SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ સાધુની આત્મકથા લૂટારાને ગષભપ્રતિમાનાં દર્શન. ગાન કરીને પૃથ્વીના સિા બાગને જાણે અહી સાર ખેંચાઈ આવ્યું હોય એવું લાગે છે. માત્ર ખામી એટલી જ છે કે પંખીના ગીતને અને ભમરાના ઉડવાને મધુર સુર (ત્યાં ભરાતાં) માણસની વાતચિતના ગણગણાટમાં ભળી જાય છે. એ ઉદ્યાનમાં, ધોળાં વાદળાંમાંથી નિકળતા સૂર્યના વિમાન જેવું ભવ્ય અને ચળકતું દેવમંદિર મારી દષ્ટિએ પડયું, તે લાકડાના કેતરકામ વાળું અને સે થાંભલા ઉપર ઉભું કરેલું હતું. એના પ્રાંગણમાં શ્રદ્ધાળુ જાત્રાળુઓ દ્વારા કુલ, ફળ, પત્ર, માળા અને ચંદન વિગેરેથી પૂજાએલ અને વસ્ત્રખંથી વિભૂષિત થએલ રમણીય ન્યધ વૃક્ષ શેલી રહ્યું હતું. પ્રથમ તે મેં એ દેવમંદિરની બહારથી પ્રદક્ષિણા કરી અને પછી એ પવિત્ર વૃક્ષ નીચે જઈ ઉભે રહે. એની નરમ પાંદડાંવાળી ડાળીઓ ચારે બાજુ પ્રસરી હતી અને મીઠી મધુર પત્રશોભા આપતી હતી. ત્યાં ઉભેલા એક જણને મેં પુછ્યું: “આ બાગનું નામ શું? અને કયા દેવની અહી સ્થાપના છે? મેં ઘણું ઘણું સ્થાને અને સ્થળે જોયાં છે, પણ કયાંય કદી મેં આવે બાગ તો જોયા નથી.” ૧૫૦૧-૧૫૦૬. “હું કે પરદેશી છું એવું એ તુરત કળી ગયે ને તેથી તેણે ઉત્તર આપેઃ “આ બાગનું નામ શકટમુખ છે. પૂર્વે ઈવાકુ કુળના મુકુટમણિ સમાન અષભ નામે રાજા થઈ ગયા. તેઓ હિમાચળથી લઈ સાગર સુધી પ્રસરી રહેલી પૃથ્વીના સ્વામી હતા. જન્મમરણની જાળમાંથી છુટવા માટે જ્યારે તેઓ એ સર્વ અદ્ધિસમૃદ્ધિને ત્યાગ કરી તપસ્યા તપતા હતા ત્યારે આ વૃક્ષ નીચે તેમને અનંત અને અક્ષય એવું કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એટલા માટે આ પરમ પવિત્ર સ્થાન મનાય છે અને એથી જ અદ્યાપિ કે એની પૂજા કરે છે. આ મંદિરમાં પણ એ જ યુગાદિદેવ અષભતીર્થંકરની પ્રતિમા સ્થાપિત થએલો છે? - ૧૫૭-૧૫૮૯ “આ સાંભળીને મેં પણ એ ઝાડની અને મૂત્તિની વદના કરી. ત્યાર પછી આસન વાળીને ઉંડી શાન્તિમાં બેઠેલા એક સાધુને-મહાપુરૂષને મેં ત્યાં જોયા. એમણે પાંચે ઈદ્રિયને પિતાની અંદર વાળી દીધી હતી અને તેમના સર્વે વિચારે ધ્યાનમાં અને આત્મસંયમમાં વળી ગયા હતા. હું ત્યાં ગયે ને જેમના હદયમાંથી સો પાપવાસના ચાલી ગઈ છે એવા એ પુરૂષને પગે લાગે. પૂજ્યભાવે હાથ જોડીને હું બે ૧૫૧૦-૧૫૧૧. ““હે પરમપૂજ્ય, રાગ અને દ્વેષને નાશ કરવા, ધનજનને મેહ છોડવા અને પાપપ્રવૃત્તિઓમાંથી નિવૃત થવા માટે હું આપને શિષ્ય થવા ઈચ્છું છું. જન્મમરણનાં વમળ જ્યાં ઘેરાય છે. મૃત્યુ બંધન ને વ્યાધિરૂપી સમુદ્ર રાક્ષસ જ્યાં પ્રવર્તે છે એવા સંસારસાગરથી તમારું શરણરૂપી શઢ લઈને તરી જઈશ.' - ૧૫૧૨–૧૫૧૩. “કાનને ને હૃદયને મધુર લાગતે સુરે એ બોલ્યાઃ “મરતા સુધી સાધુને ધર્મ પાળ ને ભાર વહે એ કંઈક કઠણ છે. ખભે કે માથે જડ વસ્તુને ભાર વહે એ માણસ માટે બહુ સહેલું છે, પણ ધમને ભાર વહન કરે ઘણું કઠણ કામ મનાય છે.” Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy