SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ તરસાવવી. અમને અમારાં માબાપની બીક લાગી, તેથી મછવામાં બેશી નાશી ચાલ્યાં ને પછી ગંગાને રેતીકિનારે લૂટારાને હાથે પકડાઈ ગયાં.” ૧૪૭૨-૧૪૭૮. “એ રીતે એ જુવતીએ પોતે અનુભવેલી પિતાની સુખદુઃખભરી સે કથા રેઈઈને એ પકડાએલી સહભાગિનીઓને કહી સંભળાવી. પણ મને એ વર્ણનથી મારા પૂર્વભવની વાત સાંભરી આવી ને તેથી હું બેભાન થઈ ગયે. જ્યારે મને પાછું ભાન આવ્યું ત્યારે તે (ભવના) મારા પિતા, મારી માતા તથા પત્ની અને તે વખતને મારે સિત અનુભવ તેમજ (તે કાળે હું પાળતું હતું તે) કુળધર્મ પણ મારા મન આગળ તરી આવ્યું. અને તે સ્ત્રીએ તેના (પિતાના મૃતિ-). વપ્નમાં જે જોયું હતું તે હું સમજી ગયે, તેથી મારું હૈયું દયાથી અને ભલી લાગણીથી (એ જેડા તરફ) નરમ બની ગયું. હું જાણી શકો કે જેનું મેં વગર વિચારે મેત નિપજાવ્યું તે ગંગાના શણગારરૂપ ચક્રવાકનું જોડું આ જ છે. હવે આ સંકટમાં આવી પડેલા સ્નેહજુગલને ફરી તે મોતના મોંમાં મુકી શકું નહિ. એકવાર કરેલી એ હિંસાને બદલે મારા જીવનને જોખમે પણ આપ જોઈએ. એ બંનેને હું ઉગારી લઈશ અને તે રીતે હું શાનિ પામીશ. ૧૪૭૮-૧૪૮૨. “આ ઠરાવ કરીને હું ઘરમાંથી નિકળે અને તે પુરૂષના બંધ ઢીલા કરી નાખ્યા. પછી મેં પિતે કેડ બાંધી કટાર તથા તલવાર લીધી અને રાત્રે તે કેદીને અને તેની સ્ત્રીને લૂટારાની ગૂફામાંથી બહાર કાઢયાંને ભયંકર જંગલમાં થઈને એક ગામ સુધી સુકી આવ્યું. જુદા પડ્યા પછી સંસારથી વિરક્ત થઈને મેં હૈયામાં વિચાર્યું ૧૪૮૩-૧૪૮૬. મેં “લૂટારાઓને અપરાધ કર્યો છે તેથી હું એમની પાસે તે પાછા જઈ શકું નહિ. એ જમદૂત સરદારની આંખ સામે હવે ફરી હું શી રીતે જઈ શકું? વળી મેં લોભે ને વિલાસવાસનાએ જે કર્યું છે એ સા મહાભયંકર પાપ છે, માટે હવે તે એમાંથી મોક્ષ મેળવવાને માટે મારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. વિલાસની માયામાં પીને જે બીજાની હિંસા કરે છે તે પિતાની મૂર્ખતાએ કરીને (મનગમતું) વધારે દુઃખ માગી લે છે, જે મમતામાયામાંથી મુક્ત થઈ શકે છે, સ્ત્રીઓના પ્રપંચજાળમાંથી સરકી શકે છે અને પ્રેમનાં બંધનથી છુટો રહી શકે છે એ જ સુખી થઈ શકે છે અને સુખદુઃખમાં સમાન રહી શકે છે.' ૧૪૮૭-૧૫૦૦. “આ વિચાર કરીને હું ઉત્તર તરફ (અથવા પાછે પર્વત સરક) ચા, મેં સંન્યસ્ત લીધું ને (સાંસારિક) વાસનાઓને ત્યાગ કર્યો. દેવનગરી અલકાપુરીનાં તાલવનાની યાદ આપતી “પૂર્વતાલ” (નામની નગરી) જઈ પહેરશે. નગરની દક્ષિણ બાજુએ કોઇપણ માનવાટિકા કરતાં પણ સુંદર, અને માત્ર વર્ગના નંદનવનની જ સરખામણીમાં મુકી શકાય એ એક બાગ છે. એની લીલોતરી, કુલ અને ફળની શેભાએ કરીને હદયને આનંદ આપે છે. ભમરાનાં ટેળાંએ અને પંખીના Aho I Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy