SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૨ ] श्री हेमचंद्राचार्य प्रसादीकृत मंत्र-पदो [ ૨૧ એ નમસ્કાર મંત્રના પ્રભાવ અને માહાસ્યના વર્ણનમાં પૂર્વાચાર્યોએ અનેક કૃતિઓ ઉપજાવેલી છે. નમસ્કાર કહ૫ નામની એક અનિર્દિષ્ટકર્તાની કૃતિ ઘણી જૂની મળી આવે છે. એમાં નમસકાર મંત્રના જૂદાં જુદાં વણે અને પદોના સંયોજનથી અનેક પ્રકારની વિદ્યાઓ અને મંત્રની રસૃષ્ટિ કરવામાં આવેલી છે અને તેઓના ઉપયોગ અને કાર્યોની વિગત આપેલી છે. જિનકીર્તિસૂરિ નામના એક વિદ્વાન સંવત્ ૧૪૫૭ માં નમસ્કાર સ્તોત્ર એ નામે એક કૃતિ કરી છે જેમાં નમસ્કાર મંત્રના પાંચ અને નવપદની આનુપૂર્વી-અનાનુપૂર્વની ભંગ પદ્ધતિને ગણિતની દષ્ટિએ ખૂબ વિસ્તાર કરે છે. એ સ્તવની અંતે એ સૂરિ કહે છે કે – इय अणुपुविप्पमुहे भंगे सम्मं वियाणिउं जो उ। भावेण गुणइ निच्चं सो सिद्धसुहाई पावेइ ॥२६॥ जं छम्मासियवरिसियतवेण तिव्वेण झिज्झए पावं । नमुक्कार अणणुपुवीगुणणेण तयं खणध्देण ॥२७॥ जो गुणइ अणणुपुवीभंगे सयलेवि सावहाण मणो। दढरोसवेरिएहिं बद्धो वि स मुच्चए सिग्धं ॥२८॥ एएहिं अभिमंतियवासेणं सिरिसिरिवत्तमित्तेण । साइणि-भूअप्पमुहा नासंति खणेण सबगहा ॥२९॥ अन्ने वि उवसग्गा रायाइं भयाइं दुठ्ठरोगा य । नवपयअणाणुपुव्वी गुणणेणं जति उवसामं ॥३०॥ અર્થાત–આ પ્રમાણે અનુપૂર્વ પ્રમુખ ભંગને જે સમ્યક્ રીતે જાણુને ભાવપૂર્વક જે નિત્ય ગણ્યાં કરે તો તે સિદ્ધિનાં સુખ પ્રાપ્ત કરી શકે. ૨૬. જે પાપ છ માસના અને વરસના તપથી દૂર થાય તે પાપ નમસ્કાર મંત્રની અનાનુપૂવ ગુણવાથી એક ક્ષણાદ્ધમાં નષ્ટ થઈ શકે. ૨૭. સાવધાન મનવાળો થઇને જે પુરુષ અનનુપૂર્વીના સઘળા ભાંગાઓનું ગુણન કરે તો તે વૈરીઓના ગમે તેવા દઢ બંધનમાં પડેલે હેય તે પણ તેમાંથી શીધ્ર છુટકારો મેળવી શકે. ૨૮. આ મંત્રપદેથી અભિમંત્રેલા કેવળ શ્રીપત્રના વાસથી જ શાકિની આદિ ભૂત-પ્રેત અને સર્વ ગ્રહો ક્ષણભરમાં નાશી જાય છે. ર૦ રાજ્યભય કે દુષ્ટરોગ આદિ જે કાંઈ બીજા પણ ઉપસર્ગો હેય તે આ નવપદનું અનાનુપૂવીની રીતે ગુણન કરવાથી ઉપશાંત થઈ જાય છે. ૩૦. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy