ સમૂહના સ્થાપનાર ગાસાલમંખલીપુત્તર નામના માણસ હતે. સપ્તમાંગમાં ગેાસાલે એક જણને-સદ્દાલપુત્તને-આવિકસમૂહમાં સ્વીકાર્યાંનું કહેવાયું છે. અને ભગવતી સૂત્ર નામના પંચમાંગમાં આપણને એ સમૂહે મુખી તરીકે સ્વીકારેલ ગેાસાલના વૃત્તાંત મળે છે. ખુદ્દે ઉપાલંભાથૅ વીણી કાઢેલા છ ભિક્ષુસંઘાના નેતાઓમાંના એક તરીકે અનેકવાર બૌદ્ધ પવિત્ર ગ્રંથાઇ ગેાસાલ મંખલીપુત્તના ઉલ્લેખ કરે છે; છતાં સ્પષ્ટ રીતે, આયિકા સાથે સંબંધ ધરાવનાર તરીકે એ એના કંદ ઉલ્લેખ કરતા નથી. પરંતુ બન્ને ( જૈન અને બૌદ્ધ ) એને સ્વતંત્ર ચ્છિાશક્તિના અને નૈતિક જવાબદારીના નિષેધના ધાર્મિક તાત્ત્વિક સિદ્ધાંત-નિતિવાદ–ધરાવનાર તરીકે લખે છે એ હકીકત દર્શાવે છે કે આ બાબતમાં બૌદ્ધ પરંપરા જૈનથી યથાર્થ રીતે જુદી પડતી નથી. ૧. અ’. નિ. ૩, ૨૭૬; ડા. પૃ. ૭૧, ૨૨૦ ૨. પાલી મૈલીપુત્ત, સંસ્કૃત મરીપુત્ર; ૩. ૩, ૬, ૨, ૧૩૩ ૪, મ. નિ. ૧, ૧૯૮, ૨૫૦, ૫૧૫ સ. નિ ૧, ૬૮: ૩૮; ૪ દી, નિ, ૧, ૧૨, જા, ૫, ૨૪૬ Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy