SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ जैन साहित्य संशोधक ભાષા ૨ ઃ આભૂસાહના ઘરે એક વિશ્વાસુ રબારી-ભરવાડ રહે છે. તે બહુ જ વિવેકવાળે અને બળબુદ્ધિ આદિ બધું જાણનારે છે. તેને અવસર જોઈ આસરાજે પોતાને ત્યાં તેડાવ્યો અને તેની સાથે મિત્રતા બાંધી. ધીમે ધીમે મિત્રતાને સંબંધ ગાઢ થયો ત્યારે એક દિવસે આસરાજે પોતાના મનની વાતે તેની આગળ જાહેર કરી. રબારીએ એક મધરાતે પિતાની તેજ ચાલવાળી સાંઢણીને પહાણું આસરાજ પાસે લાવ્યું. તે જોઈ આસરાજ બહુ ખુશી થયો, કમરદેવી જ્યારે ભર નિદ્રામાં સૂતી હતી ત્યારે તેને ત્યાંથી ઉપાડી સાંઢણી ઉપર બેસાડી ચાલી નીકળ્યો. જાગ્રત થઈને કમરદેવીએ રબારીને હકારીને કહ્યું કે આ શું કરવા માંડયું છે? ત્યારે તે કહે કે, બા મારા ઉપર ગુસ્સે થશે નહિં. મેં તો આસરાજના કહેવાથી આ કામ કર્યું છે. એ સાંભળી કમરદેવી કુપિત થઈ અને કટાર કાઢીને મરવા માટે તૈયાર થઈ. ત્યારે આસરાજે કહ્યું કે, હે ભદ્રે ! તું રીસ કરીશ નહિ અને આમ મુંઝાઈ મરીશ નહિ. ગુરુમહારાજના કહેવાથી હું આ કામ કરવા તત્પર થયો છું. બધી વાત સાંભળીને કુમરદેવીને વિશ્વાસ આવ્યો અને તે તેની સ્ત્રી બની. તેઓ ત્યાંથી નીકળીને કંકણદેશમાં આવેલા પારા નગરમાં જઇને રહ્યા. ત્યાં તેમને જાહુ, માહુ, સાહુ, ધણદેવી, વયજલદે, સેભાગદે અને પદમલદે નામે અનુક્રમે સતિ પુત્રીઓ થઈ. તે પછી એક પુત્ર પેદા થયો જેનું નામ લૂણિગ રાખવામાં આવ્યું. પ્રથમ બધી પુત્રીઓ જ પેદા થઈ તેથી માતાનું મન જરા ખિન્ન બન્યું હતું. પણ જ્યારે આંઠમે પુત્ર પેદા થયો ત્યારે તેને ખૂબ હર્ષ થયો, અને તે માટે મેટો ઉત્સવ મંડાય. થડા સમય પછી બીજે પણ એક પુત્ર થયો જેનું નામ માલદેવ રાખવામાં આવ્યું. આ પુત્ર રૂપે કરીને કામદેવ જેવો દેખાતે હતો. પણ કમનસીબે બાળપણમાં જ એ બંને પુત્રો મૃત્યુ પામ્યા અને તેથી માતાનું હૃદય અત્યંત દુખી બન્યું. તે દિવસ ને રાત ઝરવા લાગી. આસરાજ તેનું મન શાંત કરવા માટે અનેક રીતે તેને સમજાવ્યા કરે પણ તેથી તેના મનનું સમાધાન થાય જ નહિ. ત્યારે તે મંત્રી કરી હરિભદ્રસૂરિ કને આવ્યો અને બધી વાત કહી. ગુરુએ પિતાના જ્ઞાનબળે ભવિષ્ય જોઇને કહ્યું કે-જ્યારે તમે સોપારાનું રહેઠાણું છોડીને ગૂજરાતમાં આવશે અને ધોળકામાં રહેશે ત્યારે તમને તેવા પુત્રની પ્રાપ્તિ થશે. ગુરુના વચન પ્રમાણે આસરાજ પોતાના પરિવારને લઇને ઘોળકે આવીને વસ્યો. ત્યાં તેને ત્રીને પુત્ર જન્મ્યો જેનું નામ વસ્તિગ (વસ્તુપાલ) રાખવામાં આવ્યું. એ પુત્રનો જન્મ પ્રસંગે માતાપિતાએ ખૂબ વધામણાં કીધાં. થોડા દિવસ પછી ચોથે પુત્ર પણ અવતર્યો અને તેનું નામ તેજિંગ (તેજપાલ) એવું રાખ્યું. આથી માતાને મન પરમ આનંદ થયો અને પિતાએ ખૂબ ઓછવા માંડ્યો. ભાષા ૩ : સૂર્ય અને ચંદ્રમાની જેમ દિવસે દિવસે બંને પુત્ર પ્રતાપી થવા લાગ્યા. વસ્તિગને લલતાદે નામે ભલી સ્ત્રી પરણાવવામાં આવી; તેમ જ તેજિંગને અનુપમદે નામે સુંદર સ્ત્રી પરણાવી. પૂર્વ પુણ્યના પ્રભાવે બંને ભાઈઓ સુખેમાં વિલસે છે અને આનંદમાં રમે છે. Lએ ધોલકા ન વાઘેલા વંશનો વીધવલ સ રાજ્ય કરે છે. તેણે એ બંને ભાઈઓની ખ્યાતિ સાંભળી એમને પિતાની પાસે તેડાવ્યા અને પોતાને રાજી કારભેપર લેવે સમજાવ્યા. ચૅરિ વસ્તુપાલે કહ્યું કે હે રાજન! મારી ઍક સંરતે છે તે તમારે કબૂલેવી જોઈએ અને તે એ છે કે મારી પાસે એવારે લાખ રૂપીએનું ઘર છે. જે કદાચ તમારે મારા ઉપર કોઈ કારણથી કેપ ઉતરે તે પણ તમારે મારા આ ધનને અડવું નહિં. એવી કઝુલાત જે સર્વજમ સમક્ષ તમે આપતા હે તે હું તમારે રાયે કારભાર સંભાળવા તૈયાર છું. રાજા મંત્રીપુત્રની આ વિલક્ષણ સરતે સાંભળી મનમાં તેની બુદ્ધિ માટે ચકિત થયો અને તેના કથન પ્રમાણે કબૂલાત આપીને તે બંને ભાઈઓને પોતાના પ્રધાને બનાવ્યા Aho ! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy