SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩. ] કવિવર સમયસુંદર એજી શ્રી જિનદત્ત ચરિત્ર સુણી પતસાહ ભયે ગુરૂ રાજિયે રે, ઉમરાવ સળે કર જેડ ખડે પભણે અપણે મુખ હાજિયે રે, ચામર છત્ર મુરા તબ ભેટ ગિગડદૂ ધંધું બાજિયે રે, સમયસુંદર તૂહી જગત્ર ગુરૂ પતસાહ અકબર ગાજિયે રે. હેજી જ્ઞાન વિજ્ઞાન કલા ગુણ દેખ મેરા મન સદગુરૂ રીઝીયે, હુમાયકો નંદન એમ અર્ખ, અબ સિંધ (માનસિંધ) પટોધર કીજીયેજી, પતસાહ હજૂર થ સંઘ સૂરિ મંડાણ મંત્રીશ્વર વિઝીયેજી, જિણચંદ પટે જિસિંહ સૂરિઃ ચંદ સૂરજ જૂ પ્રતપીજીયેજી. હેજી રીહડવંસ વિભૂષણ હંસ ખરતરગચ્છ સમુદ્ર શશી, પ્રતો જિન માણિકય સૂરિ કે પાટ પ્રભાકર ન્યૂ પ્રણમ્ ઉલસી, મન શુદ્ધ અકમ્બર માંનત હૈ જગ જાણતા હૈ પરતીત એસી, જિનચંદ મુણદ ચિર પ્રતાપે સમયસુંદર દેત આશીશ એસી.* આ પરથી એમ અનુમાન થાય છે કે જિનચંદ્રસૂરિ, અકબર બાદશાહે બોલાવવાથી ગુજરાતમાં હતા ત્યાંથી અનેક શિષ્યો સાથે લઈ ગયા તેમાં સમયસુંદર હતા. ગુજરાતમાંથી વિહાર કરતાં પહેલાં જાલેર, ત્યાંથી મેદિની તટ- મેડતા, નાગર એમ મારવાડમાંથી પસાર થઇને લાહોર આવ્યા. સં. ૧૬૪૯ પહેલાં તે સમયસુંદર ગૂજરાતમાં જ રહ્યા હતા અને સં૦ ૧૬૪૯ માં લાહેર આવી ઉપાધ્યાય પદ મેળવી પછી તે બાજુ ને વિશેષમાં મેવાડ–મારવાડમાં પ્રવાસ કર્યો છે, અને તેથી તેમની મુખ્ય ગૂજરાતી ભાષામાં અનેક દેશોના પ્રાન્તીય શબ્દ, મારવા શબ્દ, ફારસી શબ્દો જોવામાં આવે છે. આ વાત તેમણે જે ગ્રંથ રચ્યા તેના નિદિષ્ટ સ્થલપરથી–તે ગ્રંથે પરથી જણાઈ આવે છે. આ અષ્ટક “મહાજન વંશ મુક્તાવલિ –ઉ૦ રામલાલ ગણી. રાંધડી વિધાશાલા બીકાનેરમાંથી તેની પ્રસ્તાવના પૃ. ૫-૬ પરથી ઉતારેલું છે. તેમાં વિશેષ જણાવ્યું છે કે “આ વખતે નકાસ (ચિતાર) એ તસવીર બાદશાહ અને ગુરૂમહારાજની ઉતારી તે બીકાનેરના ખરતર ભટ્ટારક શ્રી પૂપજી પાસે મોજૂદ છે. ચિતારાએ બાદશાહ અકબરની સભામાંથી બાદશાહની પાછળ મુખ્ય ૩ તસબીર લખી છે. બિરબલ, કરમચંદ બછાવત, તથા કાજી ખાનખા; અને શ્રી ગુરૂ મહારાજના સર્વ સાધુ સમુદાયમાંથી ૩ ત્રણ સાધુ નામ લખ્યાં છે – વેષહર્ષ (ખરું નામ વિવેક હર્ષ) પરમાનંદ, તથા સમયસુંદર.” આ છબી પ્રકટ થાય તો ઘણો પ્રકાશ પડે અને કવિ સમયસુંદરની તસબીર મળી આવે. આવી જ છબી તપાગછીયહીરવિજ્ય સૂરિની તે વખતની પ્રકટ થઈ છે (જુઓ સાક્ષર શ્રી જિનવિજયજીએ કૃપારસશની લખેલી ભૂમિકા સાથે પ્રકટ કરેલ છબી. તેમાં પણ અકબર સાથે ત્રણ અમીરાદિ, અને હીરવિજ્ય સાથે ત્રણ જૈન સાધુઓ છે. આ અને ઉપરની છબી બંને એક નથી એમ શંકા રહે છે. વળી આ અષ્ટક જૈન સંપ્રદાય શિક્ષા (યતિ શ્રી પાલચંદ્રની) માં પૃ. ૬૪૯ ને ટિપ્પણીમાં પ્રકટ થયું છે. Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy