SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ 3 ॥ અષ્ટાપદ ॥ મહાકવિ ધનપાલે ઋષભદેવની સ્તુતિ કરતા ઋષભપંચાશિકામાં જણાવ્યું છે કે, जम्मि तुमं अहिसित्तो, जत्थ य सिवसुक्ख संपयं पत्तो । ते अट्ठावयसेला, सीसामेला गिरिकुलस्स ||८|| - અર્થાત્ – “જે સુવર્ણના ગિરિ ઉપર તમારો (જન્મ) અભિષેક થયો તે એક અષ્ટાપદ (મેરુ) પર્વત તેમ જ જ્યાં તમે શિવસુખની સંપત્તિને (નિર્વાણ) પામ્યા, તે (વિનિતાનગરીની સમીપમાં રહેલો આઠ પગથિયાંવાળો) બીજો અષ્ટાપદ પર્વત એ પર્વતો (સમસ્ત) પર્વતોના સમૂહના મસ્તકને વિશે મુકુટરૂપ થયા.’’ ધનપાલે આ શ્લોકમાં ભગવાન ઋષભદેવની સ્તુતિના આધારે અષ્ટાપદની પણ મહત્તા વર્ણવી છે. ભગવાન ઋષભદેવનું નિર્વાણ અષ્ટાપદ ઉપર થયું હતું તેથી તે તીર્થ બન્યું અને કાલક્રમે તેને જે મહત્તા મળી તે મેરુપર્વતની જેટલી જ મહાન મળી છે. અષ્ટાપદ પર્વતને સમસ્ત પર્વતના સમૂહમાં મુણ્ડમણિ સમાન ગણ્યો છે. આથી જ સકલાર્હત્ સ્તોત્રમાં જ્યારે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તીર્થોની સ્તુતિ કરે છે ત્યારે સર્વપ્રથમ અષ્ટાપદને વંદે છે. ख्यातोऽष्टापदपर्वतो गजपदः सम्मेतशैलाभिधः श्रीमान् रैवतकः प्रसिद्धमहिमा, शत्रुञ्जयो मण्डपः । वैभारः कनकाचलोऽर्बुदगिरिः, श्री चित्रकूटादयः, तत्र श्री ऋषभादयो जिनवरा कुर्वन्तु वो मङ्गलम् ||३३|| સકલાર્હત્ સ્તોત્ર જિતેન્દ્ર શાહ અર્થાત્ - પ્રસિદ્ધ એવો અષ્ટાપદ પર્વત, ગજાગ્રપદ, પર્વત, સમ્મેતશિખર, શોભાવાળો ગિરનાર પર્વત, પ્રસિદ્ધ મહિમાવાળો શત્રુંજયગિરિ, માંડવગઢ, વૈભારગિરિ, કનકાચલ (સુવર્ણગિરિ) શ્રી ચિત્રકુટ આદિ તીર્થો છે. ત્યાં રહેલા શ્રી ઋષભ વગેરે જિનેશ્વર તમારું કલ્યાણ કરો. અષ્ટાપદ તીર્થ જૈન ધર્મનું એક અત્યંત પવિત્ર તીર્થ મનાય છે. તેમાં આગમિક સાહિત્ય, ટીકાગ્રંથો તીર્થકલ્પો, ચરિત્રો ગ્રંથોમાં અનેક ઉલ્લેખો ઉપલબ્ધ થાય છે. પણ દુર્ભાગ્યે મૂળ અંગ આગમમાં અષ્ટાપદ તીર્થનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. હા ! અષ્ટાપદ શબ્દનો પ્રયોગ થયો છે ખરો. જ્ઞાતાધર્મકથાંગસૂત્ર અને સ્થાનાંગસૂત્રમાં અષ્ટાપદ શબ્દ પ્રયોજાયો છે. પરંતુ ત્યાં પુરુષોની ૭૨ કલામાંની એક કલારૂપે પ્રયોજાયો છે. તેથી તે અહીં તે અષ્ટાપદ અભિપ્રેત નથી. અહીં તો આપણે અષ્ટાપદ તીર્થ સંબંધી ઉલ્લેખોની ચર્ચા કરી રહ્યા છીએ. Ashtapad Vol. XIII Ch. 96-G, Pg. 5854-5859 Ashtapad $ 118 -
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy