SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth જિનાયતન, સ્તૂપરચના તથા પ્રતિમા જોઈને અમાત્યને પૂછ્યુંઃ આ આયતન કોણે કરાવ્યું છે? ક્યારે કરાવેલું છે? આના જવાબમાં અષ્ટાપદતીર્થની ઉત્પત્તિનો સંબંધઃ * અષ્ટાપદ તીર્થની ઉત્પત્તિ : ઉત્તમ લક્ષણોથી યુક્ત ઋષભ નામે રાજા હતા. જેમણે પ્રજાઓને પૂર્વે વ્યવસ્થિત કરી હતી. જેમણે રાગને દમ્યો છે, જે કામભોગોથી વિરક્ત છે તથા જેમણે કર્મોને ધમી નાખ્યાં છે એવા તે મહાત્મા ભગવાન ઉત્તમ શ્રામણ્ય પાળીને દશ હજાર અણગારોની સાથે આ અષ્ટાપદગિરિ ઉપર મોક્ષે પધાર્યા છે તેમનું આ આયતન અને સ્તૂપરચના છે. ભરત નામે તેમનો પુત્ર પ્રથમ ચક્રવર્તી ચૌદ રત્નો અને નવ નિધિનો અધિપતિ હતો તેણે આયતન, પ્રતિમા અને સ્તૂપ કરાવ્યાં છે. સમુકુટ કેવલજ્ઞાની એવા તે ભરત શ્રામણ્ય સ્વીકારીને મોક્ષે ગયા. તેમનો આદિત્યયશ નામે પુત્ર હતો. જેનો સ્વયં ઈન્દ્રે રાજા તરીકે અભિષેક કર્યો હતો. તે આદિત્યયશે સકલ ભારતવર્ષને ભોગવીને દીક્ષા લીધી. આ સાંભળીને સંતુષ્ટ અને વિસ્મિત મનવાળા થયેલા જનુકુમાર વગેરે કુમારોએ ‘અમારું કુળ જય પામે છે’ એ પ્રમાણે ઉત્કૃષ્ટ-સિંહનાદથી ગગનતલ ભરી દીધું. પછી જન્રુ વગેરે કુમારો પરસ્પરને કહેવા લાગ્યા, “આપણી પાસે પણ તે જ રત્નો છે, તે જ નિધિઓ છે, તે જ વસુધા અને રાજાઓ છે, તો સર્વરત્નમય જિનાયતન આપણે કરીએ.’” આ પ્રમાણે તેઓ પ્રયત્ન કરવા લાગ્યા. પછી તે જહ્નુ વગેરે કુમારોએ પોતાનાં માણસોને આજ્ઞા આપી, ‘અષ્ટાપદ જેવા પર્વતની શોધ કરો.'' તેઓએ શોધ કરી, પણ અંતે ‘અષ્ટાપદ જેવો પર્વત નથી’ એ પ્રમાણે તેમણે નિવેદન કર્યું. પછી તે કુમારોએ અમાત્યને પુછ્યું, “આયતન કયાં સુધી રહેશે?’’ એટલે અમાત્યે કહ્યું, “આ અવસર્પિણી સુધી રહેશે, એમ મેં કેવલી જિનોની પાસે સાંભળ્યું છે.’ પછી તે કુમારો એકબીજાને કહેવા લાગ્યા, “આ પર્વતનું જ રક્ષણ કરીએ, કેમ કે કાળદોષથી લોભગ્રસ્ત મનુષ્યો પેદા થશે, જેઓ આયતનનો વિનાશ કરશે.’’ પછી તેમણે તે પર્વતને ચારે બાજુએ પહેલા કાંડતલ સુધી ઠંડરત્ન વડે છિન્નકટક નાખ્યો (અર્થાત્ ચડવાના રસ્તા કાપી નાખ્યા) અને ખાઈ ખોદવા લાગ્યા. એટલે ત્રાસ પામેલો જ્વલનપ્રભ નાગ ઊઠ્યો અને આવીને કુમારોને કહેવા લાગ્યો, “અરે ! અરે ! મારા ભવનદ્વારને ભાંગશો નહીં.’’ આથી કુમારોએ તેને કહ્યું, “આ ભૂમિ કોની છે ?’’ નાગ બોલ્યો, “તમારી છે, પરન્તુ તો પણ ભાંગશો નહીં, કારણ હું પહેલાંથી અહીં રહું છું,’’ ‘જો અમારી ભૂમિ છે તો તું શા માટે અટકાવે છે ?' એ પ્રમાણે કુમારોએ તેનો તિરસ્કાર કર્યો, એટલે તે પોતાના ભવનમાં ગયો. પછી તે કુમારો પૂર્ણ દિશામાં પ્રવાહ-નદી સુધી ગયા. ત્યાંથી દંડરત્ન વડે ખોદીને ગંગાને ઉદ્ઘર્તિત કરીને તેઓ પર્વતની ખાઇ સુધી લાવ્યા. ખાઇમાં પડતી ગંગા અતિશય શોભાવાળી લાગી. પછી સન્તુષ્ટ થયેલા તે કુમારોએ સૂર્યના શબ્દથી મિશ્ર એવો ઉત્કૃષ્ટિ-સિંહનાદરૂપી કોલાહલ કર્યો. તે શબ્દ સાંભળીને, જળ વડે પુરાતું પોતાનું ભવન જોઈને રોષાગ્નિ વડે પ્રજ્વલિત થઈને ધમધમતા જ્વલનપ્રભ નાગે બહાર આવીને તે સૈન્યમાંના રાજાઓ, આમાત્ય અને પ્રાકૃત મનુષ્યોને છોડી દઈને જન્રુ વગેરે સાઠ હજાર કુમારોને પોતાના દૃષ્ટિવિષથી બાળી નાખ્યા. પછી બાકી રહેલા રાજાઓ, અમાત્ય અને સૈન્ય એ સૌ સાકેત નગરમાં આવ્યાં. જનુકુમાર વગેરે સગરના સાઠ હજાર પુત્રોને કુપિત જ્વલનપ્રભ નાગે દષ્ટિવિષના અગ્નિથી બાળીને ભમ્મસાત્ કર્યા છે. પુત્રોનું મરણ સાંભળીને મૂર્છિત રાજા જમીન ઉપર ઢળી પડ્યો પછી આશ્વાસિત થતાં ભાન આવતાં અમાત્યને પૂછ્યું- જ્વલનપ્રભ નાગે મારા પુત્રોને કેવી રીતે બાળી નાખ્યા. તેમ જ શું કારણ હતું? ત્યારે મંત્રીએ કહ્યું- સ્વામિન્ ! કુમારોએ મહાનદી ગંગાને અષ્ટાપદમાં આણી છે. હવે આગળ માર્ગ નહીં મળતાં તે નદી સર્વજનપદોનો જળથી વિનાશ કર્યો છે માટે રાજન્ ! ગંગાને સમુદ્રગામિની કરો. પછી રાજાએ પુત્ર ભાગીરથને આજ્ઞા આપી કે- આ દંડરત્ન લઈને ગંગા મહાનદીને સમુદ્રમાં લઈ જા. પછી તે Vasudev Hindi % 24 2
SR No.009854
Book TitleAshtapad Maha Tirth 01 Page 001 to 087
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages87
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy