SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ એ ? ] महामात्य वस्तुपाल तेजपालना बे रास [ ૧ ૦૬ રાસ-સાર, પર જેમ સૂચવ્યું છે તેમ આ રાસમાં બીજી કઈ ખાસ એવી ઐતિહાસિક વિગતે નથી જે જૂના સંસ્કૃત ગ્રંથોમાં ન જણાતી હોય. આ બંને ભાઈઓ ધોળકાના વિરધવળ રાજાના કેમ મંત્રી બન્યા. કેવી રીતે એમણે ગૂજરાતના સામ્રાજ્યની ઉન્નતિ કરી અને કેવી રીતે ધર્મકાર્યોમાં અઢળક પૈસે ખર્ચો એ બધી હકીકત તે પ્રબંધોમાં સારી પેઠે લખેલી છે. આ રાસોમાં મુખ્ય રીતે તે ફક્ત આસરાજ અને કુમારદેવીના પુનર્વિવાહની જ વાત વર્ણવેલી છે અને છેવટે આ બંને દાનેશ્વરીઓએ ક્યાં ક્યાં ધર્મકાર્યો કર્યો અને તેમાં કેટલા પૈસા વાપર્યા તેની ટુંક યાદી આપી છે. આ નીચે એ આખા રાસને સરલ સાર આપવામાં આવે છે જેથી મૂળ રાસ જેને ન વાંચે હોય તે પણ આ સાર ઉપરથી તેને ભાવાર્થ સમજી શકે. આ સાર લક્ષ્મીસાગરસૂરિની બનાવેલી કૃતિને છે. પાર્ધચંદ્રસૂરિની કૃતિમાં ફક્ત કેટલાક શબ્દો અને વાકયોને જ વધારે છે તેથી તેનો જુદો સાર આપવાની આવશ્યક્તા રહેતી નથી. ભાષા ૧ લીઃ પ્રારંભની કડીમાં રાસકર્તા કહે છે કે-વાર જિનેશ્વર અને ગૌતમસ્વામીના પદ પ્રણમીને તથા સરસ્વતીને નમસ્કાર કરીને તેના સુપ્રાસાદથી હું વસ્તુપાલ તેજપાલને રાસ કહીશ પૃથ્વીમાં પ્રસિદ્ધ એવું અણહિલપુર નામનું નગર છે. એ નગર ગઢ, મઢ, મંદિર, પિળ, વાવ અને સરોવર ઈત્યાદિથી સમૃદ્ધ દેખાય છે. એમાં ૮૪ ચઉટાં છે. “માણસનો સમુદ્ર” એવી એને ઉપમા આપવામાં આવે છે. ધન, કણ અને કાંચનથી એ ભરેલું છે. એ નગરમાં પોરવાડ વંશના, ચંડનો પુત્ર, પ્રચંડ, તેનો પુત્ર સમ અને તેને પુત્ર આસરાજ કરીને રહે છે. મૂળ એ વંશ ગર્ભશ્રીમંત હતો પણ આજે તે નિર્ધન થએલો છે. કર્મની આગળ રાવ કે રંક કઈ છુટી શકતું નથી. એ કારણથી આસરાજે પરાણે પાટણ છોડીને માલાસણ ગામમાં આવીને વાસ કર્યો હતો. એ ગામમાં પોરવાડની જ જાતને આભૂસાહ નામે ગૃહસ્થ રહે છે. તેને રૂપે કરીને રંભા જેવી લાલદેવી (લક્ષ્મીદેવી) નામે ગૃહિણી છે. તેને કચરી નામે પુત્રી છે જે સુલલિત વાણીવાળી, અતિ રૂપવંતી અને ગુણવંતી છે. ભણાવી ગણાવી ને પિતાએ તેને ન્યાતિમાં પરણાવી પણ પૂર્વકર્મના વેગે તે રંડાપ પામી. તેથી માતા-પિતાએ તેને તેડાવીને પોતાને ત્યાં જ રાખી લીધી. પિહરમાં રહેતી થકી તે ધર્મ-નિયમમાં પિતાનો કાલ વ્યતીત કર્યા કરે છે. રોજ દેહરે ઉપાશ્રયે જાય, પિસહ પડિકમણાં કરે, સારી ભાવનાએ ભાવે અને જિનની પૂજા કર્યા કરે. એક દિવસે દેહરામાં પૂજા કરી પિશાળમાં આવીને ગુસ્ની વ્યાખ્યાનસભામાં બેઠી. સામુદ્રિક શાસ્ત્રના પારગામી ગુસ્ની દૃષ્ટિએ કુંવારી ચડતાં જ અનાયાસે તેમનું માથું ડોલવા લાગ્યું. તે વખતે આસરાજ ત્યાં બેઠો હતો. તેણે ગુને માથું ડેલાવવાનું કારણ પૂછયું. ગુરુએ કહ્યું એ વાત કહેવાય એમ નથી. તેથી આસરાજને વધારે ઉત્કંઠા થઈ અને પગે લાગી અતિ આગ્રહપૂર્વક વારંવાર પૂછવા લાગ્યો. ગુરુએ પિતાના જ્ઞાનબળે ભાવિને મહાન લાભ જાણી કહ્યું કે એની કુંખે તે એવા બે રત્નપુ નીપજશે જેઓ ચંદ્ર અને સૂર્ય જેવા તેજસ્વી અને પ્રતાપી બનશે. હરિભદ્રસૂરિના મુખેથી એ વાત સાંભળી મંત્રી આસરાજ કુંઅરીને પ્રાપ્ત કરવાના ઉપાય વિચારવા લાગ્યો. કુંઅરી વિધવા છે એ વાત તે જાણતા હતા અને તેથી તેના મનમાં જરાક સંકેચ આવ્યો. પણ તરત તેણે સમાધાન કરી લીધું કે, વિધવાને સંગ્રહ કરવામાં ો બાધ હોઈ શકે. પૂર્વ તો આમ થતું જ હતું. ખુદ આદિનાથ ભગવાને પણ વિધવા સાથે ઘરવાસ કર્યો હતો. એમ કરવાથી તે પૂર્વલી રીતિનું પાલન જ થાય છે; તેને કાંઈ લેપ થતું નથી. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy