SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અર્ धर्मसमुद्रकृत शकुंतला रास धर्मसमुद्र कृत शकुंतला रास [ સંગ્રાહક-સંપાદક—શ્રીયુત માહનલાલ દલીચંદ દેશાઈ B. A, LL, B. ] <c [ ૨૬ આ રાસના કર્તા ધર્મસમુદ્ર એ એક જૈન સાધુ છે, તે પેાતાને જે પરિચય, પોતાની અન્ય કૃતિઓમાં આપે છે તે એટલા કે પાતે જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાંના ખરતરગચ્છના જિનહર્ષસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિના શિષ્ય વિવેકસિંહ ઉપાધ્યાયના શિષ્ય હતા. તેમણે સં. ૧૫૬૭ માં જાલેારમાં સુમિત્રકુમાર રાસ, સં. ૧૫૮૪ માં કુલધ્વજ રાસ, અને સંવત્ આપ્યા વગરની અન્ય કૃતિ નામે રાત્રિભોજન રાસ ( અથવા જયસેન ચેાપાઇ ), અવંતિ સુકુમાલ સ્વાધ્યાય આદિ કૃતિઓ રચી છે. જીએ મારૂં પુસ્તક નામે જૈન ગૂર્જર કવિ પ્રથમ ભાગ ' પૃ. ૧૧૬ થી ૧૧૯. આ રાસ તે પુસ્તક છપાયું ત્યાર પછી હસ્તગત થયેલ છે ને તેની રચનાને સમય સં. ૧૫૭૦ લગભગ મૂકી શકાય. આ વર્ષ લગભગ કવિ ભાલણનું અવસાન થયું હશે એમ રા. રામલાલ ચુનીલાલ જણાવે છે. શકુંતલા પર કોઇપણ પ્રાચીન ગૂજરાતી કવિએ આખ્યાન, કે પદબંધ રચના કરી હેાય એવું ક્યાંય હજી સુધી માલૂમ પડ્યું નથી. આ ઉપર્ રચના કરવાની પહેલ કરનાર વિક્રમની સેાળમી સદીના ઉત્તરાર્ધમાં થયેલ આ જૈન વિ ધર્મસમુદ્ર છે એમ નિવિવાદે કહી શકાશે. આ કૃતિ એક નાની છતાં સુંદર કૃતિ છે તે સમગ્ર વાંચતાં બેઇ શકાશે, અને તેની આખી રચના જોતાં તેના કર્તા એક જૈન છે એવું કાઇને ભાગ્યે જ જણાશે. કવિશિરામણ કાલિદાસ કૃત શકુંતલા પરનું અભિજ્ઞાન શાકુંતલ નામનું ‘ નાટકાની રસરાણી ’ રૂપ નાટક સુપ્રસિદ્ધ છે. તેનું મૂલ વસ્તુ મહાભારતમાં મળી આવે છે. તે સિવાય સંસ્કૃતમાં અન્ય કોઇ કવિએ તેના પર કંઇ રચના કરી હેાય એવું જણાયું નથી. મહાભારતના વસ્તુમાં કવિ કાલિદાસે રાચક, ઉચિત, રસ વિધાયક ફેરફાર કરી પેાતાની સાચી કલાવિધાન અને પ્રતિભાશક્તિ તેમ જ સૂક્ષ્મ રસવૃત્તિ બતાવી છે. મારા મિત્ર રા. અંબાલાલ મુલાખીરામ જાની પ્રેમાનંદ કૃત સુભદ્રાહરણની પ્રસ્તાવના પૃ. ૧૬૬-૧૬૭ માં જણાવે છે કેઃ—— - કવિ કાલિદાસે· અભિજ્ઞાન શાકુંતલ 'ની રચના મહાભારતના એક વૃત્તાંતના આધારે રચી છે; પરંતુ તેણે તેના નાયક ભારતનૃપતિશિરામણિ દુષ્યન્ત અને નાયિકા શકુંતલા એ બન્નેનાં ચારિત્ર્યને સંસાર અને નીતિના ઉચિત અદર્શભૂત નિરૂપવા એ મહત્વનાં નવાં કયાંતરેા યેજ્યાં છે. છતાં તેમની માનવ પ્રકૃતિની સ્વાભાવિકતા, સંપૂર્ણ કલાચાતુરી અને રસસંવેદનથી જાળવી રાખી છે. તેણે તેમને આદર્શભૂત દર્શાવવા જતાં તેમની માનવતાને લેશ માત્ર નાશ કર્યો નથી, પણ તેની પામરતા નિવારી ઉલટી હલાવી છે. ( આ વાત હાલના · સાહિત્યકા ’ લક્ષમાં લેશે કે ? ) મૂળ વૃત્તાંતના દુષ્યન્ત રાજા અનેક પત્ની વાળા, કામી, અત્યન્ત મેહવશ, નિષ્ઠુર અને અસત્યવાદી છે; ત્યારે, ‘ અભિજ્ઞાન શાકુન્તલ ના નાયક દુષ્યન્ત રાજા વિનયી, ધાર્મિક, યાર્દ્ર અંત:કરણવાળા, પ્રેમશૌર્યાન્વિત અને સત્યપ્રિય છે. કાલિદાસે દુર્વાસા મુનિના શાપના પ્રસંગ યાજીને અદ્ભુત કલાચાતુરીથી દુષ્યન્તની કામાંધતા, પાપમયતા, નીતિભીતા અને પ્રણયહીનતા નિવારી, તેના પ્રતિની તિરસ્કારમુદ્દિ વાચકના મનમાં થતી અટકાવી ઉલટી, ઊંડી માનમુદ્ધિ, અને પૂજ્યભાવ ઉત્પન્ન કર્યા છે. તે જ પ્રમાણે મહાભારતની શકુન્તલા લાલુપ, મેહવશ, અને કંઇક ધૃષ્ટ પણ છે, તે કે તેનું વર્તન પ્રસંગોચિત છે ખરું; પરંતુ નાટકની શકુન્તલા Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy