SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] जैन साहित्य संशोधक [ વન રૂ અત્રે શ્રી જિનભદ્રગણિજીના સમયની નીચલી રેખા આંકવી જરૂરી જણાય છે. તે ઈ. સ. ૬૭૭ વિ. સ. ૭૩૩ ની છે. એ વિ. સ. ૭૩૩ ની સાલ જિનદાસ મહત્તરની નદી સૂત્રની ચૂર્ણની છે. આવશ્યક સૂત્ર પર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્ય રચ્યું અને ત્યાર પછી તે જ સૂત્ર પર જિનદાસ મહત્તરની ચૂર્ણિ છે. તેથી ઇ. સ. ૬૭૭ ( અને ભાષ્ય અને ચૂર્ણિના સંભવિત અંતરને ગણત્રિમાં લખચે તા ઇ. સ. ૬૫૦) શ્રી જિનભદ્રગણિના સમયની નીચલી સીમા છે. ઉપરની સીમા આગળ દર્શાવ્યું તેમ વાસવદત્તાના રચાયાની સાલ છે. શ્રી જિનવિજયજીએ જીતકલ્પની પેાતાની પ્રસ્તાવનામાં શ્રી જિનભદ્રગણિજીના સમય અવકાશને અભાવે વિશેષ ચર્ચા રહેવા દઈ, કોઈ સ્પષ્ટ નિણ્ય આપ્યા સિવાય, “ખાસ કાંઈ વિરાધીપ્રમાણુ નજરે ન પડે ત્યાં સુધી પટ્ટાવલિયામાં જે વીર સંવત્ ૧૧૧૫વિક્રમસ વત્ ૬૪૫ ની સાલ એમના માટે લખેલી છે તેના સ્વીકાર કરીએ તે! તેમાં કશી હરકત નથી ” એમ લખી વિ. સ. ૬૪૫ ના છે એમ તાત્કાલિક ઠેરવ્યું છે. અત્રે મારા મિત્ર શ્રીયુત મણિલાલ સુરજમલે, યુગપ્રધાન યંત્ર પરથી શ્રી જિનભદ્રગણિજીના સમય સખંધી કરેલી સૂચના મૂકવી ચેાગ્ય ધારૂં છું. જો કે સાથેસાથે જ જણાવવું જોઇયે કે યંત્રમાં આપેલી સાલા બહુ વિશ્વસનીય નથી. યુગપ્રધાનાના ક્રમમાં તાપણુ વિશેષ તથ્યાંશ છે. એ યંત્ર પ્રમાણે શ્રી જિનભદ્રણ વીરાત્ ૧૦૧૧ માં જન્મ્યા, વીરાત્ ૧૦૨૫ માં દિક્ષિત થયા અને વીરાત ૧૧૧૫ માં સ્વસ્થ થયા. શ્રીયુત મણિલાલની સૂચના એ છે કે વીર અને વિક્રમ સંવત્ વચ્ચે જો ૪૭૦ નું નહિ પણ ૪૧૦ નું અંતર માનવામાં આવે તે શ્રી જિનભગણિ સ્વસ્થ ઈ. સ. ૬૪૯ થયા એમ મેળ મેળવી શકાય છે. ૪૭૦ ના અંતર હજી હું ચૈાગ્ય માનું છું. અને તે અંતર ૪૧૦ ના માનવાને મને પાતાને વજનદાર પ્રમાણેા મળેલા ન હાવાથી આ સમધમાં કર્યું અંતર લેવું ઠીક છે એ કહી શકતા નથી. હું તેા જિનભદ્રગણિજીની ઉત્તરાવસ્થા ઇ. સ. ના સાતમા સૈકાના પૂર્વા માં જ હતી તે આગળ આપેલાં પ્રમાણેા પરથી કહું છું. એટલું ચોક્કસ છે કે વાસવદત્તાને નિશ્ચાયક પ્રમાણેાથી વિ. સ. ૬૪૫ પહેલાં મુકી ન શકાય ત્યાં સુધી શ્રી જિનભદ્રગણિજીને વિ. સ. ૬૪પ માં મૂકી નહિ જ શકાય. Aho ! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy