SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] जैन साहित्य संशोधक [āડ રૂ માફક એ વાછરડાંઓ શેઠના ઘરમાં આખો દિવસ કલેલ કર્યા કરે અને શેઠ-શેઠાણીની પાછળ પાછળ ફર્યા કરે. નિત્યના સહવાસથી તેમની લાગણીઓ એટલી બધી કેળવાઈ ગઈ હતી કે શેઠ શેઠાણી જ્યારે સામાયિક પ્રતિક્રમણ આદિ કરવા એકાંત સ્થાનમાં બેસે ત્યારે તે પણ તેમની પાસે નિશ્ચલ ભાવે આવીને બેસી જાય. અષ્ટમી ચતુર્દશી આદિના પર્વ દિવસોમાં જ્યારે તેઓ દંપતી એકાશન ઉપવાસાદિના નિયમ લે અને ભોજન વગેરે ન કરે તો તે દિવસે તે વાછરડાઓ પણ ઘાસ-પાણી પીવે નહિ! આમ કેટલેક સમય પસાર થયો અને વાછરડાંઓ ખૂબ હષ્ટ-પુષ્ટ થઈ મોટાં દેખાવા લાગ્યાં. એક પર્વ–મહોત્સવના દિવસે શેઠ-શેઠાણી બંનેએ પૌષધ વ્રત લીધું અને એકાત વાસમાં રહી આખો દિવસ સ્વાધ્યાય અને સવિચારના ચિંતનમાં તલ્લીન બન્યાં. ગામના બીજા બીજા લેકે રમતગમત અને મોજમજાના કામમાં જોડાયા. જિનદાસ શેઠને કોઈ એક અજેન ગૃહસ્થ ખાસ મિત્ર હતા. તે આવા જ કઈ ૨મત-ગમતના કામમાં ભાગ લેવા માટે નગરથી દૂર આવેલા કોઈ સ્થાનમાં જવા માટે તૈયાર થયો. અનેક નગરજનો ઉંચી જાતના બળદો વગેરેથી જેડાએલી સુંદર ગાડીઓમાં બેસીને નગર બહાર જવા લાગ્યા તેમને જોઈને એ અજેને ગૃહસ્થનું, જિનદાસ શેઠને ત્યાં ઉછરતાં બાળ વાછરડાઓ તરફ ધ્યાન ગયું, શેઠ પોષ વ્રતમાં એકાંતે બેઠેલા હોવાથી, પૂગ્યા કર્યા વગર એ વાછરડાઓને લઈ જઈ તેણે પોતાની ગાડીમાં જેમાં અને પછી તેમાં બેસી બહાર ફરવા નીકળી પડયો. વાછ. રડાઓ શરીરે તે બહુ પુષ્ટ દેખાતાં હતાં પણ કોઇ દિવસે ગાડી વગેરે વાહનમાં જોડાએલાં ન હોવાથી એ ભાર તેઓ ખેંચી શક્યાં નહિ તેમ જ બરાબર ચાલી શકયાં પણ નહિ. આથી ગુસ્સે થઈ તે ગૃહસ્થ એ બાળ-વત્સાને ખૂબ માર માયી અને અતિશય ત્રાસ આપ્યા. સાંજ પડે જ્યારે એ વત્સાને જિનદાસ શેઠને ત્યાં પહોંચતાં કરવામાં આવ્યાં ત્યારે તેઓ અધમુઆ જેવી હાલતમાં પહોંચી ગયાં હતાં. તેમના શરીરનાં સાંધે સાધાં તૂટી ગયાં હતાં અને મૂર્શિત થઈને ધરતી ઉપર ઢળી પડયાં હતાં. સૂર્યાસ્ત થએ શેઠ શેઠાણી પિષધ છેડી નીચે આવ્યા અને વાછરડાંઓની આવી દશા જોઈ બહુ દુ:ખી થયા. પણ હવે કાંઈ ઈલાજ ન હતો. તેઓ બંને વાછરડીઓને આતશય પ્રેમભાવથી બુચકારવા લાગ્યા અને છેલ્લી ઘડીએ તેઓનાં પ્રાણ આવી પહોંચેલા જોઈ, તેમની સદ્દગતિની કામનાથી નમસ્કાર મહામંત્રનો શાંત પાઠ તેમના કાન આગળ ઉચ્ચારવા લાગ્યા. પિતાના માતા-પિતા જેવા એ દયાળ પતિ-પત્નીના મધુર શબ્દો સાંભળતા ઘડી બઘડી સ્વસ્થપણે પડયાં રહી સરલ ભાવે તેમણે પોતાનાં શરીર છોડયાં. એ નમસ્કાર મંત્રના શાંત શ્રવણથી તેમની લાગણીઓ બહુ જ શુદ્ધ બની ગઈ હતી અને તેના પ્રભાવે તેઓ મરીને તરત નાગકુમાર જાતિના દેવ થયા. પછી, એ દેવભવમાં, જ્યારે ભગવાન મહાવીર છઠ્ઠમસ્થાવસ્થામાં નાવમાં બેસીને ગંગા નદી ઉતરતા હતા અને સદંષ્ટ નામને દુષ્ટ દેવ તેમની નાવને નદીમાં ડુબાડવા પ્રયત્ન કરતો હતો, ત્યારે એમણે પિતાની દિવ્ય શક્તિના બળે એ દેવનો તિરસ્કાર કરી પ્રભુ મહાવીર દેવના ઉપસર્ગનું નિવારણ કર્યું હતું. (જુઓ, હેમચંદ્રાચાર્ય વિરચિત મહાવીર સર્ગ. ૩; તથા કલ્પસૂત્ર ટીકા વગેરે) Aho I Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy