SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth અષ્ટાપદ તીર્થ અંગેનો સહુથી પ્રાચીન ઉલ્લેખ ચતુર્દશપૂર્વધર પૂ. ભદ્રબાહુસ્વામી કૃત આવશ્યક નિર્યુક્તિ (આ.નિ.)માં પ્રાપ્ત થાય છે. આ નિ.માં ભદ્રબાહુસ્વામીએ ઋષભદેવ ભગવાનના ચરિત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ભવ-સંસારને મથી નાખનાર પરમાત્મા પૂર્વોમાં અન્યૂન શતસહસ્ત્રવર્ષ અનુક્રમે વ્યતીત થયા બાદ વિહાર કરતાં કરતાં પરમાત્મા અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. અષ્ટાપદ પર્વત ઉપર તેઓએ છ દિવસના ઉપવાસ કર્યા અને દશ હજાર મુનિઓ સાથે અનુત્તર નિર્વાણને પ્રાપ્ત થયા. નિર્વાણપ્રાપ્તિ પછી તેમનો ઉત્સવ કરવામાં આવ્યો અને ત્યાં નિર્વાણ, ચિતિકર્મ, કથા, જિનભવન, યાચક આ પાંચ પ્રકારે ઉત્સવ કરવામાં આવ્યો. મૂળ નિર્યુક્તિમાં આ પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. પ્રસંગ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પરમાત્મા ઋષભદેવનું નિર્વાણ અષ્ટાપદ પર્વત ઉપર થયું હતું. તેમણે છ દિવસના ઉપવાસ કર્યા હતા અને દશ હજાર સાધુઓ સાથે નિર્વાણ પામ્યા હતા. નિર્વાણ પામ્યા બાદ ત્યાં ભરતાદિ ચક્રવર્તીએ નિર્વાણ મહોત્સવ કર્યો હતો. અને ત્યાં સ્તૂપ તથા જિનચૈત્યનું નિર્માણ કર્યું હતું. મૂલગાથાઓ આ પ્રમાણે છે. अह भगवं भव महणो पुव्वाणमणूणगं सय सहस्सं । अणुपुव्वि विहरिऊणं पत्तो अट्रावयं सेलं ।।४३३।। अट्ठावयंमि सेले चउदसभत्तेण सो महरिसीणं । दसहिं सहस्सेहिं समं निव्वाणमणुत्तरं पतौ ।।४३४।। णिव्वणां चिड़गाणई जिणस्स इक्खाग से सयाणं च । सकहा थूभ जिणहरे जायगं तेणाहि अहिगत्ति ।।४३५।। અર્થાતુ - ભવને મથનાર ભગવાન શતસહસ્ત્રવર્ષ અન્યૂન વર્ષ વિતાવી વિહાર કરતાં કરતાં અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. અષ્ટાપદ પર્વત ઉપર છ દિવસના ઉપવાસ કરી દશ હજાર સાધુ સાથે અનુત્તર નિર્વાણને પ્રાપ્ત થયા. નિર્વાણ બાદ ત્યાં સ્તૂપ અને જિનચૈત્યનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભાષ્યકારે જિનચૈત્ય અને સ્તૂપની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, थूभसय भाउगाणा चउवीसं चेव जिणहरे कासी । સંગ્વના [vi પરિમા વUUપમાદિ નિયહિં ૪૬મૂ. ભા. અર્થાત્ - સો ભાઈઓના સ્તૂપ નિર્માણ કરાવ્યા તથા સર્વ જિનેશ્વરોના અર્થાત્ ચોવીસ જિનેશ્વર ભગવાનના પોતપોતાના વર્ણાનુસાર જિનબિંબ બનાવી જિનમંદિરમાં સ્થાપિત કર્યા. આવશ્યક નિર્યુક્તિ ઉપર આચાર્ય હરિભદ્રસૂરિ વૃત્તિ પ્રાપ્ત થાય છે. આ વૃત્તિ અત્યંત વિસ્તૃત અને અનેકવિધ માહિતીથી સભર છે. તેમાં ઉક્ત ગાથાઓની વૃત્તિમાં જણાવ્યું છે કે પરમાત્મા અષ્ટાપદ પર્વત ઉપર મોક્ષ પામ્યા છે તે સાંભળીને તરત જ પગે ચાલીને ( કુસંતપ્તમાન: પદ્ધયામવેવ અષ્ટાપટું થી) અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. અને ત્યાં દેવોએ મહોત્સવ કર્યો. ભરતચક્રીએ ત્રણ માળ ઊંચું યોજન પ્રમાણ સિંહનિષદ્યા જિનમંદિર બનાવ્યું. તેમાં પોત-પોતાના વર્ણવાળી તીર્થંકર પ્રતિમાઓ, સો ભાઈઓની પ્રતિમા, પોતાની પ્રતિમા અને સો સૂપ બનાવ્યા. કોઈ આક્રમણ ન કરે અને પ્રતિમા ખંડિત ન કરે તે માટે લોહમય યંત્રપુરુષો અને દ્વારપાળોની રચના કરી. દંડરત્નથી અષ્ટાપદને બધી જ બાજુથી છિન્ન કર્યો. યોજને યોજને આઠ પગથિયાં કર્યા. સગરપુત્રોએ પોતાના વંશના અનુરાગથી ગંગા અવતરિત કરી. भरहो भगवन्तमुद्दिश्य वर्धकीरत्नेन योजनायाम त्रिगव्यूतोच्छितं सिंहनिषद्यायतनं कारितवान्, निजवर्णप्रमाण युक्ताः चतुर्विंशतिः जीवाभिगमोक्तपरिवारयुक्ताः, तीर्थंकर प्रतिमाः तथा भ्रातृशतप्रतिमा, आत्मप्रतिमांच स्तूपशतं च, मा कश्चित् आक्रामणं करिष्यतीति तत्रैकां भगवतः शेषान् एकोनशतस्म् भ्रातृणामिति - 119 દે. Ashtapad
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy