SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪]. जैन साहित्य संशोधक [खंड ३ શાસ્ત્રીય કારણોથી અનુમોદન મળે નહિ ત્યાં સુધી નિર્ણયકારક ન પણ જણાય. એટલા માટે મારી પ્રતનું મૂળ પ્રત સાથે પુનરાવલોકન કરતી વેળાએ હું હરિવંશમાંના અપભ્રંશ ભાષાના વ્યાકરણનું ખું તૈયાર કરવા અને તેને પિરાણાના એવા ખોખા સાથે સરખાવવા માગું છું. આપે હરિવંશપુરાણની પ્રેસ કાપી તૈયાર કરી છે એ સાંભળીને હું રાજી થાઉં છું. અને આપને તે પ્રસિદ્ધ કરવાનો મજબુત આગ્રહ કરું છું. એનું સંપાદનકાર્ય મને સોંપવાની આપની માયાળુ દરખાસ્ત માટે હું આપને આભાર માનું છું; પરંતુ લખતાં દિલગીરી થાય છે કે આટલી ઉમરે હું એવું કોઈ કામ ન ઉપાડી શકું જે સંભવતઃ હું પૂર્ણ થયેલું જોવા જેટલું ન જવું. મેં ઘણો વખત થયાં જે કાર્યો પૂર્ણ કરવાનું માથે લીધું છે તે પૂર્ણ કરી શકું તે માટે સંતોષ માનવો જોઈએ. પરંતુ અપભ્રંશ ગ્રંથે નાગરીમાં પ્રકટ કરવા બાબત કેટલીક સૂચનાઓ આપવાની મને રજા આપશો? હ્રસ્વ અને દીર્ઘ ઇ અને ઓ અનુસ્વાર અને અનુનાસિક છપાતાં એક બીજાથી ભિન્ન દેખાવા જોઈએ. જેન હસ્તપ્રતોમાં અને ઓ લખવાની બે રીતે ઉપયોગ કરવાની મારી દરખાસ્ત છે; $ માટે તિ. તે માટે તા. જે આ સ્વરે હસ્વ હોય છે એ અક્ષરો છે અને જે લખવા. તે દીર્ધ અક્ષર તરીકે અને જે હ્રસ્વ તરીકે. આદિ એ જે હૃસ્વ હેય તો ૩, લખો અને દીર્ઘ હોય તે , હસ્વ ૫ માટે હું ઇ ની દરખાસ્ત કરું છું અને દીધી ઇ માટે નવું રૂપ છે દાખલ કરવા માગું છું. જે પ્રત એ પ્રમાણે લખાય તો પ્રત્યેક અક્ષરની માત્રાઓ દષ્ટિગોચર થાય અને છંદ પણું સ્પષ્ટ થવાથી એથી થતી ભૂલા એકદમ પકડાઈ જાય. આપે ઘણા અપભ્રંશ ગ્રંથ ઉપલબ્ધ કર્યા છે એ માટે હું આપને મુબારકબાદી આપું છું અને એની વિગતવાર નોંધ પ્રગટ કરવાની આપને વિનંતી કરું છું. અપભ્રંશમાં લખાએલાં એ તમામ દિગંબર કાવ્યો એક જ ભષામાં અને ધનપાલ અને પુષ્પદ વાપરેલા દેશમાં લખાએલાં છે? હું જાણીને ઘણો ખુશી થયો છું કે આપ જૈન સાહિત્ય સંશોધક ચાલુ કરવાના છે. અને એકાદા નવા અંક માટે આપે મારો ફોટો માગ્યો છે તે હું જુદા લખેટામાં એક મોકલું છું. એ ગયા ઉનાળામાં લેવાએલે છે અને મૂળને ઘણો મળતો મનાય છે. આપના પત્રના જે અંક આપે મને મોકલ્યા તેમાં પુષ્પદંત વિષેના લેખે ઉપરાંત ઘણા રસ પડે એવા લેખે છે. હું હિંદી કે ગૂજરાતી ઝપાટા બંધ વાંચી શકતો નથી. પરંતુ એ ભાષામાં લખાયેલા લેખને મર્મ કેશની મદદથી, તમે જેમ જર્મન સમજી શકે, તેટલું હું આ ભાષાઓમાંથી સમજી શકું છું. આપના પત્રમાં આપ છે. ફેન ગ્લાસેનાપનો ઉલ્લેખ કરે છે. એ મારા શિષ્ય છે અને આપ મારી પાસે લખાવવા ઇચ્છે છે એમ હું એમને લખીશ. એમનું સિરનામું નીચે મુજબ છે. Bendlerstrass 17, Berlin W. 10; Germany બીબલીઓયિકા ઇન્ડિકાવાળી હેમચંદ્રના પરિશિષ્ટ પર્વની બીજી આવૃત્તિ હમણાં પ્રેસમાં છે. આ નવી આવૃત્તિ બને એટલી શુદ્ધ કરવા માટે એ ગ્રંથની કેટલીક વધુ હસ્ત પ્રતો મારે જોઈએ છીએ. કારણ જે હસ્તપ્રત ઉપરથી પ્રથમ આવૃત્તિ તૈયાર કરવામાં આવી હતી તે સર્વ કાનું સમાધાન કરવા માટે પૂરતી ન હતી. આપ માટે ઉઘાડા છે એ ભંડારમાંથી કેટલીક સારી અને પ્રાચીન હસ્તપ્રતો મને ઉછીની ન મેળવી આપી શકે? મારા કામમાં મદદ કરવાથી આપ મને અત્યંત આભારી કરશો. માયાળુ લાગણીઓ સહિત હું છું આપને અંતઃકરણ પૂર્વક હમન થાકેબી Aho ! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy