SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય વક્તવ્ય s નિયમ કરતાં આ અંક સહુ જ વિલંબથી પ્રકાશિત થાય છે તેમાં કારણ એક તે ગરમીની મેાસમને લીધે અંક છપાવવાનું કાર્ય જરા ઘેાડુંક માડેથી જ શરુ થયું હતું તે; અને બીજાં ગૂજરાતમાં પડેલી અતિવૃષ્ટિના સખભે તેમાં વળી ૨૦-૨૫ દિવસના ઉમેરા થયા તે. આમ જયેષ્ઠ પૂર્ણિમા ઉપર કાઢવા ધારેલે આ બીજો અક્ર શ્રાવણી પૂર્ણિમાના સમયે પ્રકાશિત થઇ શકયા છે. આ થએલા વિલંબ અમારા જિજ્ઞાસુ વાચક બંધુએને અસદ્ય લાગે એ સ્વાભાવિક જ છે અને તેથી કેટલાક બંધુએએ એ બદલ જે સ્નેહભરી ફર્યાદ કરી છે તે પણ વાસ્તવિક છે. આ પછીના અંક જલ્દી જ પ્રકટ થવાનેા છે તેથી આશા છે કે આને બદ્લા એ અંકથી વળી શકશે. આવા ૩ જો અંક આશ્વિન પૂર્ણિમા લગભગમાં ગ્રાહકાને મળી જશે. * * * પહેલા અંકના પ્રમાણમાં આ અંક ઘેાડાં પાનાના જોઇ કદાચિત્ ગ્રાહકોને ભ્રમ થવાના સંભવ છે તે માટે અહિં ખુલાસેા કરી દેવા આવશ્યક છે કે-પહેલા અંકમાં કેટલુંક આવશ્યક લખાણુ વધી પડવાથી સંકલ્પિત પાના કરતાં અમારે વધારે પાનાં આપવાં પડયાં હતાં અને તેથી આ અંકમાં તે વાળી લેવાં પડયાં છે. અમારી મૂળનહેરાત પ્રમાણે તે આ પત્રને ચાતુર્માસિક રૂપે બહાર પાડવાનું હતું અને વર્ષના એ ત્રણે અંકામાં મળી કુલ ૪૫ ફાર્મ આપવાનું નિરધાર્યું હતું. પણ પાછળથી તે વિચારમાં સકારણ પરિવર્તન થયું અને તેથી ચાતુર્માસિકને બદલે ત્રૈમાસિક રૂપે પત્રે અવતાર લીધે. એટલે એક આખા અંકની ખાદ્યસામગ્રીને વધારે। થવાથી ખર્ચમાં પણ વધારા થયા. છતાં અમે ગ્રાહકાતે તે પૂર્વપ્રકાશિત વચન પ્રમાણે તેટલું જ લખાણ આપવાને નિશ્ચય રાખ્યા છે, એટલું જ નહિ પણ ઉલટું તેમાં પણ કેટલેાક વધારે આપવાને વિચાર્યો છે જે છેલ્લા અંક પ્રકટ થએથી સ્પષ્ટ જોઇ શકાશે. આ બધું છતાં ગ્રાહક સંખ્યા હજી અમારી એછામાં એછી ઇચ્છા પ્રમાણે પણ નોંધાઇ નથી. તેથી અમે અમારા જિજ્ઞાસુ અને સાહિત્યપીપાસુ બંધુએ કે-જે અત્યાર સુધીમાં ગ્રાહક તરીકે નોંધાઇ ગયા છે. તેમને જ ભલામણ કરવા ઇચ્છીએ છીએ કે તેઓ આ કાર્યમાં બનતી સહાયતા આપવા ઉત્સુક બનશે જ. * આ અંકમાં જે થથમાજા નામના અમારે લેખ છે તે મૂળ સન્તરજ્ઞત મારાં પ્રગ્ન્ય માટે લખાયા છે કે જે ગ્રંથ ગૂજરાતના સાક્ષરશરેામણુ શ્રી આનંદશંકર બાપુભાઇ ધ્રુવના સાક્ષરજીવનની ઉજાણી નિમિત્તે પ્રસિદ્ધ થવાના છે. એ ગ્રંથ પ્રસિદ્ધ થયા પૂર્વે જ અમારા લેખને આ રીતે જૈન સાહિત્ય સંશાધકમાં પ્રકટ કરવાની અને તેમ કરી અમારા વાચક્રને તેના વાંચનના વ્હેલા લાભ આપવાની જે ઉદાર અનુમતિ, એ ગ્રંથના મુખ્ય સંપાદક સાક્ષર શ્રીયુત હીરાલાલ ત્રિભુવનદાસ પારેખે આપી છે, તે બદલ આ પત્રના વાંચા તરફથી હું એ સાક્ષર સજ્જનનેા આભાર માનું છું. શ્રાવણી પૂર્ણિમા -સં પાદ ક ૧૯૮૩ Aho ! Shrutgyanam *
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy