SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ દીશામાં કુટુંબની સમ્મતિ. પાછું વાળી જતા હતા, ત્યારે માણસોના ટેળામાં પેલા ભવ્ય સાધુને એમણે જેયા) અમારા સંસારત્યાગથી ચકિત થતા અને ધર્મ ઉપરની આસ્થામાં ડુબેલા એ સા લેક જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા ગયા. * ૧૬૧૪-૧૨૧. હવે એક સાધી એ સાધુનાં દર્શન કરવાને એમની પાસે આવી, એને દેખાવ સાધાને ઘટે એ જ હતું. તે નમ્ર હતી, ને ધર્મનું તેમજ સાધ્વીઓનું રક્ષણ કરનારી હતી, તપસ્યામાં તથા જ્ઞાનમાં પ્રખ્યાત થયેલી (મહાવીર દેવના શાસનમાં પ્રખ્યાત થયેલી ) સાધ્વી ચંદનાની એ શિખ્યા હતી. એણે ધર્મિષ્ઠ સાધુનાં અને એમના સાથનાં દર્શન કર્યો, ત્યાર પછી સંઘનિયમના પિતાના જ્ઞાનને લીધે એ બોલ્યા “સંસારઃખથી વિરક્ત થતી આ સાધ્વીને તમારી શિષ્યા બનાવે.” સાદેવીએ પિતાની ખુશી બતાવી, તેમાં તેમના આત્માને વિવેક અને સાધુજીવનમાં પણ પળાતી સભ્યતા સાફ તરી આવતી. પછી એ સાધુએ મને કહ્યું: “આ સાધ્વીની પૂજા કર, એ સાધ્વી પિતાના રક્ષણ નીચે તને લેઈ જાય છે, પંચમહાવ્રતના ધર્મમાં સફળ થએલાં એ પ્રસાધ્વી સુત્રતા છે.” એગ્ય રીતે મેં કપાળે હાથ અડાડીને નમસ્કાર કર્યો, અને નિર્વાણને પંથે ચઢવા માટેની આકાંક્ષાએ એ સાધ્વીને પગે પડી; એમણે મારા તરફ જોઈને આશીર્વાદ આપ્યાઃ “પાળવે અઘરું એવું જે સાધ્વીજીવન તે તને સફળ થાઓ. અમે તે માત્ર ઉપદેશ આપીને તેને ધર્મને માર્ગે ચઢાવીશું જે તે સત્યરીતે પ્રયત્ન કરીશ તે નિર્વાણને માર્ગે ચઢી શકીશ.” ૧રર-૧દર૭. મેં ઉત્તર આપેઃ “પૂજ્ય સાધ્વીજી, જન્મમરણથી ભર્યા સંસારપ્રવાહમાં અથડાવાને ભય મને બહુ લાગે છે, તેથી તમારા શબ્દને અનુસરીશ.” પછી ( છુટાં પડતી વખતે) પોતાની વિશાળ ને કઠણ તપસ્યાને બળે બળતા અગ્નિસમાન દીસતા એ સાધુને શ્રદ્ધાપૂર્વક મેં નમસ્કાર કર્યો. તેમજ પ્રેમને ત્યાગ કર્યો છે અને સર્વોચ્ચ સાધના ગ્રહણ કરી છે જેમણે એવા એ વણિપુત્રને પણ (એમની વિદાય લેતાં) નમસ્કાર કર્યો. ત્યાર પછી સ્ત્રીએ જ આવી શકે એવા અમારા શાન્ત એકાન્ત મઠમાં આ સાધ્વીઓની સાથે જવા માટે (એ પ્રસાધ્વી તથા એમની સંગિનીઓ સાથે) નગર તરફ ચાલતી થઈ. એટલામાં તે આકાશના શણગારરૂપ સંયે પશ્ચિમમાં ઉતરવા માંડયું. પ્રસાદેવીની સાથે જ્ઞાનની અને (આજ સુધીના વ્યવહારના) ત્યાગની વાતો કરતાં કરતાં ધર્મમાં શ્રદ્ધા બેસાડતી હતી ને એમાં રાત કેમ પી ગઈ એ તે જણાયું ય નહિ, * ૧૬૨૮-૧૬૩૦. બીજે દિને તે વણિપુત્ર તથા તે ઉત્તમ (અમને દીક્ષા આપનાર) સાધુ કંઈ પણ સ્થાન નિર્ણય કર્યા વિના પરિભ્રમણ કરવાને માટે અન્ય દિશામાં નિકળી પડયા. મને તે એ પ્રસાધ્વીએ બંને પ્રકારના (સાધુજીવનમાં અને સાધ્વીજીવનમાં પાળવાના) નિયમ શીખવ્યા, અને હું તપસ્યામાં તથા સંસારત્યાગમાં દઢ થઈ. આવું Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy