SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ [२३ ? ] फारसी भाषामां ऋषभदेव स्तवन સલામુ, હરામુ (કડી ૭), જાનૂઉ (કડી ૮) ઇત્યાદિરૂપમાં લખેલા શબ્દો લઇ શકાય. વળી કેટલાક શબ્દ તે એવા પણ છે કે જે આજે ગૂજરાતી ભાષામાં ખૂબ પ્રચાર પામેલા હેઈ જાણે ગુજરાતીના જ રૂઢ શબ્દ ન હોય તેવા લાગે છે. ઉદાહરણ તરીકે, હકીકત, દેસ્તી (કડી ૨), ખુદા (કડી ૩), ફરમાન (કડી ૫), જંગ (કડી ૬), અગર (કડી ૭), વગેરે શબ્દો આપણને તો અતિપરિચિત હોઈ તે વિદેશી છે એમ ભાસ પણ થે કઠિણ છે. પણ જિનપ્રભસૂરિના જમાનામાં–આજથી ૬ સે વર્ષ પહેલાના વખતમાં–તે આપશું લોકેને આ શબ્દોને ન જ પરિચય થતું હતું તેથી તે વખતે તે આ શબ્દ શુદ્ધ ફારસી-આરબી ભાષાના જ શબ્દો તરીકે સ્પષ્ટપણે ઓળખાય અને ગણાય એ સમજાય તેવું છે. જિનપ્રભસૂરિની આ કૃતિને ફારસી ભાષાની કેઈ શુદ્ધ કૃતિ તરીકે તે આપણે ન જ ગણી શકીએ. કારણ કે એમાં કાંઈ એ ભાષા વિષયક પાંડિત્યનું સૂચન તે જરાએ છે જ નહિ, પણ કુતુહલત્પાદક કૃતિ તરીકેનું એનું સ્થાન આપણા સ્તવનાદિ સંગ્રહમાં અવશ્ય રાખવા લાયક છે. ફારસી–આરબી–ગૂજરાતી ભાષાની કાચી ખીચડી જેવી આ એક વસ્તુ છે, એવી ઉપમા આપીએ તો તે બરાબર બંધ બેસતી જણાશે. અગર, દેશી ઈદે રૂપ સતરના દેરામાં શીખાઉ માળીએ જેમ તેમ ગુંથેલી ફારસી-આરબી–અપભ્રંશ શબ્દરૂપ ગુલાબ, મગરા અને ચંપાના ફુલની આ છે, એક માળા એમ પણ આ સ્તુતિને કહી શકીએ તે તે પણ ચગ્ય લેખાશે. આ સ્તુતિની કુલ ૧૧ કડીઓ છે, જેમાં પહેલી બે કડીઓ ગાથા છંદમાં બનાવેલી છે. પછીની ૬ કડીઓ દુહા છંદમાં, અને તે પછીની એક કડી ચતુષ્પદી એટલે ચઉપાઈ છંદમાં બનાવેલી છે. ૧૦ મી કડીનું છંદ બરાબર ઓળખાતું નથી. છેલ્લી કડી ઇંદ્રવજા છંદની છે. વાંચકેના જ્ઞાનની ખાતર આ સ્તવનને સરલ ગૂજરાતી સાર અહિં આપી દે ઠીક થઈ પડશે. ૧. હે પૂજ્ય! હું તારે સેવકનેકર છું અને તું પૃથ્વી પતિ જેવો મારો સ્વામી છે. તું તે જગતના બધા લોકોને જાણે છે ઓળખે છે તો પછી મને શા માટે લાંબા સમયથી સંભારતો નથી ? ૨. જગતમાં, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કે દશ જે કાંઈ તારી સાથે મિત્રી ધરાવનારા, નારે છે તે જ ગુણવાન અને સાધુ પુરુષ છે. ૩. હે સ્વામિન ! અમારી સેવા-ભક્તિ તરફ જરાતરા પણ છે અને માસ, દિવસ, રાત્રી કે છેવટે એક પ્રહર પણ આવીને અમારા દિલમાં નિવાસ કર. ૪. હે પ્રભુ! તું જ મારી માતા, મારે પિતા અને ભાઈ છે. તને છોડીને બીજા કોઈની સાથે મારે કશું કામ નથી. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy