SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૪] પુરાતત્વ સંશાધનને પૂર્વ ઇતિહાસ કલ્પિત રીતે વાંચેલા લેખે ઉપર પૂર્ણ વિશ્વાસ આણી તે બ્રાહ્મણના સમજાવ્યા પ્રમાણે તે લેખોનું અંગ્રેજી ભાષાન્તર પણ કરી લીધું અને પછી લેખની નકલ સાથે તે ભાષાન્તર સર જેન્સ ઉપર મેકલી આપ્યું. આ સંબંધમાં મેજર વિર્ડ સર જોન્સ ઉપર જે પત્ર લખ્યો હતો તેમાં તે બહુ ઉત્સાહ પૂર્વક લખે છે કે –“ આ સાથે કેટલાક લેજોની નકલે. તેના ખુલાસા સાથે મેકલવાની રજા લઉં છું. પ્રથમ તે મેં એ લેખેને કઈ દિવસે પણ ઉકેલી શકવાની આશા સમૂળગી છોડી દીધી હતી, કારણ કે હિંદુસ્તાનના આ ભાગમાં (બનારસ તરફ) જુના લેખો મળતા નથી, તેથી તે ઉકેલવાની કળાની બુદ્ધિની અજમાયશ કરવાની કે શોધ કરવાની તક જ મળી ન હતી. તેમ છતાં, અને મારા ઘણા પ્રયત્ન નિષ્ફળ ગયા પછી, આખરે સદ્ભાગ્યે, એક વૃદ્ધ ગુરૂ મને મળી આવ્યું જેણે એ લખેને વાંચવાની કુંચી બતાવી અને જુના જમાનામાં હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં જે લિપિઓ ચાલતી હતી તેનું એક સંસ્કૃત પુસ્તક તેણે મારી પાસે રજુ કર્યું. આ એક ખરેખર સિભાગ્યસૂચક શોધ થઈ છે, જે આપણને ભવિષ્યમાં ઘણી ઉપયેગી થઈ પડશે.” મે. વિડની આ “ધ” માટે ઘણાં વર્ષો સુધી કેઈને શંકા સુદ્ધાં થઈ નહિ. કારણ કે સને ૧૮૨૦ના અરસામાં, ખંડગિરિના ખડક ઉપરના એ જ લિપિવાળા લેખના સંબંધમાં લખતાં મી. સ્ટલિંગ લખે છે કે –“જૂના લેખો ઉકેલવાની કુંચી એક વિદ્વાન બ્રાહ્મણ પાસેથી મેળવી મે. વિલર્ડની વિદ્વત્તા અને બુદ્ધિએ ઈલોરા અને સાહસેટના લે કે જે આ જ લિપિમાં લખાયેલા છે તેને કેટલાક ભાગ ઉકેલ્યા હતા. ત્યાર પછી દિલ્હી અને બીજા સ્થળોના તેવા લેખ ઉકેલવામાં તે કુંચીને કાંઈ પણ ઉપયોગ કરવામાં આવ્યું નથી તે દિલગીર થવા જેવું છે.” મી. પ્રિન્સેપને ૧૮૩૩ માં ખરી કુંચી જડી, તે પહેલાં આસરે એક વર્ષ ઉપર તેમણે પણ આવી જ રીતે મે. વિર્ડની કુંચીને ઉપગ ન કરવા બાબત પિતાની દિલગીરી પ્રકટ કરેલી છે. એક શેધક અને જીજ્ઞાસુ વિદ્વાનને આવી દીલગીરી થવી સ્વાભાવિક છે. પણ વિદ્વાન બ્રાહ્મણની બતાવેલી કુંચીને વધારે ઉપયોગ ન કરવામાં આવ્યું તેમાં આશ્ચર્ય માનવા જેવું કશું ન હતું. કારણ કે જેમ પુરાતત્વની બીજી શોધખેળોમાં મે. વિર્ડની શ્રધ્ધાનું શ્રાદ્ધ કરનારા યુક્તિબાજ બ્રાહ્મણની ચાલાકીને તે બીચારો ભેગા થઈ પડયો હતો તેમ આ બાબતમાં પણ બન્યું હતું. એ ગમે તેમ છે, પરંતુ એટલું તો ચોક્કસ છે કે મે. વિલની કહેવાતી શોધ એક સંપૂર્ણ ભ્રમણ હતી. કારણ કે તેમણે વાંચેલો લેખપાઠ તદ્દન કલ્પિત હતો અને તેનો તેમણે કરેલે તરજુમે પણ તે જ નિર્મળ હત-યુધિષ્ઠિર અને પાંડવોના વનવાસ અને નિર્જન જંગલમાં પરિભ્રમણની ગાથાઓને તે ન સમજાય તે બ્રહ્મગોટાળો હતો. એ ધૂર્ત બ્રાહ્મણે બતાવેલા અગડં બગડે અર્થનું અનુસન્ધાન કરવા માટે વિડે કલ્પના કરી હતી કે પાંડે વનવાસ દરમ્યાન મનુષ્યોના સંસર્ગમાં ન આવવાના કરારથી બંધાચલા હતા. તેથી તેમના વિદુર અને વ્યાસ જેવા નેહી અને સંબંધિએ તેમને સાવધાન રહેવાની સૂચના આપવા માટે આ યુક્તિ કરી હતી. તેઓ જંગલમાં ખડક Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy