SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ]. जैन साहित्य संशोधक [ खंड ३ સ્વેચ્છભાષાને પણ ભગવાન રાષભદેવની સ્તુતિદ્વારા પવિત્ર કરી તેને જાણે જેનમુનિઓના મુખમાં પ્રવેશવાને, જૈન મંદિરમાં બેલવાને, અને જેનગ્રંથ ભંડારમાં સ્થાન પામવાનો હકક–પરવાને કરી આપે. નહિં તે વ ચાર્જ મrvi ગાળઃ દક્તિf આ જાતના યાવની ભાષા ન બેસવા માટે સખ્ત રીતે કરી રાખેલા રૂઢીપષક શિષ્ટ નિયમનો ભંગ કરવાને અન્ય પ્રસંગ તે મળ જ કઠિણ હતે. ખરેખર ભાષાવિષયક જૈન વિદ્વાનનું ઉદાર આચરણ આખી હિંદુપ્રજાને અનુકરણ કરવા લાયક હતું. જેનાચાર્યોએ બ્રાહ્મણની માફક કેઈપણ ભાષાની અવગણના કરી નથી તેમ જ કેઈપણ ભાષાભાષી સમક્ષજનને માટે જ્ઞાનનાં દ્વાર બંધ રાખ્યાં નથી. એટલું જ નહિં પણ અનેક અતિ સામાન્ય ભાષાઓને, પોતાની પ્રતિભાવાળી કૃતિઓથી અલંકૃત કરી, જેનસંતેએ ઉચ્ચ અને પ્રગતિશીલ ભાષાઓમાં સ્થાન મેળવવાની અધિકારિણી બનાવી દીધી છે. વર્તમાન આર્યપ્રજા હિંદી, ગૂજરાતી, મરાઠી, બંગાળી અને પંજાબી વગેરે જે દેશ ભાષાઓ દ્વારા પિતાને જીવિત વ્યવહાર ચલાવી રહી છે તે ભાષાઓની મૂળજનની પ્રા. ચીન પ્રાકૃતને જે જૈન વિદ્વાને એ ન પિષી હિત તે આજે આપણા નિકટ-પૂર્વજોની પ્રયવાણીને ભસ્માવશેષ પણ આપણે ન મેળવી શક્યા હોત. આપણું પૂર્વજોની માતૃભાષાને અમર બનાવવાને સંપૂર્ણ શ્રેય જૈન ગ્રંથકારેને જ છે. અસ્તુ. જેમ, પ્રાચીન વસ્તુઓના સંગ્રહ સ્થાનમાં દુર્લભ્ય જણાતી કોઈ વસ્તુ વધારે મહત્વની અને વિશેષ ધ્યાન ખેંચવા લાયક હોય છે તેમ જન સ્તવન, સ્તુતિ, સ્તોત્રો આદિના સંગ્રહમાં આ સ્તવન પણ વધારે મહત્વનું અને વિશેષ વસ્તુ જેવું છે. આ સ્તવનનું મૂળ પાનું પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના ભંડારમાંથી મળી આવ્યું છે. એ પાનું, જેમ એની અંતે લખેલું છે. પં. લાવણ્યસમુદ્ર ગણિના શિષ્ય પં. ઉદયસમુદ્ર ગણિએ લખ્યું હતું. પાનું પંચપાઠીના રૂપમાં લખેલું છે. એટલે કે વચ્ચે મૂળ સ્તવન લખેલું છે અને આસપાસ તથા ઊપર નીચે એમ ચારે બાજુએ ટીકા લખેલી છે. ટીકાની અંત પં. લાવણ્યસમુદ્રમણિનું જ નામ છે તેથી એમ લાગે છે કે પ્રથમ મૂળ સ્તવન પં. લાવણ્યસમુદ્રના શિષ્ય ઉદયસમુદ્ર લખી લીધું હતું અને પછી તે ઉપર ટીકા તેમના ગુરુએ લખી દીધી હતી. લખ્યાની સાલ જે કે છે નહિં તેથી પં. લાવણ્યસમુદ્રને સમય જાણી શકવાનું બન્યું નહિં; પણ અક્ષરનું વળણ અને પાનાની સ્થિતિ જોતાં તે ૧૭મા સૈકાથી અર્વાચીન તે નહીં હોય તેમ લાગે છે આ સ્તવનમાં ફારસી, અરબી ને દેશી–અપભ્રંશ એ ત્રણ ભાષાના શબ્દોને પ્રગ થએલા છે એમ એ સ્તવનની સંસ્કૃત ટિપ્પણી લખનારનું કથન છે અને તે બરાબર છે. કામુ (કડી ૩ છે), છડિય (કડી ૬), જિમ (કડી ૧૦), વગેરે શબ્દો અપભ્રંશગૂજરાતી છે અને બીજા ફારસી-આરબી છે. એ ફારસી-આરબી શબ્દને પણ સ્વભાષાના પ્રત્યય લગાડી અર્ધ દેશી જેવા બનાવી લેવામાં આવ્યા છે. દાખલા તરીકે ખિદમત, રહમાન, સલામ, હરામ, જાનવર વગેરે શબને બદલે ખતમથ (કડી ૩), રહમાણુ (કડી ૫), Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy