SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. ઉપા. કમલસંયમકૃત ટીકાર્થ પૃષ્ઠિચંપાનગરીમાં શાલ નામનો રાજા અને મહાશાલ યુવરાજ છે. તેમની યશોમતી નામની વ્હેન છે, તે કાંપિલ્યપુરના રાજા પિઠરની પત્ની છે. શાલ વગેરે પરમાત્મા મહાવીરસ્વામીને વંદન કરવા આવે છે. શાલને ભગવાનની દેશના સાંભળી વૈરાગ્ય થાય છે. મહાશાલને રાજ્યભાર સોંપીને દીક્ષા ગ્રહણ કરવા ઉદ્યત થાય છે. મહાશાલ પણ કહે છે કે, હું પણ આપની સાથે સંયમ સ્વીકાર કરીશ. Shri Ashtapad Maha Tirth હવે કાંપિલ્યપુરથી ભાણેજ ગાગલીને બોલાવીને રાજ્યમાં સ્થાપન કરીને શાલ અને મહાશાલ દીક્ષા ગ્રહણ કરે છે. શાલ-મહાશાલની વ્હેન યશોમતી અને તેના સ્વામી પિઠર પૃષ્ઠિચંપામાં હોવાથી ગૌતમની સાથે શાલમહાશાલ પરમાત્માની આજ્ઞાથી પૃષ્ઠિચંપામાં જાય છે. ત્યાં ગૌતમસ્વામીની સંસારની અસારતાને બતાવતી વાણીને સાંભળીને ગાગલિ માતા-પિતાને પ્રતિબોધ કરીને પોતાના પુત્રને રાજ્યમાં સ્થાપીને દીક્ષા ગ્રહણ કરે છે. ગૌતમસ્વામી તેઓને લઈને ચંપાનગરીમાં પરમાત્મા પાસે જવા નીકળે છે. શાલ-મહાશાલને રસ્તામાં જતાં જતાં શુભધ્યાનથી કેવલજ્ઞાન થાય છે અને ગાલિ વગેરે ત્રણેને શાલ-મહાશાલના ઉપકારનું સ્મરણ કરતાં કરતાં કેવલજ્ઞાન થાય છે. આ રીતે પાંચેને કેવલજ્ઞાન થાય છે. આ પાંચે સહિત ગૌતમસ્વામી ચંપાના ઉદ્યાનમાં જઈને પ્રદક્ષિણા આપીને વીર જિનને નમ્યા. આ પાંચે જણા વીરપરમાત્માને વંદન કર્યા વગર કેવલીની પર્ષદામાં જાય છે ત્યારે ગૌતમસ્વામી તેઓને કહે છે કે સર્વજ્ઞ પરમાત્માને વંદન કરો. પરમાત્માની આશાતના ન કરો. ત્યારે પરમાત્મા ગૌતમને કહે છે કે આ પાંચેને કેવલજ્ઞાન થયું છે. તેથી કેવલીની આશાતના ન કર. તેથી અત્યંત સંવેગથી ગૌતમસ્વામી તેઓને ખમાવે છે અને મને હજુ સુધી કેવલજ્ઞાન થયું નહિ એ પ્રમાણે કાંઈક ખિન્ન થયા. “આ બાજુ દેવવાણી થાય છે કે જે મનુષ્ય અષ્ટાપદની યાત્રા કરે છે, તે તે જ ભવે મુક્તિ પામે છે.'' એ પ્રમાણે સાંભળીને ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે હું અષ્ટાપદના ચૈત્યોને વાંદવા જઉં ? ભગવાને પણ તેમને તુરંત અનુજ્ઞા આપી. ખુશ થયેલા ગૌતમસ્વામી ચાલ્યા, કોડિન્ય, દત્ત, સેવાલ તાપસો પાંચસો પાંચસો તાપસોથી પરિવરેલા ક્રમશઃ એક, બે, ત્રણ ઉપવાસના પારણે કંદાદિ સેવાલ, શુલ્કસેવાલને પારણામાં વાપરે છે. તપની શક્તિથી તેઓ એક, બે, ત્રણ પગથીયાં સુધી ક્રમશઃ આરોહણ કરવાની શક્તિ પામ્યાં છે. તેઓ કૈલાસપર્વત ઉપર ચડવા માટે આ પ્રમાણે કલેશ કરે છે. ગૌતમસ્વામીને આવતાં જોઈને વિચારે છે કે સ્કૂલ, તપસ્યા નહિ કરતો આ કેવી રીતે ચૂલા ઉપર જવા માટે સમર્થ થશે. ગૌતમસ્વામી તો ક્ષણવારમાં ચારણ લબ્ધિથી પહોંચી ગયા. આ તાપસો અધોમુખ રહેલા ગૌતમસ્વામીના માર્ગને જુવે છે. ગૌતમસ્વામી પર્વતના શિખર ઉપર રહેલા સિંહનિષદ્યાપ્રાસાદમાં ચાર-આઠ-દસ અને બે જિનેશ્વરોને વિધિપૂર્વક વાંદે છે. સંભવ વગેરે પશ્ચિમ દિશામાં રહેલા બાવીસ જિનોને સૃષ્ટિના ક્રમથી વાંદીને પૂર્વ દિશામાં ઋષભ અને અજિતનાથ ભગવાનને વાંદે છે. (૨) આચાર્ય જયકીર્તિસૂરિષ્કૃત ટીકા चरणनिश्चलता चानुशासनात् स्यादिति दशमं द्रुमपत्रकाख्याध्ययनं गौतममुद्दिश्य श्रीवीरोक्तमाह इतो यो भूमिगोऽष्टापदमारुह्य देवान्नमेत् स तद्भवे सिद्ध्यतीति देवालापं श्रुत्वा तत्र देवान्नन्तुं स स्वामिनं पप्रच्छ । स्वाम्यपि तदाशयं ज्ञात्वाऽस्य स्थैर्यार्थं तापसबोधार्थमनुमेने, यथा सुखं देवानुप्रिय इति, सोऽर्हन्तं नत्वा तपःशक्त्या चलन् पादचारेणाष्टापदं गतः, इतः कोडिन्नदिन्नसेवालनामानस्त्रयस्तापसाः पञ्चपञ्चतापसशतसहिता अष्टापददेवनत्या तद्भवसिद्धिकताप्रवादं श्रुत्वाऽष्टापदमारोक्ष्याम इति दध्युः, कोडिन्नः सतन्त्रश्चतुर्थं कृत्वा मूलकन्दानदन्नाद्यां मेखलामारूढः । दिन्नः सतन्त्रः षष्ठं कृत्वा शटितपत्राण्यदन् द्वितीयमेखलामारूढः । सेवालः सतन्त्रोष्टमं कृत्वा शुष्कसेवालमदनस्तृतीयमेखलां विलग्नः, एवं ते तिष्ठिन्ति, गौतममुदाराङ्गं हुतभुक्तडित्तरुणार्काभमायान्तं ते वीक्ष्योचुरेषः स्थूलदेहः कथमारोहयिष्यति ? वयं महातपः शुष्का न शक्नुम Uttaradhyayan Sutra B$ 7
SR No.009854
Book TitleAshtapad Maha Tirth 01 Page 001 to 087
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages87
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy