SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અંજ ૨ ] नलविलास नाटक [ ૨૧૭ પ્રસ્તાવના પૂરી થતાં નલરાજા પોતાના મિત્ર કલહંસને કહે છે કે “પરમેશ્વર યુગાદિદેવની સંપર્યાથી અમે થાકી ગયા છીએ માટે વિશ્રામ લેવાને કોઈ છાયાવાળી જગા ઉદ્યાનમાં શેધી રાખે, એમ ખરમુખને કહે'. ખરમુખ વિદૂષક છે. પછી એવી જગાએ ત્રણેય મિત્રો બેસે છે અને વિદૂષકને યોગ્ય ડી ટપાટપી ચાલે છે. વિદૂષક જરા રીસાય છે અને પાછો તરત રીઝી પણ જાય છે. રાજાએ પિતાને સ્વમ આવેલું હતું તેનું ફળ જાણવા નૈમિત્તિક બ્રાહ્મણને બોલાવ્યો હતો અને તે તેના જ વિચારમાં હતું તેથી, વિદૂષકની આ ખીજ અને રીઝથી નળ તર્ક કરે છે કે સ્વમનું ફળ પણ કાંઈ અંતરાયવાળું હશે. એ નાટકનાં પાત્ર આવો વહેમ એક બે જગાએ જરા વધારે પડતે બતાવે છે. રાજા નૈમિત્તિકને કહે છે કે રાત્રિના ચોથા પહોરે અમારા હાથમાં એક મુક્તાવલી કયાંકથી આવી પછી પડી ગઈ અને પછી પાછી અમારે કઠે પહેરાઈ અને તેથી અમે તેજસ્વી થઈ ગયા. નમિત્તિક કહે છે કે સ્ત્રીને લાભ એ સ્વમનું ફળ છે. પરંતુ માલા એકવાર પડી ગઈ માટે તેમાં કંઈક વિઘ છે, પણ અને તે શુભપ્રદ છે. અને ફળ કથન સાચું છે તેની ખાત્રી કરી આપવા કહે છે કે થોડા જ સમયમાં તેને પર જણાશે. ત્યાં નેપચ્ચે કઈ બોલે છે “નૈષધનાથને અમારું આગમન જાહેર કરે.” અંદર આવનાર એક કાપાલિક હતો-વિદૂષક તે તેને જોઈને જ હી જાય છે. રાજાને પણ વહેમ જાય છે કે આ માણસ કઈ ગુપ્તચર હોવો જોઈએ અને નળના સવાલોના ઉડાઉ જવાબથી તે વહેમ વધે છે. અને ભેદ ઓચિંતો ફૂટે છે. વિદૂષક અને કાપાલિક વચ્ચે બોલાબોલી થાય છે, બેલાબેલીમાંથી સામસામાં મારવા ઊભા થઈ જાય છે-રાજ્યના ગૌરવને આ હાનિકર્તા છે–અને તેમાં કાપાલિકની કુખમાંથી પિટકી પડી જાય છે અને અંદર જતાં તેમાંથી એક લેખ નીકળે છે. લેખ “મહારાજ ચિત્રસેન” ઉપર છે અને તેમાં કોષ્ટક પાસેથી બી લઈ લેવાનું લખેલું હતું. આ નામ કાનાં તે ઓળખાતું નથી. આગળ જતાં કોઈ સુંદર સ્ત્રીની છબી નીકળે છે. કાપાલિક તે કોઈ દેવીની હોવાનું કહે છે પણ ત્યાં રાજાની પરિચારિકા મકારિકા આવી પહોંચે છે અને તેનું પીએ વિદર્ભ હોવાથી વિદર્ભરાજા ભીમરથની પુત્રી દમયન્તીને તે ઓળખી કાઢે છે અને કાપાલિકા વિદર્ભથી આવતું હતું તે વાત મળી રહે છે. આ માણસ ગુપ્તચર હોવાનું સાબીત થાય છે અને તેને કેદમાં નાંખે છે. આ કાપાલિક કોણ તે અહીં નકકી થતું નથી પણ આગળ જણાય છે કે તે ચેદી દેશના રાજા કલચુરિપતિ ચિત્રસેનને ચર હતો. અને તે પિતાના રાજાને વિવાહ દમયન્તી સાથે મેળવવા પ્રયત્ન કરતો હતો. નાટકકાર પ્રેમાનન્દની પેઠે કવિ નારદ મારફત નળદમયન્તીનું ઓળખાણ કરાવતો નથી તેમ બેની વચ્ચે સંદેશા મેકલવા હંસને પણ લાવતા નથી પણ એક પ્રસંગના અકસ્માતથી નળને દમયન્તીની છબી દેખાડી તેને પ્રથમ મુગ્ધ કરે છે. આમ કરવાનું બીજું ફળ એ આવે છે કે દમયન્તીને પરણવામાં નિષ્ફળ ગએલો કલરિપતિ જ કલિનું કામ કરે છે અને નળદનીની ઉપર પડતી સર્વ વિપત્તિઓનું મૂળ બને છે. નળ દમયન્તીને મેળવવા પ્રયત્ન કરવા કલહંસ અને મકરિકાને વિદર્ભ મોકલે છે. ત્યાં પહેલો અંક પૂરે થાય છે. બન્ને વિદર્ભથી પાછાં આવે છે ત્યાંથી બીજો અંક શરૂ થાય છે. વિદર્ભમાં કરિકા દમયન્તીને મળી હતી, તેને નળની છબી બતાવી માહિત કરી શકી હતી અને નળ સાથે પરણવાની યુક્તિ પણ દમયન્તીએ જ બતાવી હતી. મુશ્કેલી એ હતી કે ઘરાણું નામના કાપાલિક ઉપર ભીમરથને વિશ્વાસ હતો. ઘોરણે એવું ભવિષ્ય ભાખ્યું હતું કે દમયન્તી ચિત્રસેનની ભાર્યો થશે. હવે ઉપાય માત્ર એટલો જ હતો કે ઘોરણની પત્ની લંબસ્તની જે નળ પતિ થવાનું ભવિષ્ય ભાખે તે બેઉનાં વચનામાં ભેદ Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy